રામનવમી /Ramnavmi

રામનવમી /Ramnavmi 

આજ રામનવમી છે. ચેત્રસુદ નોમ એટલે ભગવાન રામનો જન્મદિવસ. આજથી લગભગ સાત હજાર વર્ષ પહેલા ભગવાન રામનો જન્મ ભારતમાં અયોધ્યા નગરીમા રાજા દશરથને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ કોષલ્યા. બધાને ભગવાન રામના અને માતા સીતા વિશે અને રામાયણ વિશે ખબર જ છે. પણ આજ વાત મારા મતે ભગવાન રામ અને શ્રી કૃષ્ણ વિશે કરવી છે.

બધાને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધેલું છે કે જયારે જયારે આ ધરતી ઉપર પાપ અને અધર્મ વધશે ત્યારે ત્યારે હું જન્મ લઈશ અને આપણને તેમના દસ અવતારો વિશે પણ ખબર છે. એ વાત જુદી છે કે તે અવતારો વચ્ચે સમયગાળો હજારો વર્ષોનો છે. આ બંને ભાગવાનો વચ્ચે ઘણો વિરોધાભાસ છે. ભગવાન રામ સુદ એટલે કે અજવાળીયાના દિવસોમાં જન્મયા હતા જયારે શ્રી કૃષ્ણ વદ એટલે કે અંધારિયા દિવસોમાં શ્રાવણ વદ આઠમના જન્મ્યા હતા. શ્રી રામ દિવસે બાર વાગ્યે અને શ્રી કૃષ્ણ રાત્રે બાર વાગ્યે જન્મ્યા હતા. શ્રી રામ રૂપે સુંદર સ્વેત રંગના અને શ્રી કૃષ્ણ સુંદર શ્યામ વર્ણના, પ્રભુ રામ ધીર ગંભીર ચાર ભાઈઓનમાં મોટા ભાઈ તો શ્રી કૃષ્ણ બલરામના નટખટ નાના ભાઈ, શ્રી રામ પાસે એક પત્ની જયારે શ્રી કૃષ્ણ સોળહાજર રાણીઓના સ્વામી. શ્રી રામે રાવણવધ કર્યો જયારે શ્રી કૃષ્ણએ કંસવધ કર્યો. ભગવાન રામનું જીવન એકદમ સીધું બધાને સમજાઈ એવું જયારે શ્રી કૃષ્ણનું જીવન સમજવું અઘરું. આમ જોવા જઈએ એટલે ઘણા વિરોધાભાસ જોવા મળે છે.

આમ તો બંને ભગવાન વિષ્ણુના જ અવતારો છે પણ પ્રભુએ કદાચ ત્યારના સમય, સમાજ અને સંજોગો પ્રમાણે પોતાના ચરિત્રનું નિર્માણ કર્યુ હશે. ખરેખર અદ્ભૂત!!! હું જયારે પણ આ વિશે વિચાર કરું, વાંચું તો મને નવું નવું ઘણું જાણવા મળે. આમ તો બંનેના જીવન ખૂબ સમજવા જેવા છે, જાણવા જેવા છે અને તેમાંથી ઘણું બધું શીખવા જેવું છે. આપણે તેમને આટલા હજારો વર્ષ પછી પણ માનીએ છીએ અને પૂજીએ છીએ. બંનેના જીવનમાં ઘણો સંઘર્ષ રહ્યો. ઘણી યાતનાઓ રહી અને ઘણા કામો પણ કર્યા અને તે ઈશ્વર હતા પોતાના અસ્તિત્વની જાણ હતી એટલે બધા કર્મો કદાચ નિષ્કામ ભાવે, કર્મફળની ઈચ્છા વગર કર્યા હશે અને જેમાં ભૂલ હશે તેના પરિણામો પણ ઈશ્વરે ધરતી ઉપર ચૂકવવા આવવું પડ્યું છે. જો એવું ના હોત તો શ્રી કૃષ્ણને ગંધારીનો શ્રાપ ના લાગત, જરાં નામના પારધીના બાણેથી તેમનો સ્વર્ગવાસ ના થાત. આ બધા આપણને સામાન્ય માનવીને સૂચનો છે કે ઈશ્વર પણ નથી છૂટ્યા આ ધરતી પર તો આપણે તો માનવીઓ છે. આપણે ચોક્કસ એમના ( parmatmana)  જ દિવ્ય અંશો છે પરંતુ આપણા અજ્ઞાનના કારણે ઘણા દુઃખ અને સુખનો અનુભવ કરીએ છીએ. આ બંને ભગવાનના જીવન આપણને ઘણું બધું શીખવાડી જાય છે. આપણે જેમ જેમ સમજતા જઈએ તેમ તેમ નવું નવું શીખવાનું જાણવાનું અને જીવનને સુંદર બનાવવાની નવી નવી વાતો મળે.

આપણે ભગવાન રામના જીવન દ્વારા પરિવાર કેવો હોવો જોઈએ, પરિવારમાં ત્યાગ કેવો હોવો જોઈએ, પરિવારમાં પ્રેમ કેવો હોવો જોઈએ વગેરે જાણવા અને શીખવા મળે છે. ભગવાન રામનું જીવન આદર્શ જીવન છે જે જોઈને ઘણું બધું આજના માનવીએ શીખવાનું છે જયારે શ્રી કૃષ્ણનું જીવન કેવી રીતે પોતાના હક માટે લડવું, કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે જીવાત્માએ પોતાના ઉદ્ધાર કરવો વગેરે કહ્યું છે ભગવત ગીતા દ્વારા. શ્રી કૃષ્ણ તો ભગવાન હતા તેમને સોળહજાર રાણીઓ કરી હતી તેઓના ઉદ્ધાર માટે આપણે માનવીને તો એક જ રાણી બસ છે. પણ ઘણી વખત અમુક મનુષ્યો તેનો અવળો અર્થ લેતા હોઈ છે. પણ બંનેને આપણે પૂજીએ છીએ. શ્રી રામના અને શ્રી કૃષ્ણના સમયે આ ધરતી પર એક જ ધર્મ હતો માનવતાનો આથી તેઓ માનવતા માટે, ન્યાય માટે, લોકોની ભલાઈ માટે લડ્યા. શ્રી કૃષ્ણએ ગીતા વચનો કહ્યા પુરી માનવજાત માટે. આથી દરેકને પ્રાર્થના છે કે ધર્મના નામ પર લડવાનું બંધ કરો મનાવતાને મહત્વ આપો. આથી ભગવાન રામે કેમ જીવવું એ જીવીને બતાવ્યું છે આથી આપણે મનુષ્યોએ તેમના જીવનને આદર્શ માનીને ઉતારવાનું છે અને શ્રી કૃષ્ણએ કેમ જીવવું એ ગીતાવચનો દ્વારા કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે નકે શ્રી કૃષ્ણએ કર્યુ છે તેમ. આથી કોઈ કૃષ્ણ કોરોનોમાંથી નહી છોડાવે તેમણે આપણને જ પરમાત્માના અંશ કહ્યા છે માટે આપણે જ સાવચેતી, સ્વછતા અને દુરી રાખી મનાવને મદદ કરી માનવતા ધર્મ દાખવવાનો છે અને ધીરજથી કામ લઈ એકબીજાથી દૂર  રહી બચવવાના છે.

તો મિત્રો બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાના જીવનમાં ઈશ્વરના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday