ચાલો મિત્રો ફરી દોડવા લાગીએ.... / Let's start running again friends.......
ૐ
ચાલો મિત્રો ફરી દોડવા લાગીએ.... / Let's start running again friends....
આજથી ફરી જીવન ધમધમતું થઈ ગયું. જી હા!! ઈસ્ટરની જે બે અઠવાડિયાની રજાઓ હતી તે પૂરી થઈને ફરીથી નિશાળો ચાલુ થઈ ગઈ. સાથે સાથે કોરોનાના કહેર થોડો ઓછો થતા આજથી શોપિંગમોલ ને એ પણ ખુલ્યા. ઈશ્વર કરે અને ફરીથી બધું સામાન્ય થઈ જાય અને કોરોના દુનિયામાંથી તો શું આ બ્રહ્માંડમાંથી નાશ પામે.
દુનિયામાં દર સમયાંતરે આવી મહામારીની આફતો આવીજ છે અને દર વખતે બુદ્ધિશાળી મનુષ્યોએ તેને હરાવી જ છે. આ સમય પણ વીતી જશે જરૂર છે તો થોડી સાવચેતીની, ધીરજની અને એકબીજાના સહકારની સાથે કડક સ્વયંશિસ્તની ( self discipline ). અહીંયા uk માં ઘણો જ કંટ્રોલમાં છે. ભારતમાં વધ્યો છે પણ બધા સાથે મળી કામ કરશું એટલે કોરોનાને પણ ચોક્કસ હરાવીશું જ. લોક અફવામાં ના માનશો મિત્રો દુનિયાના ગમે તે દેશમાં હોવ મહેરબાની કરી કોરોના વેકસીન ચોક્કસ લેજો. તમારી, તમારા પરિવાર ની અને લોકોની સલામતી માટે વેકસીન લેવી ખૂબ જરૂરી છે. તે લીધા પછી પણ બેદરકારી નહી માસ્ક અવશ્ય પહેરજો અને એક બીજા વચ્ચે અંતર પણ જાણવજો.
પરિવારમાં એકને શરદી થઈ હોઈ તો પણ આપણે સાવચેતી બે ત્રણ દિવસ ચોક્કસ રાખીએ છીએ તો આતો આખા વિશ્વમાં ફેલાયેલો કોરોના કાબુમાં આવતા વાર તો લાગેને એમાંય આપણી થોડી બેદરકારી ઓછું કરવાની બદલે બળતામાં ધીનું કામ કરે છે મિત્રો.
જે સ્વજનો આ બીમારીના લીધે ચાલ્યા ગયા છે તેમને તો પાછા નથી લાવી શકવાના પણ થોડી કાળજી કરશું તો જે છે એને ચોક્કસ બચાવી લઈશું. સકારાત્મક મન સાથે સામનો કરો, ધ્યાન, પ્રાણાયામ અને કસરત સાથે પોષ્ટિક ખોરાક, આદું હળદર, મરી અને મધનો ઉકાળો અને ગરમ પાણીની ભાપ લ્યો. આ બધું જ મદદરૂપ થશે.
જે છે એનો સામનો તો કરવો જ રહ્યો. દુશ્મન ઘરમાં ગર્યા પછી લડવું જ રહ્યું. મનથી હાર્યા તો મર્યા અને હિંમત રાખી, બુદ્ધિ પૂર્વક સાવધાનીથી લડ્યા તો જીત્યા સમજો.
યાદ રાખજો મિત્રો જોઈ શકાઈ એવો દુશ્મન હોઈ તો લડાઈ જલ્દી પતી જાય છે અને જયારે દુશ્મન અદ્રશ્ય થઈને હુમલો કરે તો જીતવું અઘરું છે પણ અશક્ય નથી. તો ચાલો જિંદગી છે તો દોડવાનું તો છે જ બાકી મર્યા પછી તો ક્યાં કંઈ ખબર પડે છે કે દાટ્યા કે બાળ્યા.
સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો