મેં વાંચ્યુંતું ક્યાંક અને હું માનું છું......./ I read somewhere and I believe ......

 🕉

મેં વાંચ્યુંતું ક્યાંક અને હું માનું છું......./   I read somewhere and I believe ......

ઘણા સમય પહેલા મેં વાંચ્યુંતું કે જયારે આપણે આ ધરતી ઉપર આવીએ ત્યારે ઈશ્વર આપણને આપણી બધી ઈચ્છા પૂછે છે અને આપણે જ બધું નક્કી કરીને આ ધરતી ઉપર આવીએ છીએ. જોકે આ બધું આપણા આગલા જન્મના કર્મો પ્રમાણે આપણને પૂછીને પછી બધો હિસાબ થાઈ છે અને આપણે પણ સહમતી સાથે સ્વીકાર કરી પછી જ આવીએ છીએ. એ વાત જુદી છે કે કુદરતના નિયમ પ્રમાણે આપણને કંઈ યાદ હોતું નથી. ઈશ્વર આપણને આપણા કર્મોના ઋણાનુબંધ અનુસાર આપણા સંબધો નક્કી કરવાની તક આપે છે. આપણો પરિવાર, માતા પિતા, ભાઈ બહેન, જીવનસાથી બધા જ.

કહેવાય છે કે, ઈશ્વર તો ખૂબ દયાળુ છે, પ્રેમનો સાગર છે, કરુણાની મૂર્તિ છે. આપણે તો એના બાળકો છીએ એ કેવી રીતે આપણને સજા કરી શકે. આપણે સજા આપણા જાણતે અજાણતે કરેલા કર્મોની ભોગવીએ છીએ. આ માન્યતા આપણા હિંદુ ધર્મમાં છે કે આપણે ફરી જન્મ લઈએ છે અને હું એમાં માનું પણ છું પણ ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામમાં તેઓ બીજા જન્મ વિશે નથી માનતા. એમના મતે એક જ જીવન છે અને તે પછી એમના કર્મો પ્રમાણે તેઓ સ્વર્ગ કે નર્કમાં જાઈ છે. પણ મને આ વાતનો ઘૂટડો ગળે ઉતરતો નથી.

જોવા જઈએ તો આત્મામાં તો તેઓ માને છે. એવું કંઈક  તો આ શરીરમાં છે કે જે આ શરીર ચલાવે છે અને એ તત્વ (કે જેને આત્માના નામથી ઓળખીએ ) નીકળી જાઈ તે પછી આપણે એ શરીરને એક મિનીટ પણ ઘરમાં રાખતા નથી પછી ભલે તે વ્યક્તિ આપણું ગમે તેટલું પ્રિય કેમ ના હોઈ!! આ શરીરમાંથી જેવું એ તત્વ નીકળી જાઈ કે કલાક બે કલાકમાં એ મૃત શરીર દુર્ગંધ મારવાનું ચાલુ કરી દયે છે. જો એવું ના હોત તો મનુષ્ય એનો પણ સંગ્રહ કરત. પણ એવું નથી થતું અને આપણે એ મૃત શરીરની અંતિમવિધિ કરીએ છીએ. એમના આત્માની શાંતિ મટે પ્રાર્થના વગેરે કરીએ છીએ.

જોકે "મૃત્યુ પછીના જીવન" ઉપર ઘણા સંશોધન થયાં છે અને ડોક્યુમેન્ટ્રી પણ બની છે. ઘણાને અનુભવ પણ થયાં છે અને ઘણા મર્ત્યું મુખમાંથી પાછા પણ આવ્યાના દાખલા બન્યા છે  પરંતુ સ્વાનુભવ ના થાઈ ત્યાં સુધી કહેવાય નહિ. પણ શું ખરેખર એવું હશે???

આ એકજ જીવન છે એમ માનીને ચાલીએ તો આપણે આ જીવનમાં કેટલું બધું કરવાનું રહે, એક પણ ભૂલ ના થવી જોઈએ, હંમેશા સારા ભલાઈના જ કામ કરવાનાં, આટલી બધી સુખ સુવિધાઓ વગેરે મેળવવી અને તેને ભોગવવી, આહ!!!!! વગેરે વગેરે............. થાકી જવાઈ વિચારીને પણ.

પરંતુ ભગવત ગીતા પ્રમાણે આત્માનું અંતિમ ધ્યેય પરમાત્માને પ્રાપ્ત કરી મોક્ષ મેળવવાનું છે તો આપણા જીવનમાં આપણે હર પળ સજાગ રહી સભાનતા સાથે કર્મ કરવાનું છે. એ કર્મ આપણે પૂરી સજાગતા સાથે કરી, તેના ફળમાં આસક્તિ રાખ્યા વગર ઈશ્વરને અર્પણ કરવાનું છે. આ રસ્તો થોડો ઓછો થાક વગરનો લાગે. આમાં આપણે દરેક સુખ ભોગવી શકવાની છૂટ છે પણ તેમાં આસ્કત થયાં વગર. એની માટે ના તમારે સંસાર છોડવો કે ના તમારે જંગલમાં રહેવું. ફક્ત દરેક કર્મ જે તનથી, મનથી કે આત્માથી થતું હોઈ તે પ્રભુને સમર્પિત કરી દેવું. કદાચ આપણે જન્મો તો ઘણાય લેવા પડે પરંતુ દરેક જન્મમાં ધીમે ધીમે આત્માની પ્રગતિ કરવાની તક મળે.

પરમાત્મા એટલો દયાળુ છે કે તમે ખાલી પેટે યાદ કરો કે ચાર ટાઈમ ખાઈને યાદ કરો, તમે સુતા સુતા યાદ કરો કે કામ કરતા કરતા, હરતા ફરતા યાદ કરોકે બેસીને ઈશ્વર બધું જ સ્વીકારે છે. શરત માત્ર એટલી કે મનની અને હૃદયની પવિત્રતા જોઈએ. બરોબરને મિત્રો!!! આ પરમાત્મા જ એટલો મોટો છે કે એની ઉપરની વાતો પૂરી જ ના થાઈ પણ હવે હું વધારે લાબું લખીશ તો તમને કંટાળો આવશે એટલે અહીંયા જ વિરમું છું.

તમારા વિચારો ચોક્કસ કમેન્ટ્સ દ્વારા જણાવશો. તો સ્વસ્થ રહો, મસ્ત રહો  અને ફરી મળીએ ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day