આખરે દુશ્મન કોણ??? / Who is the enemy after all?

 ૐ 

આખરે દુશ્મન કોણ??



તમે કહેશો કે આજ઼ વળી આ કેવો વિષય??? આપણે થોડા ક્યાંય લડાઈ કરવા જઈએ છે તે આપણા દુશ્મન હોઈ. એકદમ સાચી વાત છે. આપણે થોડા સરહદ ઉપર લડાઈ કરવા જઈએ છે તે આપણા દુશ્મન હોઈ!!! અરે!! આપણે તો એટલા શાંતિપ્રિય માણસો છે કે આપણે સરહદ ઉપર તો શું આપણે આપણી શેરીઓમાં પણ નથી લડાઈ કરતા. એકદમ શાંતિથી વસવાટ કરીએ છીએ.

પરંતુ આપણે એક છોકરી તરીકે જન્મ લીધો, દીકરી તરીકે મોટા થયાં, ઘરમાં બધાની કાળજી લીધી, બેન બની મિત્ર બની ભાઈને મદદ કરી,  બેનપણી બની  બેનની મદદ કરી, બધાનું ધ્યાન રાખ્યું.  પછી સાસરે આવ્યા ત્યાં પણ બધાનું ખુબ ધ્યાન રાખ્યું, ઘરના વડીલોનું, ઘરના નાના મોટા દરેક સભ્યોનું બાળકો બધાનું ખુબ ધ્યાન રાખ્યું. ઘણા ધૂપ છાવ પણ જોયા. પરંતુ ઘણી તુંતું મેં મેં પણ જોઈ. આખરે આ તુંતું મેં મેં નું જવાબદાર કોણ? તમે કહેશો કે જ્યાં જે ઘરમાં સાસુ નામનું અને નણંદ નામનું પાત્ર હોઈ ત્યાં લડાઈ તો હોવાની જ અને ઉપરથી મોઢું ચડેલ જેઠાણી અને સાસુની લાડકી દેરાણી. આ બધા જ્યાં હોઈ ત્યાં થોડી તું તું મેં મેં તો હોવાની જ. સાચી વાત!! એટલા સભ્યો હોઈ ત્યાં વાસણ તો ખખડવાના જ. આ સામાન્ય પણ કહેવાય કેમ કે જ્યાં એટલા બધા સભ્યો હોઈ ને કંઈ ના હોઈ તો જ નવાઈ કહેવાય!!!

સંયુક્ત પરિવારમાં એવું બંને પરંતુ અત્યારે તો હવે આવડા મોટા સંયુક્ત પરિવાર જોવા નથી મળતા. બધા પોતપોતાના નોકરી ધંધા અર્થે બહાર વસતા હોવાથી વાર તહેવારે જ ભેગા થતા હોઈ છે. પરંતુ આ સ્ત્રી નામનું જે પ્રાણી છે તે ઘણું વિચિત્ર છે. ઘણી વખત બધું શાંત હોઈ તે તેનાથી સહન થતું નથી આથી કાંઈ ને કાંઈ ખણખોદ  કર્યા વગર રહી જ ના શકે. વહુ દીકરાને સાથે હસી મજાક કરતા જોવે તો તકલીફ, ભાઈ ભાભી માટે કાંઈ ભેટ લાવે તો નણંદને તકલીફ, જો સાસુ નણંદને કાંઈ આપે તો ભાભીને તકલીફ, દેરાણી કે જેઠાણી હોઈ તો કામકાજમાં કે છોકરા બાબત કજિયા,  જો પતિ તેની મા માટે કાંઈ લઈ આવે તો પત્નીને તકલીફ, વગેરે વગેરે..........

આ બધી પરિસ્થિતિઓમાં સ્ત્રી વિલન અને હિરોઈન બંનેની ભૂમિકાને બરોબર ન્યાય  આપે છે. તે બીજાના કાન ( પતિ ) એવી સફાઈથી ભારે છે કે ઘરમાં નાનકડો ઝગડો મોટું સ્વરૂપ ધારણ કરી  ઘર વચ્ચે દીવાલો ચણાયાના પણ દાખલા બન્યા છે. પરિવારોના મોટા ભાગના ઝગડાઓના પાયામાં આ સ્ત્રી નામનું પ્રાણી જ મળે. હું પૂછું છું આવુ શું કામ???  શું આપણે સ્ત્રી તરીકે એટલા બધા ઈર્ષાળુ બની જઈએ છે કે આપણે ઘરની શાંતિને, આપણા મનની શાંતિને પણ દાવ પર લગાડી દઈએ છે. જીવનમાં દરેક એના નસીબનું ખાય છે.  સ્ત્રીને એક દેવીનો દરજ્જો આપેલો છે તો શું એક નિજી સ્વાર્થ માટે આપણે કપટ કરી આપણા જ ઘરમાં યુદ્ધનું મેદાન તૈયાર કરીએ છીએ?

 આપણું ઘર પુત્રવધુથી ચાલે છે તો એને પોતાની દીકરી જેટલું માન કેમ નહિ??? શબ્દ પણ કેટલો સરસ છે    " પુત્રવધુ " જે પુત્ર કરતા વધારે છે તે અને છે પણ ખરી ધારોકે સાસુ બીમાર પડે, એનાથી પોતાનું કાંઈ કામ ના થાય  જેમ કે નાવું ધોવું તો એ શું પુત્ર કરશે એની માને કે દીકરાની વહુ???? વિચારજો.......... ઘરની દીકરી છે એ ઘરની દીકરી હંમેશા રહેશે સાસરે ગયા પછી પણ દીકરી પિયર આવે તો ભાભીએ એને ખુબ લાડથી રાખવી એક મિત્રની જેમ રાખવી, એના ઘરના પ્રસંગો પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે સરખી રીતે સાચવી લેવા અને દીકરીએ પણ ભૂલવું ના જોઈએ કે પોતે પણ બીજા ઘરની પુત્રવધુ છે. કંઈપણ ખણખોદ પિયરમાં કરતા પહેલા વિચાર કરવો. સાસુએ દીકરીને કાંઈ આપવું હોઈ તો પુત્રવધુની સલાહ લેવી અને પુત્રવધુએ પણ એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું કે ઘરની દીકરી છે    એનો એ હક છે સાસરે ગઈ એટલે બધું પૂરું થઈ ગયુ એવુ નહિ માનવું. સાસુએ પણ જો ઘરમાં બે પુત્રવધુઓ હોઈ તો બંનેને સરખી રીતે બેસાડી સમજાવવી પોતાની દીકરીની જેમ. હંમેશા યાદ રાખવું કે એ પણ ક્યારેક એની પુત્રવધુની જગ્યાએ હતી.

અત્યારે તો સંયુક્ત પરિવારો બહુ ઓછા મળે છે પરંતુ વાર તહેવારે કે પ્રસંગે ભેગા થવાનું હોઈ તો પણ જો બધામાં મીઠાસ હશે એકબીજા ઉપર વિશ્વાસ હશે પ્રેમ હશે તો વિભક્ત હોવા છતાં એ પરિવાર સંયુક્ત જ કહેવાય. ઘણી વખત ઘરના પુરુષો પણ ઝઘડામાં ભાગ ભજવતા હોઈ છે પણ બોવ ઓછું બનતું હોઈ. સ્ત્રીનો હાથ મોટો હોઈ છે. દીકરા દીકરીમાં ભેદભાવ કરવાની શરૂઆત પણ સ્ત્રીથી જ થાઈ  છે. ચાલો આના વિશે પછી ક્યારેક પરંતુ મિત્રો હવેથી સાથે એક ઘરમાં રહેતા હોઈ તો સમજદારીથી, સંબંધોમાં જેટલી પારદર્શિતા હોઈ તેટલા સંબધો મજબૂત. પછી ભલે તે ભાઈ - બેનનો હોઈ કે પતિ -પત્નીનો હોઈ કે સાસુ - વહુનો હોઈ કે દેરાણી - જેઠાણીનો હોઈ કે નણંદ - ભાભીનો હોઈ કે પછી મિત્રતાનો હોઈ ઈમાનદારી અને સચ્ચાઈ દરેકે સંબધોમાં હોવી જરૂરી છે. જે ના ગમે તેના વિશે પ્રેમથી વાત કરી સમજાવો અને જે સાચું હોઈ પછી ભલે તે ગમતું ના હોઈ તો પણ સ્વીકાર કરો.

બરોબર ને મિત્રો!!!!!તમને શું લાગે છે ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday