આજ બાળકોને શું જોઈએ ????? / What do kids want today ?????
🕉
આજ બાળકોને શું જોઈએ ?????
આપણા જીવનમાં એવું શું છે, કે શું હોવું જોઈએ કે આપણને સવારે વહેલા ઉઠવા માટે મજબુર કરી દયે? બધાને એની નિંદર ખુબ વહાલી હોઈ છે અને જીવનને તારો તાજગીથી ભરી દેવા માટે થોડો આરામ અને નીંદરની પણ જરૂર પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક માણસ તેની જિંદગીના સરેરાશ છવીસ વર્ષ સુવામાં કાઢે છે!!!! એક વર્ષમાં 365 દિવસ અને 7 કલાકની પણ નીંદર કરતા હોઈ તો પણ વર્ષના લગભગ 107 દિવસ આપણા સુવામાં વિતાવ્યે છે. ખરેખર કેટલું અદ્ભૂત કહેવાઈ!!! આ તો ખાલી 7કલાક રોજની ગણીએતો. આપણે નાના હોઈ ત્યારે તો વધારે સુતા હોઈએ. એટલે કે લગભગ આપણે અડધી જેટલી જિંદગી સુવામાં પસાર કરીએ છીએ. બાકી ટીવી જોવું, ફોન ઉપર સમય વિતાવવો એ બધું તો જુદું.
તો જોવા જઈએ તો આપણી પાસે ખુબ ઓછો સમય વધે છે આપણા સપનાઓ, ધ્યેયો વગેરે પુરા કરવાનો. એ પણ જો કાંઈ હોઈ તો નહીંતર આવ્યા એવા ખાલી હાથે જ દુનિયામાંથી ચાલ્યા જયે છે. કોઈને ખબર પણ નથી રહેતી ઘરના અને પરિવારના સભ્યો શિવાઈ અને એ પણ અમુક વર્ષો યાદ કરશે ને પછી ભૂલવા લાગશે. તો શું એવું જીવન આપણને જોઈએ છે??? ના બિલકુલ નહિ......
આપણા જીવનમાં આપણે લગભગ 18, 20 વર્ષ સુધી તો ખબર જ નથી હોતી કે શું કરવું??? કોઈક જ એવું હોઈ છે કે જેને તેને આગળ શું કરવું એ ખબર હોઈ. બાકી બીજા તો માતા પિતા અને મિત્રો કહે એમ કરતા હોઈ એ પ્રમાણે પોતાની દિશા ફેરવતા રહેતા હોઈ છે. પછી જિંદગીના થોડા વર્ષો પસાર થાઈ ત્યારે વિચારતા હોઈ કે મારે તો આ નોતું કરવું પણ હવે મોડું થઇ ગ્યું ને પછી ચાલુ થઇ નિરાશ અને નીરસ જીવન. જે તેનું અને તેની આજુબાજુ વાળા એટલે કે પરિવાર વાળા બધાને વતેઓછે અંશે નકારાત્મકતા આપે છે.
આપણે બાળકોને દીકરો હોઈ કે દીકરી તેમનામાં આપણી ઈચ્છાઓને નથી રોપવાની પરંતુ તેમની ઈચ્છાઓને બહાર લાવી તેમના ધ્યેય શોધવામાં મદદ કરવાની છે. પહેલા આપણી પાસે વધારે વિકલ્પો નોહતા કહેવાઈ તો ડૉક્ટર, ઈંજીનેર, વકીલ, પાઇલોટ ને એજ હતું પરંતુ અત્યારે તો બાળકો પાસે ખુલ્લું આકાશ છે જેમાં તે ગમે તેમ ઉડી શકે ફક્ત જરૂર છે તો સાચા માર્ગદર્શનની અને લાઈકાતની પંખોની.
આપણે આપણા બાળકોને મંઝિલ નથી બતાવવાની એ તો એ પોતે જ શોધી લેશે આપણે તો ખાલી એમને રસ્તો બતાવવાનો છે એને જીવનના સાચા મૂલ્યો સમજાવવાના છે અને જયારે તેઓ એ રસ્તા ઉપર ચાલતા હોઈ ત્યારે ક્યારેક નિરાશ થઈને થાકીને પાછળ જુએ તો આપણને પાછળ જુએ તો એમની હિંમત વધી જાઈ ને ફરીથી જુસ્સાભેર આગળ વધે. આજની પેઢી જોવા જઈએ તો આપણી સરખામણીમાં વધારે ઈમાનદાર છે દરેક બાબતે પ્રશ્ન પૂછશે આંધળું અનુકરણ નહિ કરે. આપણે તો વગર પ્રશ્ન પૂછીએ આપણા માતા પિતા વડીલોને માનતા, કહેતા એ પ્રમાણે કરતા. અત્યારે વિચાર કરીએ તો સમજાઈ કે આપણી પાસે પ્રશ્નો નોહતા કે આપણે પૂછવાની જાણવાની દરકાર જ નોહતા કરતા??
ખેર જે હોઈ તે આપણો સમય તો ગયો પરંતુ આપણા બાળકોની સાથે આપણે પણ આપણામાં સમય પ્રમાણે પરિવર્તન લાવીએ. તેઓને, તેઓના વિચારોને સમજીએ અને તેમને જીવનમાં આગળ ઉચ્ચ જીવન મૂલ્યો સાથે વધવામાં સાથ આપીએ. યાદ રાખીએ માર્ગદર્શન આપીએ, હુકમ નહિ, જો એ થાકે હારે તો હિંમત આપીએ ઠપકો નહિ પછી જુઓ તે શું કરે છે!!!! આજનું બાળક આવતી કાલ આપણો પરિવાર અને દુનિયા ચલાવશે આથી સાચું માર્ગદર્શન અને જીવનના સાચા મૂલ્યો પ્રેમ, દયા, કરુણા, સચ્ચાઈ, ઈમાનદારી, મહેનત આ બધું શીખવવું ખુબ જરૂરી છે.
તમને શું લાગે છે મિત્રો ??? ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






Right che
જવાબ આપોકાઢી નાખોKhare khar sachi vat 6 ,
જવાબ આપોકાઢી નાખોખૃબ સરસ માહીતી આપી છે શામ ડીવાઇન
જવાબ આપોકાઢી નાખો