જ્યારથી આભાર માનવાનું ચાલુ કર્યુ ત્યારથી કંઈ કામ જ નથી... / Nothing works since I started thanking......
ૐ
જ્યારથી આભાર માનવાનું ચાલુ કર્યુ ત્યારથી કંઈ કામ જ નથી...
આપણે ભારતીય આપણી આ પરંપરા ને ભૂલી જ ગ્યા છે. જે ખૂબ જ મહત્વ ની છે અને ધરતી પરના દરેક મનુષ્યોમાં હોવી જ જોઈએ. એ છે આભારવિધિ, કૃતજ્ઞતા જેને અંગ્રેજીમાં આપણે (gratitude) ના નામથી ઓળખીએ છીએ. આ એક જાદુ છે જે આપણા જીવનમાં ઘણા ચમત્કાર કરી શકે છે.
જયારે હું ભણતી ત્યારે અમારી નિશાળમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થતા ત્યારે તેમાં આવેલા મહેમાનોનો માટે છેલ્લે આભારવિધિ રાખવામાં આવતી. જોકે સાચું કહું તો ગુજરાતી ભાષામાં ખૂબ ઓછો ઉપયોગ આ " આભાર ", " મને માફ કરજો, " " હું તને પ્રેમ કરું છું," અને " મહેરબાની કરીને " શબ્દોના થતા હશે. જે અહીંયા uk માં તમે વાતે ને વાતે સાંભળવા મળશે. જોકે અંગ્રેજી ભાષામાં (sorry, please, thank you, love you ) એ જાદુઈ શબ્દો કહેવાય છે અને અહીંયા બાળકોને તે નાનપણથી જ શીખવાડવામાં આવે છે. પણ હું નાની હતી ત્યારે આપણને ગુજરાતી ભાષામાં આ જાદુઈ શબ્દો નથી શીખવાડતા. હા વડીલોનું માન જાળવવું, સામે નો બોલવું, એ બધું શીખવાડતા પણ આ આભારને એ બધા શબ્દોનો બહુ ઓછો ઉપયોગ કર્યો છે. અહીંયા ઇંગ્લેન્ડમાં ગોરા લોકોને વાતે વાતે આભાર માનવાની આદત.જયારે હું અહીંયા આવી ત્યારે એમના વાતે વાતે thank you સાંભળીને ગળગળુ થઈ જવાતું કારણ કે આપણે આ શબ્દથી ટેવાયેલા જ નહી. પણ હવે પેલી કહેવત છે ને કે, " સંગ આવે પણ રંગ ના આવે " એની જેમ ટેવાઈ ગ્યા. પણ ખરેખર એ જાદુઈ શબ્દો જ છે અને તેનો ઉપયોગ થવો જ જોઈએ.
અત્યારે તમે બધાએ ho oponopono પ્રાર્થના વિશે સાંભળ્યું જ હશે. એ પણ આપણી કૃતજ્ઞતા જ પ્રગટ કરે છે. ખાલી ચાર લીટીની એ પ્રાર્થના ખૂબ જ શક્તિશાળી છે કે, I am sorry, please forgive me, i love you and i thank you. આ પ્રાર્થના આપણે ગમે તેને અને ગમે ત્યારે કરી શકીએ છે.
જોકે આપણે આ આભાર માનવાની કળા સ્વીકારીને વિકસાવી લેવા જેવી છે. ખાસ કરીને કૃતજ્ઞતાની ભાવના આપણામાં હોવીજ જોઈએ. જયારે આપણે આપણી પાસે નથી એની ફરિયાદ ઈશ્વર પાસે કરવા કરતા જે છે તે એક એક વસ્તુની, સંબંધોની, આપણા શરીરની, દરેક સુંદર રીતે કાર્ય કરતા અંગોની, આ સુંદર કુદરત ની, દરેક સુખ સગવડતાની ગણતરી ચાલુ કરીએ ત્યારે થાઈ કે આપણી પાસે ભગવાને આપેલું એવું ઘણું છે જેનો ક્યારેય આપણે ઈશ્વરનો આભાર માનતા જ નથી. બસ ભીખારીની જેમ માંગ્યે જ રાખીએ છીએ. આપણે કયારેય ઈશ્વરને ભાવથી મળતા જ નથી હંમેશા અભાવની વાતો ઈશ્વર પાસે લઈને જઈએ છે. બરોબર ને મિત્રો!! ચોક્કસ વિચારજો આ વિશે.
હું પણ એવી જ હતી. અભાવ સાથે જ ઈશ્વરને મળતી પણ હમણાં થોડા મહિનાથી મેં મારી પાસે જે છે એ બધાનો આભાર માનવાનો ચાલુ કર્યો ત્યારથી મારી પ્રાર્થના ખૂબ જ નાની થઈ ગઈ છે. જેમ બધી જગ્યાએ આપણે સમય બચાવીએ તેમ અહીંયા ઈશ્વરની પૂજામાં પણ સમય બચવાં લાગ્યો છે. જે પૂજા ધૂપ દીપ કરવામાં અડધી કલાક, કલાક ભીખારીની જેમ માંગવામાં જતી એ હવે ઈશ્વરનો આભાર માનવામાં જલ્દી થઈ જાય છે અને ઈશ્વર પણ હસતા હસતા સાથે જ હોઈ એવું હંમેશા અનુભવાઈ છે. એમ થાઈ કે જાણે સ્વમાન સાથે ઈશ્વરને મળીએ છે અને ઈશ્વર પણ ખૂબ પ્રેમથી મળે છે અને જે છે તેને બમળું કરીને આપે છે. દરેક કામ કરતી વખતે માથે ભાર પણ જાણે ઓછો હોઈ એવું લાગે.
મને થયું કે એક માણસ આપણને આપણા નાનકડા કામ માટે thank you કહે કે આભાર માને તો આપણને એટલું બધું ગમે છે તો આ સરસ મજાની જિંદગી જે ઈશ્વરે આપી છે તેનો આભાર માનીએ તો તેને પણ કેવું ગમે!!! એટલે મેં પણ ભગવાનો દરેક વસ્તુ માટે આભાર માનવાનો ચાલુ કરી દીધો અને એ મારો ઈશ્વર પણ મને હંમેશા most wellcome કહે જ છે. તો મિત્રો તમે પણ આભાર માનવાનો પ્રયત્ન ચાલુ કરજો અને તમારા વિચારો ચોક્કસ જણાવશો.
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો એવી મારાં ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો