નારી શક્તિ કે નારી દિવસ / Women's power or women's day
ૐ
નારી શક્તિ કે નારી દિવસ
ગઈકાલ એટલે કે 8 માર્ચ ના રોજ દર વર્ષે women day એટલે કે નારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની શરૂઆત 1913 માં 30,000 મહિલાઓએ યુરોપની અંદર પ્રદર્શન કરીને કરી હતી અને ત્યારથી દર વર્ષે 8મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. એની શરૂઆત કરનાર એક મહિલા હતી જેનું નામ ક્લારા ઝેટકીન (Clara Zetkin) હતું જેણે 1910માં સૂચન આપ્યું અને દુનિયાના સત્તર જુદા જુદા દેશમાંથી આવેલ 100 જેટલી મહિલાઓએ આ સૂચનને વધાવી લીધું અને ત્યારથી આ દિવસ ઉજવાઈ છે.
આ નારિશક્તિ દિવસની ઉજવણી તો હમણાં 100 એક વર્ષથી દુનિયામાં થઈ છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાં તો સદીયોથી નારિશક્તિને પૂજવામાં આવે છે. આપણી એ મહાન સંસ્કૃતિ છે જેમાં કહે છે કે " यत्र नार्येस्तु पूज्यते, रमनते तत्र देवता " એટલે કે જ્યાં નારીનું માન સમ્માન થાય છે, જ્યાં તેની પૂજા કરવામાં આવે છે ત્યાં સાક્ષાત દેવતાઓનો વાસ થાઈ છે. આપણે અત્યારથી જ નહિ પરંતુ સદીઓ પહેલાથી જ નારીને પુરુષ સમ દરજ્જો આપેલો છે. ગાર્ગી, મેત્રાઈ જેવી વિદુષિ નારીઓ લોપામુદ્રા અને ઘોષા જેવી અનેક નારીઓથી ભારતીય આર્ય ઇતિહાસ ભરેલો પડ્યો છે. આપણે એ મહાન ઇતિહાસની આજની ધરોહર છે. આપણને તો આપણી આ ગૌવરોવંતી ધરોહર ઉપર ગર્વ હોવું જોઈએ.
મને લાગે છે કે જ્યારથી આ women's day ની ઉજવણી ચાલુ થઈ તેના થોડાક વર્ષો પહેલાથી આપણા સમાજમાં સ્ત્રીની અપદશા બેઠી હોવી જોઈએ. દીકરીઓને હેરાન કરવી, દહેજની પ્રથા, દીકરીઓને અભણ રાખવી, દીકરાઓની સરખામણીમાં ઉતારતી ગણવી, બાળલગ્ન, બાલવિધવા પુનહઃ લગ્ન ના કરી શકે, દીકરીઓને બોજ સમજી જન્મતા સાથે દૂધપિતી કરી દેવી, પતિ મૃત્યુ પામતા તેની સાથે સતી થવાની પ્રથા એવી તો ઘણી કુપ્રાથઓ સમાજમાં હતી. આ બધું જ ઇતિહાસ માં ભણવામાં પણ આવતું અને સમાજમાં અમુક નાતમાં એવું થતું જોવામાં પણ આવતું. કેટલું દયનિય કહેવાઈ.........અરે હમણાં સુધી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચાલુ હતું. શું કહેવું આ સમાજને?????
ખરે ખર!!! આ એક દિવસની નારી દિવસની ઉજવણી પૂરતી છે શું??
પુરુષોની નજરમાં માન સમ્માન વધારતા પહેલા સ્ત્રીએ પોતે પોતાની નજરમાં પોતાનું ગૌવરોવ વધારવાનું છે. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને માન આપવાનું છે. એક મા કે જે પુત્રને પણ જન્મ આપે છે અને પુત્રીને પણ તે મા એ પુત્ર અને પુત્રીમાં ભેદભાવ રાખ્યા વગર તેનો ઉછેર કરવાનો છે. એક સ્ત્રી કે જે પોતે ક્યારેક વહુ બનીને આવી હતી તેણે ખુબ માનથી પોતાની પુત્રવધુને રાખવાની છે અને એક દીકરી તરીકેનો દરરજો આપવાનો છે. પોતાની દીકરી હોઈ તો તેને પણ સારા સંસ્કારોની સાથે આત્મસમ્માનની જાણવણી કરવાનું શીખવાડવાનું છે. પુત્રને ખાસ સ્ત્રીઓનું માનસમ્માન કરતા તેમની ઈજ્જત કરતા શીખવાડવાનું છે. આ બધી જ ફરજ પુરુષ અને સ્ત્રી બંનેની છે પરંતુ એક સ્ત્રી તરીકે એક મા તરીકે આ વાત સમજાવવાની ફરજ અને જવાબદારી સ્ત્રીની વધારે છે. સ્ત્રીને સ્ત્રીની દુશ્મન નથી બનવાનું પણ એકબીજાને સાથ અને સહકાર આપવાનો છે. એકબીજાના હરીફ નહિ એકબીજાને સમજી તેની સફળતાના શિખરો સુધી પહોંચવામાં મદદ કરવાની છે.
આજ એક પણ એવુ ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રીએ પુરુષોની બરાબરી ના કરી હોઈ. દરેક ક્ષેત્રમાં આજ સ્ત્રી ખભેથી ખભા મિલાવીને કાર્ય કરી રહી છે. પુરુષો પણ હવે આ બરાબરી સમજતા થયાં છે અને હક પણ આપતા થયાં છે.
દરેકે દિવસ સ્ત્રી માટે તો women's day જ છે કારણ કે તે સવારથી ઉઠે તે રાત્રે સુવે ત્યાં સુધી પોતાથી વધારે બીજાની ચિંતા જ કરતી હોઈ છે પછી તે ઘર સાંભળતી હોઈ કે ઘર ને પોતાની નોકરી બેય સાંભળતી હોઈ. એક સ્ત્રી પુરુષ વગર પણ બધું જ સરખી રીતે વ્યવસ્થિત ચલાવી શકે છે પરંતુ પુરુષ સ્ત્રી વગર પાંગળો બની જાઈ છે. આ જ તો સ્ત્રીની તાકાત છે. એક સ્ત્રી પોતાના પતિ બાળકો પરિવાર બધા માટે બધું જ કરે છે અને કોઈ ફરિયાદ પણ નહિ બદલામાં ફક્ત એને પ્રેમના કાળજી ભર્યા પોતાના બાળકોના બે શબ્દો અને પતિની ખાલી સમજણ ભરી એક નજર, પ્રેમભર્યો એક સ્પર્શ, થોડુ સમ્માન અને આદર આનાથી વધારે સ્ત્રી કાંઈ જ નથી ઇચ્છતી, તેની માટે આટલુ જ બવ છે. તો મિત્રો આ સ્ત્રી પ્રેમની, દયાની અને કરુણાની મૂર્તિ છે પરંતુ સમય આવ્યે દુર્ગાનું પણ રૂપ લઈ શકે છે. પુરુષ સ્ત્રીને ઈટ પથ્થરનું મકાન આપે છે પરંતુ એ સ્ત્રી તેણે પોતાના પ્રેમ, દયા, કાળજી અને શક્તિથી ઘર બનાવે છે જ્યાં બધાને પ્રેમની અને વિશ્વાસની હૂંફ મળે છે.
ઉપર જે નારિશક્તિના ફોટા છે તે ભારતની પ્રથમ ડૉક્ટર, વૈજ્ઞાનિક, પાઇલોટ છે જેમણે એ જમાનામાં એટલા ઉચ્ચ શિખરો પર પહોંચી આપણી માટે પ્રેરણા બન્યા. મારી બધી જ દૈવીય મહા શક્તિ એવી મારી બધી જ સહેલીઓને આ ખાસ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ અને હંમેશા જીવનના દરેકે ક્ષેત્રમાં આગળ ને આગળ સફળતાના શિખરો ફતેહ કરતા રહો એવી શુભકામનાઓ. તો ચાલો મિત્રો ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







Nari tu Narayani..... nari ne nari ni shakti ne sath aapvano che
જવાબ આપોકાઢી નાખો