આપણુ જીવન સંપૂર્ણ ( perfact ) છે એમ ક્યારેય કહેવાઈ????
ૐ
આપણુ જીવન સંપૂર્ણ છે કે perfact છે એમ ક્યારેય કહેવાઈ????
આ એક એવો પ્રશ્ન છે કે જેનો જવાબ બધા પાસે જુદો જુદો છે. એક ઘરમાં રહેતા બધા લોકોના વિચારો અલગ અલગ હોઈ છે એની જેમ જીવનની સંપૂર્ણતા વિશે પણ બધાની દ્રષ્ટિ અલગ અલગ હોઈ છે. પણ આપણે હંમેશા બીજાની દ્રષ્ટિએ જ આપણું જીવન જોઈએ છે અને બીજાના આપણા વિશેના જે મૂલ્યાંકન હોઈ તેનો સ્વીકાર કરીએ છે. એક સાદું જ ઉદાહરણ આપું તો આપણે ક્યાંય બહાર જવું હોઈ અથવા તો લગ્નમાં જવું હોઈને આપણે સરસ મજાના તૈયાર થયાં હોઈ, એકદમ પરફેક્ટ સાડી, હેરસ્ટાઇલ, દાગીના, અરે પર્સ પણ સરખું મેચિંગ કર્યુ હોઈ, અરીસામાં જોઈ લીધું હોઈ અને પતી કે બીજું કોઈ આવીને કહે કે આ સરખું નથી તો તમે ફરી પાછા અરીસામાં જોવા જશો. આ ખાલી સ્ત્રી જ નહી પુરુષો પણ આમ જ કરે. બધું બરોબર હોઈ, પોતાને ખબર હોઈ છતાં બીજા કહે એટલે થોડું તો કઈંક બદલાવે જ. છેલ્લે બાકી વાળ જ ઓળવી લ્યે. બરોબર ને!!!! એવું જ કરીએ છીએને??
જીવનની સંપૂર્ણતા એટલે શું??? મોટું ઘર હોઈ? ખુબ બધા પૈસા હોઈ??? મોટી મોટી ગાડીઓ હોઈ??? ખૂબ પ્રેમ કરવા વાળો પરિવાર હોઈ, બાળકો પતિ /પત્ની હોઈ, ખૂબ બધા મિત્રો હોઈ, સારો કારોબાર/નોકરી વગેરે હોઈ, બધા તમારો પડ્યો બોલ જિલતા હોઈ વગેરે વગેરે વગેરે...... આ લિસ્ટ ખૂબ લાબું છે. જેની પાસે આવું બધું હોઈ તેનું જીવન સંપૂર્ણ કહેવાય એમ જ વિચારો છોને...... પણ આ બધું જ એક વ્યક્તિ પાસે હોઈ એવું તમે ક્યાંય જોયું છે???? આજુ બાજુ તો ઠીક પણ દૂર દૂર પણ. મેં તો ક્યાંય નથી જોયું કે કોઈના જીવનમાં ઈશ્વરે બધું જ આપ્યું હોઈને કોઈ કહે કે મારું જીવન હવે સંપૂર્ણ છે કે મારાં જીવનમાં હવે કોઈ કમી નથી. તમે જોવા જશો તો દરેકના જીવનમાં કોઈને કોઈ કમી છે જ. દૂર નહી તમારી આજુબાજુમાં તમારા જ પરિવાર, મિત્રોમાં નજર નાખી લેજો. દરેકને કંઈ ને કંઈ તકલીફ છે જ. દરેક જણ પાસે જઈને વાત કરશો એટલે કઈને કંઈ તો હશે જ, કોઈ તમને એમ નહી કહે કે વાહ!!! મારી જિંદગી પરફેક્ટ ચાલે છે અને બસ મેં બધી વ્યવસ્થા કરી લીધી છે એટલે ભવિષ્યમાં પણ આમ જ પરફેક્ટ રહશે. કહી શકે એમ????? ના કોઈ નઈ, કારણ કે આપણા સમય સંજોગો ક્યારેય આપણા હાથમાં નથી. જયારે સંજોગો આપણી તરફેણમાં હોઈ ત્યારે જીવનમાં બધું સરખું ચાલતું હોઈ એટલે જીવન સંપૂર્ણ લાગે અને જેવી પરિસ્થિતિ બદલાઈ એટલે એજ પરફેક્ટ જીવનમાં ઘણી બધી ખામીઓ આવવા લાગે અને કમીઓ દેખાવા લાગે.
તમે તમારી જિંદગીને ક્યાં અભિગમથી ( attitude) જોવો છો એ અભિગમ નક્કી કરે છે કે જીવન સંપૂર્ણ છે કે નહી. ક્યારેય કોઈનું જીવન સંપૂર્ણ નથી હોતું પણ વ્યક્તિ પોતાના જીવન વિશે પોતાના વ્યક્તિત્વ વિશે કેવો અભિગમ રાખે છે તે અભિગમ એને અને તેના જીવનને પરફેક્ટ ( સંપૂર્ણ ) બનાવે છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે કે ગરીબ હશે, કદાચ કોઈ શારીરિક રીતે અપંગ હશે છતાં તેઓ આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરતા હોઈ છે અને એક નાનકડી સિદ્ધિ મળે તો પણ ખૂબ ખુશ થતા હોઈ છે. ક્યારેક નિષ્ફળતા પણ મળતી હોઈ છે તો પણ એજ જુસ્સા સાથે, એજ સકારાત્મક અભિગમ સાથે આગળ વધતા હોઈ છે.
આપણે જયારે આપણી જાતને પ્રેમ કરશું, આપણી જાત ઉપર વિશ્વાસ કરશું ત્યારે આપણા જીવનમાં આપણને કોઈ કમી કે ખામી નહી દેખાય. એવું જણાય ત્યારે સમજવું કે આ અભિગમ સાથે જીવવાથી જીવન હંમેશા સંપૂર્ણ અને જિંદગી ખુશીયોથી ભરપૂર લાગશે. પરિસ્થિતિ અને સંજોગો તો આવે ને જાય પણ એમાં મન બુદ્ધિ સ્થિર રાખી કાર્ય કરતો રહે એના જીવનમાં હંમેશા સંપૂર્ણતા જ રહે છે. શ્રી કૃષ્ણની ગીતાના શબ્દોમાં કહું તો સ્થિતપ્રજ્ઞ માણસનું જીવન હંમેશા સંપૂર્ણ હોઈ. બસ આજ વસ્તુ જેની પાસે હોઈને એમના જીવન મને સંપૂર્ણ લાગે છે પછી તે ગરીબ હોઈ કે ખુબ પૈસા વાળો હોઈ, મજબૂત માણસ હોઈ કે શારીરિક ખોડ ખાંપણ વાળું હોઈ. બરોબરને મિત્રો!!!!
તમને શું લાગે છે?? તમારા વિચારે કોનું જીવન પરફેક્ટ કહેવાય તે કમેન્ટ કરી ચોક્કસ જણાવશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધાને ઈશ્વર સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો