શેની કિંમત કરવી??? સંબંધોની કે પૈસાની?? અંતે શું કામ આવે?? / What to price ?? Relationships or money ?? What seems to work in the end?

 

શેની કિંમત કરવી??? સંબંધોની કે  પૈસાની?? અંતે શું કામ આવે??


આપણા સમાજમાં બધાને સયુંકત પરિવાર નથી ગમતો. જોકે અત્યારે તો બહુ ઓછા સંયુક્ત પરિવારો છે પણ હકીકતે અત્યારે જ સયુંકત પરિવારોની જરૂરત છે.
પહેલાના ઝમાનામાં તો ઘરના પુરુષો જ કામ કરતા જયારે ઘરની સ્ત્રીઓ ઘર જ સંભાળતી આથી ઘરના બાળકો ખુબ જ સરસ રીતે સચવાઈ જતા અને સંસ્કારો પણ બાળકોને ખુબ સરસ મળતા. પરંતુ અત્યારે ઘરમાં પતિ પત્ની બંને કામ કરે છે અને સંયુક્ત પરિવારમાં પણ નથી રહેતા આથી બાળકોને કાંતો આયાના ભરોસે મૂકે છે અથવા તો નર્સરીમાં કે મુકવા પડે છે. આમાં બાળકો બિચારા માબાપના પ્રેમ માટે એમના સમય માટે તરસતા રહે છે. પરંતુ બધાને બાળકોને નર્સરીમાં અને આયાના ભરોસે મુકવા તૈયાર છે પણ સંયુક્ત પરિવારોમાં રહેવું નહિ.

એનું શું કારણ હોઈ શકે??? આ વિચારવા જેવું છે. ભારતમાં પણ લગભગ બધા હવે કામ કરતા થયાં છે અને ત્યાં પણ સંયુક્ત પરિવારો તૂટતાં જાય છે. અહીંયા ઇંગ્લેન્ડમાં તો બધા જ કામ કરે છે અને ઘરે બેસવું પણ ના પોશાઇ એટલે બાળકોને નર્સરીમાં મુકવા પડે છે. આ બાળકોને દેખરેખ રાખવા વળી નર્સરીમાં પૈસા પણ બહુ ખર્ચવા પડે છે. પરંતુ ઘણા લોકો તેમના દાદા દાદી કે નાના નાની પાસે મૂકે છે. જો તે પણ કામે જતા નો હોઈ તો.

આવે સમયે એમ થાઈ કે જો સંયુક્ત પરિવાર હોઈ તો બધા શાંતિ પૂર્વક પોતાના બાળકોને પોતાના વડીલો પાસે રાખી ચિંતા વગર રાખી કામ કરી શકત. પરંતુ આટલી તકલીફો હોવા છતાં સંયુક્ત પરિવારમાં રહેવું નથી ગમતું.

પહેલાના ઝમાનામાં માણસોની ધીરજ સહનશક્તિ વધારે હતી અને એક બીજા વચ્ચે સમજણ પણ ખુબ હતી આથી પેઢીઓને પેઢીઓ સાથે રહી શકતા પણ અત્યારે માણસોની સહનશક્તિ, ધીરજ અને સમજણ ઓછી થતી જાઈ છે. જનરેશન ગેપ જોકે પહેલા પણ હતો પરંતુ એક સમજણ હતી અને અત્યાર જેવા માણસોના શોખ અને મહત્વકાંક્ષાઓ નોહતી બધા સંતોષ પૂર્વક સાથે રહેતા.

અત્યારે ઝમાનો બદલાઈ રહ્યો છે બધાને સરસ આરામદાયક અને સુંદર રીતે બધાને પોતાની રીતે જિંદગી જીવવી છે. બધાને પોતા માટે સમય જોઈએ છે બધાને પોત પોતાની સ્વતંત્રતા વ્હાલી છે કોઈને કોઈ જાતની રોકટોક પસંદ નથી આવતી આથી મુશ્કેલીઓ હોવા છતાં આજના યુવાનો સંયુક્ત પરિવારોમાં રહેવાનું પસંદ નથી કરતા.

આમાં એવુ નથી લાગતું કે બધાએ થોડું થોડું પોતાની રીતે એડજસ્ટ થવું જોઈએ. ઘરના વડીલોએ એક મોટું હૃદય રાખી દીકરા વહુઓને ઝમાના પ્રમાણે હરવા ફરવાની પોતાની રીતે વર્તવાની અને  તેઓની સ્વતંત્રતાનું ધ્યાન રાખવું જોઈએ જયારે સામેની બાજુ ઘરના યુવાનોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ ઘરમાં વડીલોનું માન જાણવવું અને એક સમજદારી દાખવાવી. જો બધા એક બીજાને સમજી, કોઈ પણ બાબત હોઈ તો ખુલ્લા મને વાત કરવી,બધાએ પોતપોતાની જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવવી જોઈએ. ભગવાન બધાને એક જ જિંદગી આપે છે તો ખુબ ઉત્સાહથીજ પ્રેમથી, આનંદથી, એકબીજાના સાથ સહકારથી જીવવું જોઈએ અને એકબીજાની પ્રેરણા બનવું જોઈએ. કામ કરીને પૈસા કમાશું  સંબધો નહિ, પૈસા કમાઈને વસ્તુ ખરીદી શકશુ પણ પ્રેમ કે સુંદર યાદો નહિ, બાળકોને પૈસાથી આરામદાયક જીવન આપી શકશું પણ એ પ્રેમ એ હૂંફ નહિ, જયારે તેઓને જીવન ઘડતર માટે જોતો હોઈ. આ બાબત ચોક્કસ વિચારજો મિત્રો!!!! સમાજનો પાયો સુંદર સંસ્કારી અંખડ પરિવાર છે. સારા પરિવારોથી સારો સમાજ અને સારા સમાજથી સારુ શહેર ને દેશને પછી દુનિયા. આપણે બીજાને સુધારવા હંમેશા તત્પર રહીએ છીએ પણ એમાં પોતાની અંદર તો જોતા જ નથી. સારો પરિવાર સુખ દુઃખમાં સાથ આપશે પૈસો સંબધો ખરીદી શકશે કદાચ પણ દિલની સાચી લાગણીઓ નહિ.

ચોક્કસ વિચારજો અને મને પણ  કહેશો કે તમારું શું માનવું છે??? ચાલો ત્યારે ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday