જેવું અન્ન તેવું મન

 ૐ

જેવું અન્ન તેવું મન

આ ખૂબ સામાન્ય વાત લાગે કે અન્ન એવું મન વળી કેવી રીતે થાઈ??? ચોક્કસ થાઈ મિત્રો, એ વાત જુદી છે કે આપણે કયારેય એની ઉપર ધ્યાન દેતા નથી. આ ખૂબ વિચારવા જેવો વિષય છે અને સમજાઈ જાય તો સો ટકા અમલ કરવો જોઈએ.

આપણે બધાએ એક કહેવત તો સાંભળી જ હશે કે, " અન્ન તેવો ઓડકાર ". જી હા!! કદાચ સાંભળી ના હોઈ તો પણ અનુભવ તો કર્યો જ હશે. ઘણી વખત આપણે તીખું, ખાટું કે અતિશય કડવું કે એવું કંઈ ખાઈ લઈએ છે ત્યારે આપણને તેના ઓડિકાર આવ્યે રાખે છે. જેમકે ખાટું ખાધું હોઈ તો ખાટા ઓડિકાર આવે છે  તેવીજ રીતે મીઠું ( મીઠાઈ ) ખાધું હોઈ તો મીઠા ઓડિકાર આવ્યે રાખે છે અને એ ત્યાં સુધી આવીએ રાખે છે જ્યાં સુધી ખાધેલું અનાજ પચી ના જાય. બરોબર ને!!! આ અનુભવ બધાને થયો હશે જ. એટલે જયારે આપણે આવા સ્વાદના અણગમતા ઓડિકારના અનુભવ થયાં હશે ત્યારે આપણે ચોક્કસ ધ્યાન રાખ્યું હશે, સાચુંને!!!!

તો જેવું ભોજન લઈએ એવા ઓડિકાર આવે તો જેવું અન્ન લઈએ એવું મન કેમ ના બની શકે??? ચોક્કસ બને. એટલે કે અહીં વાત આપણી નીતિમતાની કરું છું. ઘરમાં જો નિતીની, ઈમાનદારીની કમાણીનો પૈસો ઘરમાં આવતો હશે તો  ઘરનું અનાજ    


પણ સાત્વિક અને શુદ્ધ હશે જેને ખાનારાઓના મન પણ સાત્વિક જ હશે. માશાહારી ખોરાક ખાવા વાળા ના મન શાંત નહી હોઈ. ગુસ્સો કરવો, દરેક વાતમાં ઉગ્ર થઈ જવું, તે એક સામાન્ય વાત હશે.

ઘરમાં આવનાર ધન, સંપત્તિ કે પૈસા જો મહેનતના હશે, સાચી નીતિના હશે, પોતાના પરસેવાના હશે તો ચોક્કસ એ ઘરના સભ્યો કદાચ અબજોપતિ નહી હોઈ પણ સંતોષી હશે, પરિવાર સુખેથી શાંતિથી હળીમળીને રહેતા હશે, બાળકો સંસ્કારી હશે કારણ કે જે કમાણીનો પૈસો ઘરમાં આવે છે તે નીતિનો, ઈમાનદારીનો હોવાથી ઘરમાં આવતું ભોજન પણ નીતિનું અને મહેનતનું હોવાથી તેની ઉર્જા સાત્વિક હોઈ છે. આ સાત્વિક ભોજન જ આપણા શરીરમાં જઈને આપણું શરીર અને મન બનાવે છે. આથી જેવું અન્ન તેવું મન બને છે.

ઘણી વખત આપણે આપણા અંગત સ્વાર્થ ખાતર બીજાના તો ઠીક પણ પોતાના જ અંગત પરિવાર કે મિત્રો કે ધંધા ભાગીદારો સાથે દગો કે અનીતિ કરતા હોઈએ છે પણ ક્યારેય એના લાંબા ગાળાના પરિણામોનો વિચાર જ કરતા નથી. તો મિત્રો અહીંયા ચોક્કસ સાવધાન થઈ જવાની જરૂર છે. બે ઘડી અટકી કંઈ પણ ખોટું કરતા પહેલા ચોક્કસ વિચારવુ. ક્ષણના સુખ માટે જિંદગીભરનું દુઃખ તો નથી લેતાને?? એ પણ ખાલી આપણી માટે જ નહી આપણી સાથે રહેતા આપણા પરિવાર માટે પણ.

અનીતિનું નોહતું ખાવુ એટલે જ શ્રી કૃષ્ણ ભગવાને પણ દુર્યોધનના સ્વાદિષ્ટ ભોજન ઠુકરાવીને વિદુરજીને ત્યાં ભોજન કરવા ગયા હતા.

આ વિશે ચોક્કસ વિચારજો મિત્રો અને તમારા વિચારો કમેન્ટ કરી જણાવશો. તો ફરી મળ્યે ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો, એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....