પ્રકૃતિની સંભાળ / Caring for nature

 🕉

પ્રકૃતિની સંભાળ / Caring for nature

ઈશ્વરે સૌવથી પહેલા જીવ સૃષ્ટિની રચના કરી તેની પહેલા પ્રકૃતિની રચના કરી. જીવ સૃષ્ટિને જીવિત રાખવા પ્રકૃતિ ખુબ જરૂરી છે. આ સુંદર પ્રકૃતિ વગર એકેય જીવ જીવી ના શકે. આખી પૃથ્વીની જીવ સૃષ્ટિ આ સુંદર પ્રક્રિતી ઉપર જ નિર્ભર છે. હવા, પાણી, ખોરાક બધું જ આપણને આ પ્રકૃતિ પાસેથી જ મળે છે. સૌવથી કિંમતી અને મહત્વનું જો કંઈ હોઈ તો એ છે ઓક્સિજન, જે આપણને આ સુંદર વૃક્ષો આપે છે અને એ પણ એકદમ મફત. કેટલું સુંદર!!!! તમે વિચાર તો કરો કે જો આપણે આ ઓક્સિજન માટે પૈસા આપવાના હોઈ તો કેટલા પૈસા જોઈએ એની ખબર તો અત્યારે કોરોનાના સમયમાં સમજાઈ જ ગયું છે. મારે વધારે કહેવાની જરૂર નથી.

કોને ખબર કે ભગવાનને આ પ્રકૃતિને બચાવવાં અને આપણને મનુષ્યોને એની કિંમત કરવા અને સમજાવવા માટે જ આ કોરોના મોકલ્યો હોઈ?? આપણે આપણા સ્વાર્થ માટે વગર વિચાર્યે, સમજયે જંગલોનો નાશ કરતા જયે છે. જેમાં ખાલી માનવજાત નું જ નહી બીજી જીવ સૃષ્ટિનું પણ નુકસાન કરીએ છીએ. ક્યારેય વિચાર્યું છે કે આ પ્રદુષણ વધી રહ્યું છે તેનું કેવું ભયંકર પરિણામ આવશે?? તેની ખબર છે પણ છતાએ આપણે બેદરકારી દાખવીએ છીએ. જો આ કોરોનામાંથી દુનીયા હેમખેમ બહાર આવી જાય તો એ પછી દર એક મનુષ્યએ દસ વૃક્ષ વાવવા અને તેની દેખભાળ આજીવન કરવી. સોના ચાંદી ની ખાણોનું ધ્યાન નહી રાખે તો ચાલશે પણ પ્રકૃતિની માવજત તો કરવી જ પડશે. એની માવજત કરશું તોજ આપણે આપણી આવતી પેઢી માટે સુંદર દુનિયા મૂકીને જશું નહીંતર એ સમય દૂર નથી કે દરેક મનુષ્યએ પોતાની સાથે ચોવીસ કલાક ઓક્સિજનનો બાટલો ભેગો લઈને જ ફરવું પડશે. જો વૃક્ષો જ નહી હોઈ તો ઓક્સિજનનો બાટલો વળી ક્યાંથી??? વિચારજો મિત્રો....

એમ નહી સમજતા કે મારાં એકના કરવાથી શું થશે. આ કોરોના પણ એકના કારણે જ ફેલાયો અને આજ દોઢ વર્ષના ટૂંકા સમયમાં જ માણસની ઓકાત સમજાવી દીધી એ કંઈ ઓછું નથી.

તો વિચારો આપણે ધારીએ કે આ દુનીયાને ફરીથી સુંદર પર્યાવરણ સાથે સુંદર સ્વર્ગ બનાવવું છે તો એ પણ શક્ય છે જ. બસ જરૂરત છે તો દરેકે પોતાની જવાબદારી લઈ વૃક્ષો વાવવા, બિનજરૂરી કચરો ના કરવો, પ્રદુષણનો અટકાવ, પાણીનો બચાવ, આપણી આવતી પેઢીને એનું મહત્વ સમજાવવું, જેટલું બને તેટલું પ્રકૃતિ બચાવો અભિયાનનો ફેલાવો કરવો. રસાયણનો ઉપયોગ અટકાવવો વગેરે પગલાં લઈ આગળ વધી શકાઈ. વધવું જ પડશે નહીંતર એ દિવસ દૂર નથી કે આ સુંદર પૃથ્વી સમુદ્રમાં ગરકાવ થઈ જશે અને આપણે જોતા રહી જઈશું.

મનુષ્ય ગમે તેટલો ઉડી લ્યે પણ એને નીચે પછાડવા માટે કુદરતની કોરોના જેવી એક થપાટ જ બસ થઈ પડે છે. જ્યાં કોઈનું ગજું ચાલતું નથી. ગ્લોબલ વોર્મિંગ પણ આપણા સ્વાર્થ અને બેદરકારીનું જ કારણ છે. એટલે જ અતિ વરસાદ, દુકાળ કે વાવાઝોડા જેવી કુદરતી આફતો ઝેલવી પડે છે.

કેટલાય માણસોએ જીવ ગુમાવ્યો અને હજીએ ભવિષ્યમાં કેટલાયે ગુમાવશે પણ લોકોને ચોક્કસ સમજાઈ જ ગયું કે કેવી રીતે હવે આગળ વધવું. આમાંથી બહાર આવએ એટલે દરેક સ્વાર્થી ના બનતા બધાએ દરેક જીવનું ધ્યાન રાખવું.

તો ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!