જીવનમાં શું યાદ રાખવું?? શું ભૂલી જવું???/ What to remember in life ??? What to forget ???

 

જીવનમાં શું યાદ રાખવું?? શું ભૂલી જવું??


આપણે બાળપણથી લઈ અત્યાર સુધી જીવ્યા તેમાં આપણી પાસે ઘણી બધી યાદો હશે. થોડી ખાટી થોડી મીઠી યાદો હશે. ઘણી યાદોને યાદ કરવાની ખુબ મજા આવે, એમ થાઈ કે યાદ કર્યે જ રાખ્યે અને અમુક એટલી ખરાબ યાદો હોઈ કે  ક્યારેક યાદ આવી જાઈ તો પણ હૃદયમાં એક ટીશકારો ફૂટી નીકળે છે.

ઘણા માણસોને એવી ટેવ હોઈ છે કે બસ એને જે ખરાબ અનુભવ થયાં હોઈ તેને જ યાદ કરી કરીને કોસયે રાખતા હોઈ. ઘણા ખુબ જ સરળતાથી ભૂલી જતા હોઈ છે. જોકે સારા અનુભવોને, સારી યાદોને યાદ કરવાથી શરીરમાં એક અજબની સકારાત્મક લાગણીનો અનુભવ કરાઈ છે અને તે મન શરીર આત્મા માટે પણ ખુબ સારુ છે. જયારે તમે સારી વસ્તુ કે યાદો કે પછી સારા અનુભવ વિશે વાત કરો ત્યારે તમારામાંથી એક અજબ આત્મવિશ્વાસ પ્રગટ થતો હોઈ છે. જયારે ખરાબ અનુભવ કે ખરાબ યાદો વિશે વાત કરવાથી શરીર અને મન બંને ઉપર ખુબ માઠી અસર તરત જોવા મળે છે. જે નકારાત્મક અસર કરે છે.

ઘણી વખત ઘરના સભ્યો સાથે થયેલ બોલાચાલી, સહકાર્યકર સાથે થયેલ દલીલ ચાલુ નાને પાયેથી થાઈ છે અને તે ક્યારે મોટું થઈને આપણા મન ઉપર કબ્જો જમાવી લ્યે ખબર પણ નથી પડતી. પછી ચાલુ થાય વિચારોના વમળ અને પછી તો મન એક એક વિચારની દલીલની કાંકરી નાખતું જાયને વમળો થતા જાઈ. ઘણી વખત તો એ એટલા પ્રબળ હોઈ છે કે દિવસો સુધી વિચારો ચાલુ જરહે છે.

હવે આ સારા વિચારો હોઈ કે ખરાબ એને અટકાવવા કેવી રીતે? સારા હોઈ તો તો કોઈ નુકસાન નથી પરંતુ જો તે ખોટા અને નકારાત્મક વિચારો હશે તો પછી નુકસાન જ નુકસાન છે અને એને અટકાવવા જરૂરી છે. ઘણી વખત આપણે જે વસ્તુ વાસ્તવ નથી હોતી ખાલી મનથી કલ્પના જ કરતા હોઈએ છીએ અને ખોટા ડરતા અને વિચારતા રહેતા હોઈએ છીએ. આપણે આપણા મનને એવી રીતે તાલીમ આપવી જોઈએ કે એ એજ વિચારે કે જે આપણે વિચારવું છે. એની માટે આપણે મનને નાની કસરત કરાવવી પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ સામે પોતાની મન પસંદ ચોકલેટ રાખવી ને પછી પોતાના મનને સમય આપવો કે હું તને અડધી કલાક પછી જ ખાઈશ. આવીરીતે બીજી વખત બીજી પછી ત્રીજી વખત. આમ દર વખતે પોતાના મનને નવા નવા ચેલેન્જ આપતું રહેવું જોઈએ. મનમાં હંમેશા સારા વિચારો જ વાવવા જોઈએ. જેવા જેના વિચારો તેવું તેનું આચરણ અને જેવું જેનું આચરણ તેવું એનું જીવન. સારી વાતો યાદ રાખવી પરંતુ આપણને દુઃખ પહોંચાડે એવી વાતોને વિચારોને ચોક્કસ અટકાવવા જ જોઈએ. મનને ખરાબ યાદોથી અને વિચારોથી બચાવવાં માટે મનની અને વિચારોની દિશાને બદલાવી નાખવી.

તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day