સાચો ધર્મ, સાચું જ્ઞાન??/ True religion, true knowledge??

 🕉

સાચો ધર્મ, સાચું જ્ઞાન??


વિશ્વમાં લગભગ 195 દેશ છે. 10.000 દસ હજાર જેટલા નાના મોટા ધર્મ છે. એમાં હિંદુ ધર્મ સૌથી જૂનો ગણવામાં આવે છે. આપણે ક્રિષ્ન જન્મ જોઈએ તો લગભગ પાંચ હજાર વર્ષ પહેલા અને રામ જન્મ જોઈએ તો લગભગ સાત હજાર વર્ષ પહેલા આથી વૈદિક ધર્મ (જેને માનવા વાળા હિંદુ કહેવાય છે )તે સૌવથી જૂનો છે. ખ્રિસ્તી ધર્મ ઈશુના જન્મ પછી આવ્યો એટલે લગભગ 1980 (એક હજાર નવસો એંસી વર્ષ ) જેટલા જ જૂનો છે પરંતુ અત્યારે તેને માનનારાની સંખ્યા સૌવથી વધારે છે. જયારે ઇસ્લામ ધર્મ 1400 વર્ષ જૂનો છે પરંતુ આજ એને મનનારાઓની સંખ્યા પણ બહુ મોટી છે. આ દરેક ધર્મને માનનારા દરેકને પોત પોતાની ઓળખ, માન્યતાઓ અને વિશ્વાસ છે.

આજ લોકો જેટલા ધર્મમાં માનતા થયાં છે એટલાજ ધર્મ વિરુદ્ધ કામ કરતા પણ થયાં છે. દરેક ધર્મમાં એક ઈશ્વર છે અને તેના અનુયાયીઓ તેના ઈશ્વરના સંદેશ લોકો સુધી પહચાડે છે, પવિત્ર પુસ્તક મારફત, શિષ્યો મારફત કે પછી હિંદુ ધર્મની જેમ ઈશ્વર જુદા જુદા સમયે અવતારી જેમ કે ક્રિષ્ન ભગવાન, રામ ભગવાન, બુદ્ધ ભગવાન   વગેરેની જેમ. પછી તો ઘણા પેટા ધર્મ બન્યા હશે પણ ઈશ્વર તો એક જ છે. તેમના સાચા ભક્તોએ ચોક્કસ તેમને જોયા હશે કે અનુભવ્યા હશે પરંતુ સામાન્ય માનવી માટે તો બીજાનું અનુસરણ જ કરવું રહ્યું.

આજ માનવી ધર્મથી ડરતો થયો છે જયારે ધર્મ એ કે જે ડરમાંથી છોડાવી આપણને નિર્ભય બનાવે. આજ લોકોને ધર્મનો પ્રચાર કરવો પડે છે, વસ્તુની જેમ તેની પણ જાહેરાત કરવી પડે છે જયારે ધર્મ એ કે જ્યાં શ્રદ્ધાંથી આપણું મસ્તક નમે. લોકો આજ ધર્મની વિધિઓની પાછળ દોડી રહ્યા છે અને તેમાં ભૂલો ના થાય તેનું ધ્યાન રાખી રહ્યા છે જયારે પોતાના કર્મોમાં ભૂલો થાઈ છે ત્યારે તેને નજરઅંદાજ કરી રહ્યા છે. ઈશ્વરની બનાવેલી આ સુંદર દુનિયામાં ઈશ્વરે ક્યાંય એનું નામ નથી લખ્યું પરંતુ આપણે એના સંતાનો દરેકમાં આપણા નામોની તખતીઓ લગાડીએ છીએ.

ઈશ્વરે આપણને વૈદિક, હિંદુ, ખિસ્તી, ઇસ્લામ કે જૈન કે શીખ ધર્મ નોહતા આપ્યા. એ દયાળુ પરમપિતાએ આપણને માનવતાનો, દયાનો, પ્રેમનો, સત્યનો ધર્મ આપેલો હતો. આ બીજા ધર્મના નામો તો આપણે મનુષ્યો એ આપેલા છે.  ઈશ્વરે તો આપણી માટે આ સુંદર ધરતી જ બનાવી હતી તેની ઉપર સરહદોની રેખાઓ આપણે માનવીએ બનાવી છે. ઈશ્વરે તો આપણી માટે નિર્મળ પાણી જ બનાવ્યું છે પણ તેમાંથી ઝેર આપણે બનાવ્યું.

આજ વિશ્વયુદ્વ તો નથી થતા પરંતુ ઈશ્વરના નામે, ધર્મના નામે સૌવથી વધારે ઝગડા અને લડાઈઓ થઈ રહી છે. આપણે સનાતન ધર્મની સુંદરતા ભૂલી પોતાના ધર્મને સુંદર સ્થાપિત કરવા માટે લડી રહ્યા છે અને લડી પણ એ રહ્યા છે કે જેને ઈશ્વર સાથે કે તેની માનવતા સાથે કાંઈ જ લેવા દેવા જ નથી.


જયારે યોગને આપનારા પતંજલિ ઋષિએ યોગનું જ્ઞાન આપ્યું હશે ત્યારે હિન્દુને કે મુસ્લિમને કે ખ્રિસ્તિને નોહતું આપ્યું, માનવતના કલ્યાણ માટે આપ્યુંતું, મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને ગીતાજ્ઞાન આપ્યું તે અર્જુન માટે જ નોહતું પરંતુ આખા વિશ્વના માનવ કલ્યાણ માટે હતું. જયારે ગીતા કહેવામાં આવી ત્યારે હિંદુ, ઇસ્લામ, શીખ કે ખ્રિસ્તી ધર્મો નોહતા ફક્ત સનાતન માનવ ધર્મ હતો, સત્ય ધર્મ હતો, સાચો ન્યાય ધર્મ હતો આથી ગીતાજ્ઞાન ઈશ્વરે માનવને માનવતા પૂર્વક જીવન જીવવા માટે આપ્યું. ધર્મ એ કે સ્વાતંત્રતા આપે ના કે ધર્મના નામે બંધન.

ઈશ્વરે આપણને ધર્મ નહિ પણ સાચું માનવતાનું જ્ઞાન, સત્યનું જ્ઞાન, પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવ્યો છે પછી તે મૂર્તિ પૂજા હોઈ કે યજ્ઞ હોઈ કે પવિત્ર માનવતાની સેવાનું સૂત્ર હોઈ કે દાનનો મહિમા હોઈ કે પછી ફક્ત ઈશ્વર સ્મરણ હોઈ.

તો ચાલો મિત્રો આ દુનિયાને ધર્મના નામે વિભાજીત ના કરતા માનવતા, સેવા, દયા અને દાનના સુંદર કાર્યોથી એક સુંદર સ્વર્ગ બનાવીએ અને માનવતના ધર્મને ફેલાવીએ.તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. ફરી મળીએ ત્યાં સુધી, સ્વસ્થ રહો, મસ્ત રહો અને માનવતના સદકાર્યો કરતા રહો. શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....