નિર્ણય લેવાની ઈચ્છાશક્તિ / Willingness to make decisions

 🕉

નિર્ણય લેવાની ઈચ્છાશક્તિ

દરેક માણસની ઈચ્છા હોઈ કે બધું એનું ધાર્યું થાઈ, જીવનમાં જે કંઈ પણ ઈચ્છા હોઈ એ પૂરી થાઈ, એ જે ધારે તે કરી શકે, જે કામ કરે તેમાં તેને સો ટકા સફળતા મળે. હોઈ છે ને આવી ઈચ્છા. પણ આવી ઈચ્છા કોની ના હોઈ??? કોને જીવનમાં એની ઈચ્છા પૂરી કરવાવાળો અલાદીનનો જિન ના જોઈતો હોઈ???? બધાને એમ થાઈ કે કાશ મારી પાસે એ જિન હોઈ તો હું બધું જ મેળવી લવ અને દુનિયામાં બધાથી સુખી અને સમૃદ્ધ બની જાવ. બરોબરને!!!! શું ખરેખર આવું અલાદીનના જિન જેવું કંઈ હશે કે????

હું કહીશ, હા. આ અલાદીનની વાર્તા ખૂબ સરસ છે. જેમાં જિન એની બધી ઈચ્છાઓ પૂરી કરે છે પણ આપણાં બધા પાસે એક અલાદીનની જેમ જ જિન છે અને તે છે આપણું શક્તિશાળી મન.

જી હા!!! મનની તાકાત અદ્ભૂત છે જો તમને વાપરતા આવડે તો. જોકે મનની સરખામણી વાંદરા સાથે કરવામાં આવે છે. આપણું મન એટલું ચંચળ છે કે એક વસ્તુમાં કે એક વિચારમાં એક મિનિટ તો શું અડધી મિનિટ પણ ટકે નહિ. એક સંશોધન પ્રમાણે, આપણે મિનિટના 48 જેટલા વિચારો કરીએ છીએ અને દિવસના લગભગ 70.000 સીતેર હજાર જેટલા વિચારો આપણું મન કરી લ્યે છે. આપણે ક્યારેય આની ઉપર વિચાર કરતા જ નથી. આ વિચારોની એક અજબ દુનિયા છે. અત્યારે આપણે જે કોઈ મોટા આવિષ્કારો દુનિયામાં જોઈએ છે તે કોઈના વિચારોની જ દેન છે. ટીવી, કોમ્પ્યુટર, ફોન, મોબાઇલ ફોન, અરે સોઈથી માંડીને મોટા એરોપ્લેન અને કૃષજહાજો સુધીનું બધું વિચારોની જ દેન છે.એટલે વિચારવું ચોક્કસ પણ હંમેશા આપણા અને બીજાના કલ્યાણ માટેના વિચારો હોઈ તો ઉત્તમ.

તમારા મનમાં જેવા વિચારો હોઈ તેવી જ તમારી વાણી, વ્યવહાર અને વર્તન હોઈ છે. તમે કોઈના વર્તન ઉપરથી એના વિચારો વિશે અંદાજ લગાવી શકો છો. ઉદાહરણ તરીકે ક્રોધ પૂર્વકનું વર્તન, પ્રેમ પૂર્વકનું વર્તન, ઈર્ષાભાવ વાળું વર્તન, આ બધા ઉપરથી આપણે થોડે ઘણે અંશે જાણી જ શકીએ આવા વ્યવહાર પાછળ કેવા વિચારો કામ કરતા હશે.

આજકાલ સકારાત્મક વિચારો વિશે અને નકારાત્મક વિચારો વિશે એટલે કે positive અને negative વિચારો વિશે આપણે ઘણું સાંભળીએ અને વાંચીએ છીએ. તો શું આ ખરેખર કામ કરે છે??? જોઈએ તો આપણે બધા કાંઈ મનોવૈજ્ઞાનિક નથી પણ છતાંય આપણે આપણા વડીલો પાસેથી ઘણી વખત સાંભળ્યું હશે કે " સારુ સારુ વિચારો બધું જ સારુ થશે " આ શું છે? બીજું કાંઈ નહિ એક સકારાત્મક વલણ છે. ઘણી વખત આપણી સામે બધું જ એટલે બધું જ માણસો, પરસ્થિતિ, સમય બધું આપણી અપેક્ષાએ વિપરીત જ હોઈ ત્યારે આપણને સારા વિચારો કે સકારાત્મક વિચારો આવી જ ના શકે. પરંતુ આપણે  ક્યારેય એ સમય ઉપર ચિંતન નથી કરતા ખાલી ચિંતા કરીએ છીએ. આથી ઉપાય મળવાને બદલે પરિસ્થિતિને વધારે ખરાબ બનાવી દેતા હોઈ છે. જયારે દરેક પરિસ્થિતિ ઉપર આપણું મન શું વિચારે છે, બધું એની ઉપર આધાર રાખે છે.

એટલે જ મનને કેળવવું ખૂબ જરૂરી છે. બુદ્ધિ ત્યારે સ્થિર રહે જયારે મનને  કેળવેલું હોઈ અને મન ત્યારે કેળવાય જયારે તેને દરરોજ સારી શિખામણો આપીએ એટલે કે affirmations. દરરોજ સવારે ઉઠતાની સાથે એને સકારાત્મક વિચારોની શિખામણો આપવી, સારા આધ્યાત્મિક પુસ્તકોની સંગત આપવી, પ્રભુ નામનું સ્મરણ આપવું અને ઓછામાં ઓછી પાંચથી દસ મિનિટ સુધી શાંતિ પૂર્વક આંખો બંધ કરીને જોવું કે આપણું મન ક્યાં ક્યાં દોડે છે ખાલી નિરીક્ષણ કરવું. આટલુ કરવાની નિયમિત ટેવ પાડશું એટલે મન ઉપર ધીમે ધીમે બુદ્ધિનો વિજય થશે. પછી ગમે તેવી પરિસ્થિતિ કે સંજોગો હોઈ તમારું મન ચોક્કસ તટસ્થ રહીને વિચારશે અને સાચા નિર્ણય લઈ શકશે.


આવું મને લાગે છે. તમારું શું કહેવું છે? ચોક્કસ જણાવશો. તો ચાલો ફરી મળીયે ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. સ્વાકરતા રહો શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!