જીવનનો ઉત્સવ / A celebration of life

 🕉

જીવનનો ઉત્સવ / A celebration of life


ગઈકાલે ઈસ્ટર sunday હતો અને આજ ઈસ્ટર Monday છે. આજ અહીંયા બધાને જાહેર રજા હોઈ. ખ્રિસ્તી લોકો ચર્ચમાં આગલી રાત્રે પ્રાર્થના કરે અને બીજા દિવસે સવારે પણ ચર્ચમાં જઈ પ્રાર્થનાને કરે. આખો દિવસ પરિવાર મિત્રો સાથે આનંદ કરે. લોકોને ચાર દિવસની રજાઓ સાથે આવી જવાથી મીની વેકેશન જેવું થઈ જાઈ.

જોકે તહેવારો તો દુનિયાના બધા દેશોમાં ઉજવાતા હશે પરંતુ ભારતીય તહેવારો જેટલી વિવિધતા બીજા એકેય દેશમાં નહિ હોઈ. અહીંયા ઇંગ્લેન્ડની અંદર નિશાળ ચાલુ થાઈ એટલે દર છ કે સાત અઠવાડિયા થાઈ એટલે એક અઠવાડિયાની રજા પડે અને એમાં પણ નાતાલ અને ઈસ્ટરની તે બે બે અઠવાડિયાની રજા હોઈ. જોવા જઈએ તો નાતાલની ચહલ પહલ ખૂબ હોઈ પણ બીજા તહેવારોની ખાસ નહી.

ભારતના તહેવારોની તો મજા અને ઉત્સાહ જ અલગ હોઈ. એ હોળીનો તહેવાર ત્રણ દિવસનો, જન્માષ્ટમીનો તહેવાર ચાર દિવસનો, નવરાત્રી તો નામની જેમ પુરા નવ દિવસની જમાવટ, અને દિવાળી પણ પુરા પાંચ દિવસ તો ખરા જ અને ક્યારેક છેક લાભ પાંચમ સુધી ઉજવણી ખેંચી લઈએ. આ તો મુખ્ય તહેવારો પણ બીજા બે રાષ્ટ્રીય તહેવારો પંદરમી ઓગસ્ટ (સ્વતંત્રય દિવસ ) અને છવીશ જાન્યુઆરી (ગણતંત્ર દિવસ).

 આપણે સર્વ સનાતન ધર્મની ઉદાર ભાવના વાળા, રક્ષાબંધન, ઈદ, નાતાલ, વૈશાખીને એવા તો ઘણા તહેવારો ઉજવીએ અને હોંશે હોંશે એકબીજાની ખુશીયોમાં અને ઉજવણીમાં ભાગ લઈએ. નિશાળોમાં અને સરકારી ઓફિસોમાં પણ આ બધી જ રજાઓ બધા ધર્મના લોકો માટે પડે. અહીંયા તો તમારે અગાવથી કહેવું પડે એ પછી રજા મળે અને એ પણ દિવાળીની અથવા બેસતાવર્ષની એક દિવસની.



આમ જોઈએ તો આ પણ એક લોકશાહી દેશ જ છે પણ ભારત જેવી સ્વતંત્રતા છે અહીં, પણ  અનુભવાતી નથી. ના માનસિક કે ના રહેણીકેણી મુજબ. અહીંનું જીવનધોરણ ખૂબ ઊંચું પણ એની માટે ઘણી કિંમત પણ ચૂકવવી પડે છે. ખેર જે હોઈ તે પણ જલસા કરવા વાળા ગમે ત્યાં હોઈ જલસા કરે પછી ભલે તે નર્કમાં હોઈ અને દુઃખી થવા વાળા ગમે ત્યાં હોઈ દુઃખી થાઈ જ પછી ભલે તે સ્વર્ગમાં હોઈ.

આમ જોઈએ તો પછીની ક્ષણ શું થવાનું એ કોઈને ખબર નથી. ઘણા લોકો રાત્રે સુવે તે પછી સવારે ઉઠતા જ નથી. રાત્રે આરામની નિંદર લીધા પછી જો સવારે ઉઠીએ અને આપણા હાથ પગ સલામત હોઈ તો એ પરમપિતાનો આભાર ચોક્કસ માનજો કે તમે એ ભાગ્યશાળી વ્યક્તિ છો જેને ઈશ્વરે ફરી એક વખત જીવવાનો મોકો આપ્યો છે.

એટલે જ કહું છું મિત્રો દરોજ સવારે જીવતા ઉઠો તો એ પણ એક ઉત્સવથી કમ નથી. તો આ જિંદગીનો ઉત્સવ રોજ ઉજવો અને એક સુંદર કામ એ પરમપિતા માટે કરો કે જેણે ફરીથી એક દિવસ આપ્યો.

તો ચાલો મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો  અને દરરોજ જીવનનો ઉત્સવ ઉજવતા રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday