ચહેરા ઉપર ચહેરો / mask on face
ૐ
ચહેરા ઉપર ચહેરો / mask on face
આજ આ કોરોનાના માસ્કની વાત નથી કરવી એ તો હમણાં આવ્યું પણ એક એવું mask પણ આપણે પહેર્યે છે કે જે દુનિયાને નથી દેખાતું અને એ છે ખોટો મુખોટો. આપણે જયારે આ દુનિયામાં આવીએ ત્યારે કેટલા માસુમ અને નિર્દોષ હોઈએ છે. કેટલું નિર્દોષ હાસ્ય હોઈ છે. આપણે બધાએ આ અનુભવ કર્યો હશે કે આપણે રસ્તામાં જતા હોઈ અને કોઈ નાનકડું બાળક આપણને ઓળખતું ના હોઈ છતાં સુંદર હાસ્ય કરે તો આપણે એને બોલાવ્યા વગર નથી રહેતા. પછી જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ આપણી નિર્દોષતા ક્યાં ગાયબ થઈ જાઈ છે એ ખબર પણ નથી પડતી. આપણા સંપર્કમાં આવતા મનુષ્યોના સદગુણો અને દુર્ગુણો જાણતા અજાણતા અપનાવતા જઈએ છીએ અને ઈશ્વરથી દૂર થતા જઈએ છે.
આપણે બધા એ સુપ્રીમ શક્તિ પરમાત્માના દિવ્ય અંશ છીએ અને પ્રેમ, દયા, કરુણા, શાંતિ, પવિત્રતા, સત્યતા આ બધા આપણા દિવ્યાત્માના પવિત્ર સદગુણો છે જે દુનિયામાં આવતા પહેલા આપણને યાદ હોઈ છે પણ દુનિયામાં આવ્યા પછી ધીમે ધીમે દુનિયાદારીના મોહમાયામાં પાડીને ભૂલતા જઈએ છે.
આપણી ઉપર આપણા ઘર પરિવારના સભ્યોની ઘણી અસર પડે છે. પરિવાર સારા સંસ્કાર ધરાવતો હોઈ તો અને બાળક પણ સારો આત્મા હોઈ તો તે એક સારો માણસ થાઈ છે પરંતુ ઘણી વખત એવું પણ બને કે પરિવાર ખૂબ સરસ હોઈ તો પણ ત્યાં સંતાન ખૂબ જ ખરાબ સંસ્કાર સાથે જન્મે છે એવું શું કરવા? કદાચ એક બીજાના ઋણાનાબંધ હશે પરંતુ આપણે પણ આપણા વ્યવહાર દ્વારા થોડે ઘણે અંશે બાળકોની માસુમિયતને મારતા હોઈ છે. બાળકો મોટાનું અનુસરણ કરવાનું જલ્દી શીખી જાઈ છે.
આપણે જાણતા અજાણતા જ બાળકોમાં ડર, ખોટું બોલવું, બેઈમાની વગેરેના બીજ વાવી દઈએ છીએ કે તેની આપણને પણ ખબર નથી રહેતી. ઘણી વખત ગંભીર વાત ના હોઈ પણ આપણે મસ્તી ખાતર ખોટું બોલીએ પણ બાળકોના મગજમાં ખોટું બોલવું એ સામાન્ય થઈ જાય. શું પૈસાની લાલચ કહો કે લોભ કે મોહ એટલો બધો હોઈ છે કે જેને કારણે આપણે માનવતા પણ ભૂલી જઈએ??? આપણે શા માટે નિખાલસ નથી થઈ શકતા??? શા માટે આપણે ઘરમાં, બહાર અને પોતાની જાત આ ત્રણેય સાથે જુદું જુદું વ્યક્તિત્વ ધારાવીએ છીએ?? આપણો સ્વાર્થ એટલો મોટો હોઈ કે આપણે બીજાનું નુકસાન કરતા પહેલા જરાય વિચાર કરતા નથી?? શા માટે આપણને બે ચહેરા રાખવા પડે છે?? આવુ આજથી નથી વર્ષોથી ચાલ્યું આવે છે. આપણે વર્ષોથી આવી કહેવાતો સાંભળતા આવીયા છે કે , " હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા " અને " ડુંગર દૂરથી રણીયામણાં " આવી તો ઘણી છે પણ શા માટે??? ઘણી વખત આપણે ભગવાન પાસે પણ ચતુરાઈ કરીએ છે!!!
આપણે બધાને ગમે છે કે કોઈ આપણી સાથે ખોટું ના બોલે, એકદમ ઈમાનદારી રાખે, સાચું બોલે, જેવું હોઈ તેવું કહે વગેરે પણ એ પણ વાસ્તવિકતા છે કે જયારે આપણને કોઈ સાચું કહે તો એનો આપણે સ્વીકાર નથી કરી શકતા. આપણને બધાને આપણી ખુશામત ગમે છે. આમેય પણ સાચા લોકો એકલા હોઈ છે અને મોઢા ઉપર કહેતા હોવાથી અપ્રિય પણ હોઈ છે. પણ નિખાલસ વ્યક્તિ હંમેશા જેવું હશે તેવું જ તમને કહેશે. એ તમારી હા માં હા નહી કરે. આવા લોકો જીવનમાં હોઈ તો એને સાચવજો એ જ સાચા હિતેચ્છુ હોઈ છે આપણા. જો આપણે આવા હિતેચ્છુ હોઈએ તો એક વાત યાદ રાખવી સત્ય તો કડવું જ હોઈ પણ મીઠાશભરી વાણી સાથે હોઈ તો ખૂબ સરસ કહેવાય.
બાકી સંબંધોમાં, પછી એ ધંધાદારી હોઈ, પરિવારિક હોઈ, પતિ - પત્નીના હોઈ કે મિત્રતાના હોઈ, હંમેશા નિખાલસતા અને પારદર્શિતા રાખવી, તો જ એ સંબધો આજીવન જળવાઈ રહે છે. સ્વાર્થ ખાતર મુખોટો પહેરશો તો એ એક દિવસ ઉતરશે ત્યારે આપણને જ આપણો ચહેરો અરીસામાં જોવો નહી ગમે ઈશ્વરની વાત તો દૂર છે. બરોબરને મિત્રો!!!!
આ વિશે તમારું શું કહેવું છે, ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, કોરોનાથી બચીને રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો