આજ વાત એક રાજકુમારની જે ક્યારેય રજા નો બન્યો...../ This is the story of a prince who never become a king.....

 

આજ વાત એક રાજકુમારની જે ક્યારેય રજા નો બન્યો...../ This is the story of a prince who never become a king.....

આજ એક એવા રાજકુમારની વાત કરશું જે રાજકુમાર તો બન્યો પણ રાજા ક્યારેય ના બની શક્યો. જી હા!! આજ વાત કરશું પ્રિન્સ ફિલિપની.

પ્રિન્સ ફિલિપનો જન્મ ગ્રીસમાં 10 જૂન 1920માં થયો હતો. રાજકુમાર હતો પરંતુ બાળપણ ઘણું અઘરું હતું. ચાર બહેનો વચ્ચે એક જ લાડકો ભાઈ હતો. જયારે તે દોઢ વર્ષના હતા ત્યારે તેના પિતાને પદ છોડવાની ફરજ પડી અને તેમને ગ્રીસ છોડવું પડ્યું. ત્યારબાદ તેઓ પેરિસમાં રહ્યા પરંતુ માતાની માનસિક બીમારીના કારણે માતાને સારવાર માટે છોડી પ્રિન્સ તેમના સગાઓ પાસે ઇંગ્લેન્ડમાં રહ્યા. ત્યાં પછી1930માં તેઓ યુકેની ચીમ પ્રેપરેટરી સ્કૂલમાં ગયા. તે પછી 1933માં જર્મનીમાં સાલેમ સ્કૂલમાંથી જ તેઓને ડૂયક ઓફ એડનબર્ગ એવોર્ડ સ્થાપવાની પ્રેરણા મળી. જે આજ પણ uk નાં યુવાવર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે.

પ્રિન્સ ફિલિપને ચાર બહેનો હતી પણ બધી જ સ્વર્ગવાસી છે. પ્રિન્સે રોયલ નેવીમાં પણ વિશ્વયુદ્ધ દરમિયાન માનદ પદે રહી સેવાઓ આપી. ઘણા બધા પુરસ્કારો મેળવ્યા અને નાની વયે ખૂબ મોટી સિદ્ધિઓ મેળવી.

9 જુલાઈ 1947માં તેમણે રાજકુમારી એલીઝાબેથ -2 સાથે સગાઇ કરી અને 20 નવેમ્બર 1947માં તેમના લગ્ન થયાં અને ચાર સંતાનોના માતા પિતા પણ બન્યા. તે પછી 6 ફેબ્રુઆરી 1952માં રાજા જ્યોર્જ છઠા સ્વર્ગ સીધાવ્યા તેમને પુત્ર નોહતા ફક્ત બે પુત્રીઓ રાજકુમારી એલીઝાબેથ અને રાજકુમારી મરગારેટ હતા આથી મોટી પુત્રી એલીઝાબેથ 2 જૂન 1953 માં ઇંગ્લેન્ડની મહારાણી બન્યા. ફક્ત ઇંગ્લેન્ડની નહી પણ જ્યાં જ્યાં બ્રિટિશ રાજ હતું ત્યાં બધે જ.  અડધીથી વધારે દુનિયામાં બ્રિટિશ રાજ હતું. જે અત્યારે આપણે કોમનવેલ્થ કન્ટ્રી નાં નામે ઓળખીએ છીએ તે બધા જ દેશો.

આવી શક્તિશાળી સ્ત્રીના પતિ હોવું એ સામાન્ય વાત નથી. ઘણી સમજદારી હોવી જરૂરી છે. શું કયારેય પ્રિન્સને રાજા બનવાનું મન નહી થયું હોઈ?? શું ક્યારેય પતિ પત્ની વચ્ચે સામાન્ય દંપતીમાં થાઈ એવી લડાઈ થઈ નહી હોઈ?? શું ક્યારેય પ્રિન્સનું પુરુષ તરીકેનું અભિમાન ઘવાયું નહી હોઈ??? આવા ઘણા સાવલો મનમાં આવે છે. અત્યારે અને પહેલા પણ સતાની લાલચમાં ઘણી લોહીયાળ લડાઈઓ થઈ છે અને સતા પલટો પણ થયા જ છે ત્યારે ખરેખર એક પડછાયાની જેમ પોતાની પત્નીની સાથે અડગ ઉભા રહેવા માટે અને વફાદાર રહેવા માટે પ્રિન્સ ફિલિપ ઉપર ગૌવરોવ થાઈ. બ્રિટનનાં ઇતિહાસમાં સૌવથી લાંબા સમય માટે સેવા આપનાર પ્રિન્સ ફિલિપ 9 એપ્રિલ 2021 નાં રોજ 99 વર્ષની ઉંમરે સ્વર્ગ સીધાવ્યા. આજ તેમનું પુરા રાજકીય માન સમ્માન સાથે અંતિમ વિદાઈ છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

પણ એક વાત તો ચોક્કસ મનમાં આવે કે એવા ક્યાં કર્મો હશે પ્રિન્સનાં કે ભલે બાળપણ થોડું મુશ્કેલી ભર્યું હતું પણ આટલુ લાબું નિરોગી આયુષ્ય, દુનિયામાં ધનિક રાજપરિવાર જીવન અને એકદમ સુખી દાંમ્પત્ય જીવન મળ્યું.  ખરેખર એમણે દેશ પ્રત્યેની, પત્ની પ્રત્યેની, બાળકો પ્રત્યેની જવાબદારીઓ બખૂબી નિભાવી. આજ જયારે પ્રિન્સનાં ને મહારાણીના લગ્નના ફોટાથી માંડીને અત્યાર સુધીના જે ફોટા જોઇએ તો તે બધામાં બંનેની આંખોમાં એકબીજા પ્રત્યે માન સમ્માન , વિશ્વાસ અને પ્રેમ જ દેખાય.



આજ આપણે તેમના દેશમાં રહીએ છીએ આથી તેમના આત્માની શાંતિ માટે એક પ્રાર્થના તો બને જ. પ્રિન્સનાં જીવનમાંથી એક વસ્તુ ચોક્કસ શીખવા જેવી છે કે હંમેશા હસ્તા રહેવું જોઈએ તેમને ક્યારેય તમે ઉદાસ નહી જોયા હોઈ. અને બીજી વાત એ કે તમે ભલે આખી દુનિયા જીતી, તેમના માલિક હોઈ પણ એક દિવસ તો એવો આવશે જ કે તમારે આ દુનિયાને અલવિદા કહેવી જ પડશે. આથી સારા કર્મોની સુવાસ ફેલાવજો, જે આપણા ગ્યા પછી પણ દુનિયાને મહેકાવતી રહે. બરોબર ને!!!!

ચાલો મિત્રો રજા લવ. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday