ધ્યાન / meditation

 🕉

ધ્યાન / meditation

આજ થોડુ ગંભીર અને થોડુ સહેલુ એવા ધ્યાન ઉપર થોડી વાત કરશું.  એટલે કે ગંભીર માનો તો ગંભીર અને સહેલું માનો તો સહેલું. દરેક વસ્તુનું એવું જ છે. બધો આધાર આપણા મન ઉપર છે જયારે મન એમ કહે કે આ અઘરું છે તો પછી એ અઘરું જ લાગશે અને મન કહે કે સહેલું છે તો એ સહેલું જ લાગશે. આપણી બુદ્ધિ અને મન વચ્ચે હંમેશા લડાઈ ચાલુ જ રહે છે. મન તો આપણી પાસે સાચી ખોટી ઘણી વસ્તુઓ કરાવે છે પરંતુ જો બુદ્ધિ તાકાતવર હશે તો આપણે સાચો રસ્તો પસંદ કરશુ. એટલે જ આપણે પરમાત્મા પાસે હંમેશા સારી બુદ્ધિ માંગીએ છીએ નકે સારુ મન. એટલે જ સદબુદ્ધિ શબ્દ છે સદમન એવો શબ્દ નથી.

મેં એક યુટ્યૂબમાં વિડિઓ જોયો જેમાં પાંચ આંગળીઓ અને હાથ સાથે ખૂબ સરસ રીતે સમજાવેલું કે આપણી ટચલી આંગળી તન છે એની બાજુની આંગળી મન છે જે તનની આંગળીથી મોટી છે આથી મન આપણા તનને ચલાવે છે. એ પછીની આંગળી બુદ્ધિની છે જે મન કરતા પણ મોટી છે આથી જો બુદ્ધિ સારી હશે તો એ મનને રોકશે અને તે પછી જે પેલી આંગળી છે તે છે આપણો આત્મા અને તે પછી છે અંગુઠો એ છે પરમાત્મા. આમાં તનને એટલે કે શરીરને આપણે જોઈ શકીએ છીએ પરંતુ મન, બુદ્ધિ, આત્મા કે પરમાત્માને  જોઈ શકતા નથી. આ આત્માને ઓળખવા માટે ધ્યાન કરવું જરૂરી છે.

આપણે એટલે કે સામાન્ય માણસનું શરીર એ મનનું ગુલામ છે આથી મન થાઈ એ કરે. ઉદાહરણ તરીકે આપણને ખાવાનું મન થાઈ તો ખાઈએ છે, દારૂ પીવાનું મન થાઈ તો મન તનને દારૂ પીવા લઈ જશે, સારી કે ખરાબ બધી આદતો આ મન દ્વારા કરવામાં આવે છે અને શરીર મન કહે એ પ્રમાણે કરે છે કારણકે તનને પણ એની વાત માનવી ગમે છે એમાં મજા આવે છે. ઘણી વખત આપણને ખબર હોઈ કે આ વસ્તુ આપણી માટે સારી નથી છતાં મનના માર્યા કરીએ છીએ અને નુકસાન થાઈ ત્યારે રડીએ છીએ, અફસોસ કરીએ છીએ.

જોકે આ બધા એક હાથની પાંચ આંગળીઓની જેમ પરમાત્માના જ અંશ છે. આપણે ગીતામાં પરમાત્માને પ્રાપ્ત કરવાનાં જે માર્ગ છે તેના વિશે વાંચીએ છીએ કે જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ દ્વારા મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સામાન્ય મનુષ્ય આ બધા યોગ સાથે પ્રયત્ન કરે છે અને તે મને બરોબર પણ લાગે છે કારણ કે કોઈ એક માર્ગ લઈને  એની ઉપર ચાલવું એ સંસારી મનુષ્યો માટે થોડું અઘરું છે.

આથી આપણે પ્રભુભક્તિ અને સારા કર્મો સાથે ધ્યાન કરવું પણ જરૂરી છે. ધ્યાન એ જ્ઞાનયોગમાં આવે છે.  ઈશ્વરની ભક્તિ આપણામાં સદગુણોનો વિકાસ કરવામાં મદદ કરે છે. સારા કર્મો આપણને નીતિથી જીવવામાં મદદ કરે છે અને ધ્યાન આપણને આ ઈશ્વરે આપેલા જીવનનો જે સાચો ધ્યેય છે આપણા આત્માને ઓળખી પરમાત્માને પ્રાપ્ત કરવાનો, પોતાની જાતને ઓળખવાનો, એમાં આપણી મદદ કરે છે. આખી દુનીયા સાથે વાતો કરતા આપણે, આપણી જાત સાથે વાતો નથી કરતા અને આ મોકો આપણને ધ્યાન કરવાથી મળે છે.

આથી દરરોજ થોડીવાર માટે અચૂક ધ્યાન કરવું જોઈએ જ.

હું મારાં અનુભવની વાત કરું તો એમ કહી શકું કે મેં મારો સૌવથી મુશ્કેલી ભર્યો સમય ધ્યાનના કારણે ખૂબ સરળતાથી પસાર કરી શકી છું. બહુ ઊંડાણથી હજી નથી જાણતી પણ એટલી ખાત્રી ચોક્કસ છે કે હું મારી જાતને ચોક્કસ ઓળખી રહી છું. જોકે આપણે આ સંસારની માયામાં ફસાઈને જે કામ કરવા ઈશ્વરે આપણને મોકલ્યા છે તે ભૂલીને આપણે બીજું જ કરીએ છીએ. આથી આપણે આ શરીરની દેખભાળ અવશ્ય કરવાની છે કારણકે તેમાં રહીને જ આપણે આપણા આત્માને ઓળખવાનો છે પરંતુ નાશવંત શરીરની દેખભાળ કરવામાં શાસ્વત જે આત્મા છે તેના જે ગુણો છે તેને પણ નજરઅંદાજ કરવાનાં નથી કારણ કે આ ધરતી ઉપર આવવાનું એ જ મુખ્ય કારણ હોઈ છે.

તો મિત્રો દરરોજ પોતાની મુલાકાત ધ્યાન દ્વારા કરીએ અને નિયમિત કરીએ. પાંચ મિનીટથી ચાલુ કરીએ પછી તો તમે જ નક્કી કરશો કે કેટલી વાર બેસવું છે. ખૂબ ધૈર્ય રાખી આગળ વધવું પડે છે.

તો ચાલો મિત્રો કમેન્ટ કરી તમારા કોઈ ધ્યાનના અનુભવ હોઈ તો ચોક્કસ જણાવશો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને આંનદમાં રહો. ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

  1. dyan vise khub Sara's varnan karyu Che👌👌....ane ha maro pan anubhav Che k dyan karvathi aapde aapdi jat sathe vat to karye j chiye sathe isvar sathe pan mulakat kari sakye chiye....je khub j aahladak Che.....ae karya pacchi j khabar pade k aeno anubhav su Che.....☺☺om shanti.....🙇🙇

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday