બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં, આપણે કેવા છે એ સાબિત થઈ જાય છે

 

બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં, આપણે કેવા છે એ સાબિત થઈ જાય છે / In proving what other people are like, we become what we are

આપણે દિવસે દિવસે આપણા જીવન મૂલ્યો ભૂલતા જઈએ છે. આપણા આત્માના જે ઓરીજનલ સદગુણો છે, તેને ભૂલતા જઈએ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, બીજાની અદેખાઈ કરવી, બીજાનું પચાવી પડવું, પોતાના સ્વાર્થ ખાતર ખોટું બોલવું, બીજાને નીચા પાડવા, ચોરી કરવી વગેરે વગેરે વગેરે........... જેટલા સદગુણો છે એટલા દુર્ગુણો પણ છે અને નવાઈની વાત તો એ છે કે આપણામાં ગમે તેટલા દુર્ગુણ હોઈ તો પણ આખી દુનિયામાં આપણી નજરમાં આપણે જ બધા કરતા સર્વ શ્રેષ્ઠ હોઈએ છે.

ઘણી વખત આપણે ખુબ સજ્જન હોઈએ પણ ક્યારે આપણી અંદર ઈર્ષા અદેખાઈ જેવા દુર્ગુણો પ્રવેશી જાય છે તે ખબર જ નથી પડતી. આપણે પોતાના નીજી સ્વાર્થ ખાતર કે પછી અદેખાઈના કારણે તે માણસને નીચે પાડવાનો એકેય મોકો છોડતાં નથી. તેનું અપમાન કરવું, બધાની વચ્ચે  તેમના વિશે અપશબ્દો વાપરવાં, તેમના વિશે ખોટી બાબતોનો પ્રચાર કરવો, તેમની ઉન્નતિ અને પ્રગતિમાં બાધાઓ અને અડચણો ઉભી કરવી જેવા હીન કામો કરીએ છીએ અને એમ કરતા કરતા આપણે તેમને નીચા પાડવાની દાનતમાં પોતે જ એટલા નીચા પડી જઈએ છે કે પછી માફી માંગવાને લાયક પણ નથી રહેતા.

દરેક માણસ પોત પોતાના નસીબનું ખાઈ છે. કોઈની સફળતા જોઈને ઈર્ષા કરવાને બદલે તેના જેવા સફળ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણાથી થાઈ તો આપણે તેમની મદદ કરવી જોઈએ. જો એ ના થાઈ તો બે હાથ જોડી ના પાડવી જોઈએ પણ તેમને નીચા દેખાડવા માટે પોતાની જાતને એટલી નીચી ના પાડવી જોઈએ કે પછી ઉભા જ ન થઈ શકીએ.

અમારા એક શિક્ષક હતા એમની એક વાત આજ પણ બખુબી યાદ છે. તેઓ  કહેતા કે બીજાની લાઈનને નાની કરવા માટે આપણી લાઈન એની બાજુમાં મોટી દોરવી જેથી કંઈ પણ કર્યા વગર સામેવાળાની લાઈન એનિ મેળે જ નાની થઈ જશે. આ ખૂબ સરસ ઉદાહરણ છે. આપણે આપણી મહેનત દ્વારા હિંમતથી આપણી જાતને એટલી ઊંચી લઈ આવવી કે આપણે બીજાને નીચે દેખાડવા જ ના પડે તે એની મેળે જ નીચે થઈ જાય. ક્યારેય કોઈની સફળતા જોઈને ઈર્ષા કરવાને બદલે ખૂબ મહેનત કરી પોતાના ભાગ્યને જ બદલી નાખવું જોઈએ. બીજાનું ખરાબ કરવા જતા કે તેમને નીચે દેખાડવા જતા આપણે તેમના સંસ્કારો નું નહી પણ આપણા વિચારો આપણા  સંસ્કારો અને જ્ઞાનનું પ્રદર્શન કરીએ છીએ. હંમેશા યાદ રાખો મિત્રો કે ખાડો ખોદે તે જ એમાં પડે. એટલે પોતાની જાતને એટલી ઉપર લઈ આવો કે દરેક ને આપણી સામે મસ્તક નમાવીને નહી મસ્તક ઊંચું કરીને વાત કરે અને આપણે પણ સૂરજની જેમ ચમકીએ અને બીજાનું સ્વમાન પણ જાળવીએ. એજ સાચી માણસાઈ છે એમ હું માનું છું. બીજાને ખરાબ સાબિત કરવામાં એ ખરાબ નહી હોઈ તો થઈ નઈ જશે પણ આપણે સારા હશું પણ તેને ખરાબ સાબિત કરવામાં ચોક્કસ ખરાબ બની જઈશું. બરોબર ને!!!!!તમારા આ વિશે શું વિચારો છે, ચોક્કસ જણાવશો.

તો ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!