ઈશ્વરની પાઠશાળા / School of God

 🕉

ઈશ્વરની પાઠશાળા / School of God

આ દુનિયા એક મોટી નિશાળ છે અને બધા જ જીવો વિદ્યાર્થી. જોકે આ બ્રહ્માંડમાં એટલે કે આ યુનિવર્સમાં કહેવાય છે કે આ પૃથ્વી જેવા અને તેનાથી પણ બમણા મોટા અનેક ગ્રહો છે. આપણા શાસ્ત્રો પ્રમાણે શિવલોક, સૂર્યલોક, વિષ્ણુલોક, બ્રાહ્મલોક, અક્ષરધામ, યમલોક, ગૌલોક અને એવા તો ઘણાય છે. પણ આ પૃથ્વીલોક એ ઈશ્વરની બનાવેલ વિધાલય છે જ્યાં દરેક આત્માને ઈશ્વર તેમના કર્મોના હિસાબ પ્રમાણે કંઈ ને કંઈ શીખવા મોકલે છે. એ વાત જુદી છે કે આપણે આ જીવનયાત્રામાં એ યાદ રાખીએ છીએ કે નહી.

આ વાત તો બહુ મોટી થઈ. દરેક લોકો એના જીવનધ્યેયને નથી ઓળખી શકતા પણ જેમ જેમ જીવન જીવતા જઈએ તેમ તેમ સમય, સંજોગો માણસને બધું શીખવાડતા જાય છે. જોકે આ દુનિયામાં જન્મ લેતાની સાથે જ આપણી તાલીમ શરુ થઈ જાય છે.    થોડું પોતાની મેળે શીખીએ છીએ, થોડું બીજાને જોઈને અને થોડું જીવનની ઠોકરો ખાઈને શીખી જઈએ છે. જોકે આ જીવન કેવી રીતે જીવવું એની માટે પાઠ્ય પુસ્તક છે તો ખરી પણ આપણે હોશિયાર માણસો એને વાંચવાની દરકાર જ કરતા નથી.

પુસ્તકોતો ઘણાય છે પણ મને એમાં બધાથી સહેલું પુસ્તક લાગતું હોઈ તો એ છે શ્રી કૃષ્ણની ગીતારૂપી વાણીનું પુસ્તક ભગવત ગીતા. એને જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ આપણા અજ્ઞાન મનના બધા જ દરવાજાઓ ખુલતા જાય છે. સરખી રીતે સમજીને જીવનમાં ઉતારેલું ગીતાજ્ઞાન માણસને આ ભવસાગર પાર કરવામાં ખૂબ જ મદદરૂપ થાઈ છે. કેમ જીવવું?? કેવી રીતે જીવવું?? શા માટે જીવવું?? વગેરે સવાલોના જવાબ ગીતામાં ડૂબકી મારવાથી મળી જાય છે. તેમાં સરળમાં સરળ અને અને અઘરામાં અઘરા પ્રશ્નના જવાબ પણ મળી જાય છે. જેટલી વાર વાંચો એટલી વાર આપણને કઈને કંઈ નવીન જાણવાનું શીખવાનું મળે જ.

આ તો થઈ આધ્યાતમની વાત પણ આમેય જીવનમાં નવું નવું શીખતાં રહીએ તો ક્યારેય માનસિક બુઢાપો નથી આવતો. શરીર તો સમય વીત્યે તેનું કામ કરે પણ મન હંમેશા પ્રફુલ્લિત અને તાજગી સભર રહે છે. નવું શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તમે ગમે ત્યારે શીખવાનું ચાલુ કરી શકો છો. શીખવાની અને નવું જાણવાણી નજર અને ધગસ હોઈ તો દરરોજ આજુબાજુમાંથી નવું નવું શીખી શકો છો.

જ્યારે આપણે શીખવાની બેદરકારી દાખવીએ અને માનવતાના પાઠ ભૂલી જઈએ ત્યારે જેમ શિક્ષક આખા વર્ગના બાળકોને એકી સાથે કોઈ પાઠ શીખવવો હોઈ ત્યારે શિક્ષક જેમ સજા રૂપે સમજાવે તેવી જ રીતે કુદરત પણ કરે છે. કોઈ પણ કુદરતી આફતોરૂપી સજા આપી સમજાવે છે જેમ કે સુનામી, ધરતીકંપ, કોરોના જેવી મહામારી, દુકાળ વગેરે....... આપણે તેમાંથી શીખ લઈને આગળ વધીએ અને ફરી ભૂલીએ ત્યારે કુદરત રૂપી શિક્ષક મોકલી ઈશ્વર પાઠ ભણાવે છે. મુખ્ય પાઠ તો માનવતાનો તો જ હોઈ છે અને પરીક્ષા પણ તેનીજ હોઈ છે. બરોબરને મિત્રો આવી જ કંઈ ઈશ્વરની નિશાળ છે ને!!!!!

તમને શું લાગે છે??? ચોક્કસ જણાવશો. તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!