કોણ બચાવશે આ કોરોનાથી??/Who will save from this corona ??

 

કોણ બચાવશે આ કોરોનાથી??

 

દુનિયામાં અત્યારે બધે જ એક વાત છે કે કોરોનાથી કેમ બચવું? કોરોના આવ્યો એને સવા વર્ષ જેવું થઈ ગ્યું. વિશ્વમાં ચારે બાજુ કરોડોની સંખ્યામાં માણસો મારી ગ્યા ખાલી કોરોનાથી જ. અમુક તો સાવ નાનકડા દેશ અને મરવાની સંખ્યા જુઓ તો મોટી. દેશ નાના કે મોટા પણ દરેક મૃતકનો એક પરિવાર એટલે કરોડો પરિવારો આ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે અત્યારે.

કોઈએ પણ એટલું બધું થશે અને એટલું લાબું ચાલશે એવું તો ધાર્યું જ નોહતું. પણ હજી એજ રફ્તાર છે,  કોરોનાની,  ઉલ્ટુ પહેલા કરતા પણ બમણી છે. મરવાવાળાની સંખ્યા પણ વધારે છે. મોટા ભાગના લોકોને વેક્સીનનો પહેલો ડોઝ મળી ગયો છે છતાં પણ ફરીથી કોરાના થાઈ છે અને જેની મેડિકલ કન્ડિશન થોડી નબળી હોઈ તો તો વધારે સહન કરવું પડે છે અને મૃત્યુની મુલાકાત પણ થઈ જાઈ.

સાવધાન મિત્રો!!!! આપણે નક્કી જ કરી લેવાનું છે કે હજી બેથી ત્રણ વર્ષ જેટલું તો લાગી જ જશે બધું પેલા જેવું સામાન્ય થતા. એટલે જો તમે ઈન્જેકશન લઈ લીધું હોઈ તો પણ બેદરકારી દાખવવાની નથી. તમારી આજુબાજુ કોઈ ના હોઈ તો જ માસ્ક વગર ચાલજો નહીંતર પહેરવાનું જ. હાથ પર સેનિટાઇઝર પણ અવારનવાર ચોપડતા જ રહેવું. ખાસ જયારે કોઈ વસ્તુ વગેરેની લેવડ દેવડ કરો તો કમ સે કમ પાણી વાળા કપડાથી લૂછીને અડો. ફરીથી ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખો. જો કોઈ લક્ષણ જણાય તો કોરાના ટેસ્ટ ચોક્કસ કરવો.

ભારતમાં ખુબ જનસંખ્યા હોવાથી ભીડમાં એકબીજા વચ્ચે અંતર રાખવું થોડું મુશ્કેલ છે પરંતુ માસ્ક તો બધા પહેરી જ શકે. કોઈ સામે આંગળી નથી ચિંધવાની બધાએ પોતાના પોતાની જ જવાબદારી લેવાની છે. પહેલાના ઝમાનામાં સ્ત્રીઓને ઘૂંઘટમાં ના રહેવું પડતું???? પુરુષોએ તો ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે બારે અવર જવર એ લોકો વધારે કરતા હોઈ છે.  એક બે વર્ષ બારે હોલીડે કરવા નઈ જશો તો ત્યાંથી એ સ્થળ બીજે ચાલ્યું નહિ જાય. અત્યારે ખુબ બધી સગવડો છે ઈન્ટરનેટની ને બધી તો ઘરે રહો, નવું શીખો અહીંયા યુકે ની અંદર પણ હજી ચાર પાંચ હાજર જેટલાં નવા કેસો દરરોજ આવે છે ફક્ત મૃત્યુદર થોડો ઘટ્યો છે બાકી તલવાર તો માથે લટકે જ છે.

તો મિત્રો માની લ્યો કે ઈશ્વરે આપણને સાવધાન થવા, કુદરતનું માન જાણવવામાં એની કાળજી પૂર્વક જાણવણી કરવામાં જ મનુષ્યની ભલાઈ છે. કોરોનાથી જો કોઈ આપણને બચાવશે તો એ આપણે પોતે ખુદ. માટે ઈશ્વર અને ખુદાની રાહ ના જોવો એ તો આપણને ઉપર બોલાવવા તૈયાર જ છે. તો હજુ  સાવધાની રાખો,

સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને ખુબ મસ્ત રહો. તો ફરી મળીયે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....