ગુસ્સો કેમ આવે છે? / Why does anger come?
🕉
ગુસ્સો કેમ આવે છે? / Why does anger come?
આપણી પાસે ઘણી લાગણીઓ છે અને તે બધી વાતે ઓછે અંશે આપણે સમય પ્રમાણે બતાવતા જ હોઈએ. પ્રેમ, દયા, ઈર્ષા, ગુસ્સો, ખુશી, ડર, દુઃખ, વિશ્વાસ આ બધી જ લાગણીઓ આપણે સમય પ્રમાણે દર્શાવતા હોઈએ છે.
ઈશ્વરે આ લાગણીઓની ભેટ પશુ પક્ષીઓને પણ આપી છે અને તેઓ પણ એમની લાગણીઓ બતાવે છે. લાગણીઓ તો ઘણી છે પણ આજ આપણે ગુસ્સા વિશે વાત કરશું જેને આપણે ક્રોધ એ નામથી પણ ઓળખીએ છીએ. ગુસ્સાનો અને ક્રોધનું કોઈ નજીકનું સગું હોઈ તો એ છે ઈર્ષા. હા!! બરાબર સમજ્યા!!!
આપણી અંદર જયારે ઈર્ષાની ભાવના થાઈ ત્યારે આપણે કાંતો એ મેળવવાની કોશિશ કરીએ છે અને તેમ છતાં એ ના મળે તો આપણી અંદર ચોક્કસ ગુસ્સાની લાગણી જન્મે. બીજું જયારે જે છે એને એ સ્વરૂપમાં ના સ્વાકરીએ અને તેને આપણી રીતે બદલવાની કોશિશ કરીએ અને તે આપણા ધાર્યા પ્રમાણે ના બદલાઈ ત્યારે ખુબ ગુસ્સો આવે છે. શરૂઆતમાં જયારે ગુસ્સો આવે અને તે થોડીવારમાં શાંત થઈ જાય તો સારુ પરંતુ જો તે શાંત ના થાઈને લાંબો ચાલે તો એ ક્રોધમાં ફેરવાઈ છે અને પછી એ આપણી જિંદગીમાં વિનાશને નોતરે છે. પછી તે ઘર પરિવાર હોઈ કે પછી કામ ધંધો હોઈ કે મિત્રો હોઈ બધે કઈંક તો વિનાશ સરજે જ છે.
પહેલા મને વાતે વાતે ગુસ્સો આવતો જેમ કે જયારે મારે મારી લાગણીઓને દબાવવી પડતી, જેમકે ઘણી વખત એવુ બનતું કે મારે કાંઈ વસ્તુ લેવી હોઈને મારાં પરિવારના લોકોને બીજી જ વસ્તુ પસંદ આવે અને હું કાંઈ ના બોલી શકતી તો મને ખુબ ગુસ્સો આવતો. પછી જયારે મારાં બાળકો મારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ કરતા તો મને ગુસ્સો આવતો. આવી તો ઘણી એવી બાબતો હતી જે મને ખુબ ગુસ્સો દેવડાવતી. આવું મારી સાથે અવાર નવાર બનવા લાગ્યું અને હું મારાં ગુસ્સા ઉપર મારો કેન્ટ્રોલ ગુમાવવા લાગી. જોકે એમ કહી શકું ગુસ્સાએ મને કંટ્રોલ કરી લીધી. પછી તો નાની વાતમાં ગુસ્સો આવવા લાગ્યો. જેમાં મારી આજુબાજુ જે લોકો હતા તેઓ તો મારાં ગુસ્સાનો ભોગ બનતા જ પરંતુ સૌવથી વધારે તો મારું જ નુકસાન હતું. જે મને પોસાઈ તેમ જ નોહતું આથી મેં નક્કી કરી લીધું કે એની ઉપર જીત મેળવીને જ રહેવી.
મેં ધ્યાન કરવાનું ચાલુ કર્યુ. મેં મારી જાતને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યુ. મેં નક્કી કરી લીધું કે મારી ઉપર મારો જ કંટ્રોલ હોવો જોઈએ નકે બીજાનો. બીજાની જે પરિસ્થિતિ હોઈ, જે મનોસ્થિતિ હોઈ પણ તે મારી મનોસ્થિતિ બદલાવી નાંખે એટલી તાકાતવર તો નોજ હોઈ શકે. આવું નકકી કરતાની સાથે મને અંદરથી એક અદ્ભૂત લાગણી થઈ અને મેં દરરોજ મારાં ધ્યાનમાં આ બોલવાનું ચાલુ કર્યુ અને થોડા દિવસોમાં મેં મારી અંદર ઘણા જ સકારાત્મક બદલાવ જોયા. મેં જે પરિસ્થિતિ હોઈ કે જે મનુષ્ય જેવો છે તેવો જ એને સ્વીકારવાનું ચાલુ કર્યુ. મારી લાગણીઓને દબાવવાની જગ્યાએ કહેવાનું ચાલુ કર્યુ અને જયારે ના કહી શકુ એમ હોઈ ત્યારે એની લખવાનું ચાલુ કર્યુ અને એ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાનું ચાલુ કર્યુ ત્યારે મને એની મેળે જ જવાબો મળતા ગયા. મેં મારી મારાં કામની બધી જ જવાબદારી લેવાનું ચાલુ કર્યુ ત્યારથી ચોક્કસ પણે સમજાવવા લાગ્યું કે બહારની પરિસ્થિતિ ત્યારે આપણી ઉપર અસર કરે જયારે આપણે એને અનુમતિ આપીએ. ઘરની અંદર તો જોઈતા અને વણજોઈતા બંને મહેમાનોને મને કમને આવકારવા જ પડે છે પરંતુ આપણા મનમાં આપણે કોને આવકારવા એ તો આપણી ઉપર જ છે. તો ચાલો મિત્રો આપણા મનમાં સદગુણોને આવકારીએ જેથી જીવનમાં પણ એ આવે. તમારું શું કહેવું છે આ ગુસ્સા નામના દુશ્મન વિશે?? કમેન્ટ કરી ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને વાંચતા રહો. શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏 |
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો