જય હનુમાન દાદા / Jai Hanuman dada
🕉
જય હનુમાન દાદા / jai Hanuman dada
આજ હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ આવે. આજ મહિનામાં પ્રભુ રામનો પણ જન્મ થયો હતો. કેટલું સરસ કહેવાય કે ભગવાન અને ભક્તનો એક જ મહિનામાં જન્મદિવસ ઉજવાય. રામાયણ વિશે તો બધાને ખબર જ છે અને બધાને હનુમાન દાદા વિશે પણ ખબર જ છે. જયારે જયારે ભગવાન રામને યાદ કરીએ ત્યારે હનુમાન દાદાને યાદ કરીએ અને જયારે જયારે હનુમાન દાદાને યાદ કરીએ ત્યારે ત્યારે ભગવાન રામને યાદ કરીએ જ.
આમતો હનુમાન દાદા એક વાનર સ્વરૂપ હતા અને પવનપુત્ર હતા. 'હતા' એ શબ્દ કદાચ ઉચિત નથી કારણ કે આ પૃથ્વી ઉપર આઠ અવતારો ચિરંજીવી અવતારો છે જે આજે પણ હયાત છે. મહાભારત સમયના અશ્વથામાં ( દ્રોણચાર્યના પુત્ર ), કૃપાચાર્ય ( કૌવરોવ અને પાંડવોના કુલગુરુ ) , ઋષિ વ્યાસ ( વેદવ્યાસ જેમણે બધા વેદો સંપાદન કર્યા અને પુરાણોની રચના કરી ), હનુમાન દાદા, વિભિષણ, ઋષિ માર્કેડય ( જેમણે મહા મૃત્યુંજય મંત્રની રચના કરી ) , રાજા બલી ( જે અસુર રાજા હતા પ્રહલાદના વંશજ) અને પરશુરામ ( જેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે ). આ બધા ધરતી પર ચિરંજીવી ગણાય છે.
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन:॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।
આ મંત્રનો જાપ પણ દીર્ઘાયુ મેળવવા માટે કરી શકાઈ છે.
હનુમાન દાદા, એક વીર, બહાદુર, શક્તિશાળી, બુદ્ધિશાળી અને પ્રભુ રામના અનન્ય ભક્ત હતા. તેઓ રામાયણથી લઈને મહાભારત કાળમાં હતા. અર્જુનના રથ ઉપર તેઓ યુદ્વ દરમિયાન બિરાજમાન હતા. આવા શક્તિશાળી અને બુદ્ધિશાળી દેવની આરાધના કરવાથી આપણને પણ તે પ્રાપ્ત થાઈ છે. કહેવાય છે કે જ્યાં જ્યાં રામકથા અને હનુમાન ચાલીસાનું વાંચન થાઈ છે ત્યાં સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન હોઈ છે. કળયુગમાં હનુમાન દાદા સૌવથી ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. માતા સીતાએ હનુમાન દાદાને અમરત્વના આશીર્વાદ આપેલા.
તુલસીદાસે તુલસીકૃત રામાયણની અને હનુમાન ચાલીસાની રચના કરી હતી. રામાયણ ઘરે ઘરે વંચાય છે કે નહી તેની ખબર નથી પણ હનુમાન ચાલીસા તો વંચાય જ છે. અત્યારે બસ હનુમાન દાદા પાસે એક જ પ્રાર્થના છે કે દુનિયામાં બધાના "નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત વિરા ". ભગવાન પણ આપણી ત્યારે જ મદદ કરશે જયારે આપણે આપણી મદદ કરશું. મહેરબાની કરીને બીનજરૂરી બહાર જવાનું ટાળો, માસ્ક અચૂક પહેરો, બે મીટરની દુરી રાખો અને પૂરી સ્વછતા જાળવો. સાથે સાથે એકબીજાની મદદ કરો. અત્યારે ઈશ્વરે અમીર ગરીબ બધાને સરખા લેવલે રાખી દીધા છે. કોઈ પણ આ મહામારીના સમયને પોતાના સ્વાર્થ માટે ના વાપરતા એકબીજાની મદદ કરજો. ખાસ ભારત દેશમાં જ્યાં અજગરની જેમ મોઢું ફાડીને કોરોના બેઠો છે. બધાને વિનંતી છે કે દરેક વસ્તુઓના ભાવ વધારી નફો કમાવવાનો સમય નથી પણ બધાની મદદ કરવાનો સમય છે. યાદ રાખજો માનવને અને માનવતાને બચાવી લેજો.
બધા સાથે હનુમાન દાદા રહે અને તેની આપાર કૃપા વરસતી રહે અને જેમ દાદાએ લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા હતા તેવી રીતે આપણી પણ રક્ષા કરે તેવી પ્રાર્થના.
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધાને હનુમાન જયંતિની શુભકામનાઓ અને બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી હનુમાન દાદા પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો