માની કૃપા / mother's blessings

 

માની કૃપા / mother's blessings

આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. માઁ અધ્યશક્તિની ઉપાસનાના પવિત્ર દિવસો ચાલુ થયાં છે તો આજે આ મહા દિવ્યશક્તિના અંશ રૂપે જે સ્ત્રીશક્તિઓ તમારા ઘરમાં હોઈ તેનું માન અને આદર જાણવજો. એ મહાશક્તિ દરેક ઘરમાં ઈશ્વરે સ્ત્રી રૂપે આપેલી છે અને તે ઘણી મહાન છે.

જીવનમંચ ઉપર સૌવથી મહત્વનું કોઈ પાત્ર હોઈ તો તે માનું છે. એક સ્ત્રી એના જીવનમંચ ઉપર ઘણા પાત્રો ભજવે છે. દીકરીનું, પ્રેમિકાનું, પત્નીનું, ભાભીનું, નણંદનું, દેરાણી કે જેઠાણીનું, સાસુનું અને સૌવથી અગત્યનું એ છે માનું. પુરુષ વગરનું ઘર હશે તો ખબર નહી પડે પરંતુ સ્ત્રી વગરનું ઘર હશે તો તરત ખબર પડી જશે.

 આ એક જ પાત્ર પાછુ બીજા દરેક સંબંધમાં પણ ઘણા પેટા પાત્ર ભજવે છે જેમકે બાપના જીવનમાં દીકરી માની જેમ ખિજાઈ, માના જીવનમાં દીકરીની જેમ ડાહી અને મિત્રની જેમ સખી બની જાય, પતી માટે તો બધું જ મિત્રની જેમ સલાહકાર, તેના ઘરને વ્યવસ્થિત ચલાવનાર કુશળ ગૃહિણી, બાળકોની માટે શિક્ષક, મિત્ર, કામવાળી, સલાહકાર, અને દુઃખના સમયમાં બધાનો આશ્રય પણ સ્ત્રી જ બને છે. આમ સ્ત્રી દરેક ઘરની કરોડરજ્જુ કહેવાય. જેમ આપણું શરીર આપણી કરોડરજ્જુ ઉપર ટકેલું છે તેની જેમ દરેક ઘર સ્ત્રી ઉપર ટકેલું છે.

આ સ્ત્રી મહા શક્તિનો જ અવતાર છે.   આ શક્તિ ભલભલાને નમાવી શકે છે અને મહાન પણ બનાવી શકે છે. સ્વયં ઈશ્વરને પણ ઘણા દૈત્યોને મારવા માટે માઁ અધ્યશક્તિની મદદ લીધી જ છે. જોકે દુનિયાના દરેક મહાન પુરુષોને અને દરેક દૃષ્ટ દાનવોને જન્મ આપનારી પણ સ્ત્રી જ છે. દરેક બાળકના જીવન ઘડતરમાં માનો ફાળો સૌવથી અગત્યનો હોઈ છે. મા માટે એક બાળક હોઈ કે સાત બધા જ સરખા અને બધાને ખૂબ કાળજીથી લાડકોડથી ઉછેરીને મોટા કરશે. મા પોતાના બાળકો માટે ગમે તેવા દુઃખ સહન કરશે. જોકે પિતા પણ માથી કમ નથી પણ માનું હૃદય તેમના બાળકો સાથે જોડાયેલું હોઈ છે જોકે માનો સબંધ પણ બીજા બધા કરતા નવ મહિના વધારે હોઈ છે. બાળકોના સુખે સુખી અને તેમના દુખે દુઃખી થનારી આ મા સાક્ષાત ઈશ્વરનું રૂપ છે. દરેક બાળકના જીવનમાં મા હોઈ છે પણ માના જીવનમા બાળક નથી હોતું પણ મમતા તો છલોછલ ભરેલી જ હોઈ છે.

આજના ઝમાનામાં બધું ખૂબ આધુનિક બની ગયું છે. બધા સંબંધોમાં મિલાવટ થઈ ગઈ છે ત્યારે મા ને તેના સંતાનોના સંબંધોમાં હજી એ સચ્ચાઈ જળવાયેલી છે. ક્યાંક અપવાદ પણ જોવા મળે છે. ઘણી વખત એવા કિસ્સા પણ સામે આવે છે કે હૃદય હલાવી નાંખે પણ 100 માંથી પાંચ ટકા એવું બને. પણ એનાથી બધાને ખરાબ ના કહેવાઈ.

આજ ચોક્કસ કહેવું ગમશે કે ઘરમાં માની કિંમત ચોક્કસ કરજો પણ સાથે પત્ની, બેન, ભાભી જે કોઈ સ્ત્રી હોઈ તેનું સમ્માન પણ ચોક્કસ કરજો. પુરુષો સ્ત્રીને ઈંટ પથ્થરનું મકાન આપે છે એને પોતાના પ્રેમથી ઘર સ્ત્રી બનાવે છે. આજ અધ્યશક્તિની ઉપાસના કરતા હોઈ તો ઘરની જે શક્તિ છે તેનો આભાર માનવાનું પણ ભૂલતા નહી. સ્ત્રીઓ હંમેશા પ્રેમ, માન સમ્માન, સાચી લાગણીઓ કરતા ક્યારેય પૈસાને વધારે મહત્વ નહી આપે. બધા કહે કે સ્ત્રીને સમજવી અઘરી છે પણ હું કહું છું કે સ્ત્રીને સમજવા પૈસા ભરેલું પાકીટ નહી પણ લાગણી ભરેલું હૃદય જ બસ છે પછી પૈસા હોઈ તો એ બોનસ છે.  પણ કોઈ એવી સ્ત્રી નહી હોઈ કે જે પ્રેમથી અને સાચી લાગણીથી પીગળી ના જાય.

તો મિત્રો આજ મહાશક્તિની સાથે તમારી શક્તિ બની જે તમારી સાથે છે તેની શક્તિને અવશ્ય બિરદાવજો.

બધા ઉપર માઁ આધ્યશકતીની કૃપા અને આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના સાથે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો એવી માઁ પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday