આપણા સુખની ચાવી કોની પાસે???/ Who has the key to our happiness ???

 

આપણા સુખની ચાવી કોની પાસે?????


આપણે જીવનમાં જન્મથી છેક મારીએ ત્યાં સુધી બસ દોડે જ રાખીયે છીએ. આપણી જિંદગીના દિવસો પુરા થઈ જાઈ છે પરંતુ આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી. આ ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણે બધા પાસે કોઈ ને કોઈ અપેક્ષાઓ રાખીએ છીએ.

બાળક હજી જન્મેલુ જ હોઈ ત્યાં તો પરિવાર એની સાથે અપેક્ષાઓ કરતા થઈ જાઈ છે. જો દીકરો હોઈ તો કહેશે કે મારો દીકરો મોટો થશે, ખુબ ડાહ્યો દીકરો થશે, ખુબ ભણશે, મોટો ધંધો કે ખુબ સારી નોકરી કરશે, એની માટે સુંદર છોકરી શોધી લગ્ન કરશું, એના બાળકો સાથે રમશું ને આરામથી જિંદગી જીવશું, બાળકો આપણા બુઢાપામાં આપણી ખુબ સેવા કરશે ને કંઈ  કંઈ ................ જો દીકરી હોઈ તો આતો મારી સુંદર રાજકુમારી ખુબ ડાહી દીકરી થશે, ભણશે ગણશે મોટી થશે, સાસરે જશે,  આપણા ને એના સસરાનું બેયના કુળ નામ તારશે ને કંઈ કંઈ............. ને કેટલી બધી આશાઓ ને અપેક્ષાઓ જન્મતાની સાથે જ બાંધવાનું ચાલુ કરી દેશે. હવે આ બધી જ અપેક્ષાઓ પૂરી થાઈ તો તો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ જો પૂરી ના થાઈ તો પછી ખુબજ દુઃખ છે, આંસુ છે અને તકલીફ છે.


તો શું આપણે આપણા બાળકોને લઈને કોઈ સ્વપ્ન જ નો જોવા???? એમની પાસે કોઈ અપેક્ષા જ ના રાખવી??? તેઓના કંઈ જ ના કહેવું??? આવા ઘણા પ્રશ્નો તમારા મગજમાં આવી ગ્યા હશે બરોબર ને!!!! હું કહીશ કે ના. આપણા બાળકો એ એક સ્વતંત્ર આત્મા છે અને તે પણ તેના પૂર્વ જન્મના સંસ્કારો સાથે જન્મ્યા હોઈ છે. થોડા સંસ્કારો આપણી પાસેથી લે છે અને પોતાનું જીવન બનાવે છે. આપણે તેમની પાસે અપેક્ષાઓ કરીએ છીએ અને તે પૂરી થાઈ એવી ઈચ્છા પણ રાખીએ છીએ. સાચો ખેલ અહીંથી શરુ થાઈ છે. અપેક્ષાઓ રાખવી, ઈચ્છાઓ કરવી એમાં કંઈ પણ ખોટું છે એમ હું નથી માનતી પરંતુ આ ઈચ્છાઓ અને અપેક્ષાઓ કોઈ પણ ભોગે પૂરી થવીજ જોઈએ એ ઈચ્છા રાખવી એ સૌવથી મોટું દુઃખનું કારણ છે.

આજના આ બદલતા યુગમાં બધું જ ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. બાળકો પાસે, પત્ની પાસે, માતા પિતા પાસે, મિત્રો સગા સંબંધીઓ પાસે આપણે ઘણી બધી અપેક્ષાઓ રાખતા હોઈએ છે અને આપણી અપેક્ષાઓ મુજબ થાઈ એમ પણ ઇચ્છતા હોઈએ છે અને એમ ના થાઈ ત્યારે પછી ચાલુ થાઈ ફરિયાદો, ઝગડાઓ અને એક બીજા ઉપર દોશારોપણ.

આનાથી બચવાં શું કરવું??????

આપણે પુરા હૃદયથી આપણી બધી જ ફરજો બધા પ્રત્યે નિભાવવી. કોઈ આપણું કરે તો સારુ અને નો કરે તો કાંઈ નહિ જવા દો. અપેક્ષાઓ રાખો જ નહિ જોકે એમ કરવું અઘરું છે પરંતુ અપેક્ષાઓ રાખો છો તો તમારા ધાર્યા મુજબ જ થાઈ એવુ માનવું છોડી દો. અને જો એમ પણ માનવું  અઘરું લાગે તો ખુલ્લા મને વાત કરી લો કે મેં તારી પાસે આ અપેક્ષા રાખી હતી પણ તેમાં તું ખરો ના ઉતાર્યો/ઉતરી મને ખુબ દુઃખ થયું. આમ કરવાથી તમે થોડા દુઃખથી બચી જશો.

પણ આમાંથી કાયમ માટે બચવાનો મને એક જ ઉપાય લાગે કે આપણે અપેક્ષાઓ જ ના રાખવી આપણી ફરજમાં આવે તે કરવાનું, બાળકોને પરિવારને પૂરો સાથ અને સહકાર આપવો બદલામાં એ તમારી માટે કરે તો તમારી માટે બોનસ અને ના કરે તો સમજવુ તમારું આગલા ભવનુ કાંઈ ઋણ હતું જે તમે ચૂકવ્યું. હંમેશા આપવાની ભાવના સાથે કામ કરવું. કોઈ પણની સાથે જયારે લાગણીવશ જોડાયે ત્યારે આપોઆપ અપેક્ષાઓ પણ જોડાઈ જાય છે પરંતુ ભગવાને ગીતામાં કીધું તે પ્રમાણે આપણું ધાર્યું થાઈ તો સારુ જો નો થાઈ તો વધુ સારુ. જયારે આપણે આપવાની ભાવના સાથે કાર્ય કરીએ ત્યારે અજબનો સંતોષ મળે છે અને આપણે ખુબ જ હળવાશ નો અનુભવ કરીએ છીએ અને સૌવથી મોટી વાત આપણને ક્યારેય કોઈ દૂખી નથી કરી શકતું. આપણા સુખની ચાવી હંમેશા આપણા હાથમાં જ રહે છે.


તમારું શું કહેવું છે મિત્રો મારાં વિચારો વિશે ચોક્કસ જણાવશો. ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday