શું ઈન્વેસ્ટ કરવું અને શેમાં ઈન્વેસ્ટ કરવું???/What to invest and what to invest in ???
ૐ
શું ઈન્વેસ્ટ કરવું અને શેમાં ઈન્વેસ્ટ કરવું???/What to invest and what to invest in ???
આપણે બધા આપણા જીવનને ચલાવવા માટે નાનું મોટું કામ કરીએ છીએ. ઘણા મોટા મોટા ધંધા કરતા હોઈ, ઘણા નોકરી કરતા હોઈ, ઘણા કંઈ જ નાં કરતા હોઈ ખાલી સમય પસાર કરવા અહીં તહીં ફરતા હોઈ પણ કઈંક ને કઈંક તો કરતા જ હોઈ છે. આપણે મનુષ્યોને બધું ડબલ અને અનેકગણું કરવું ખૂબ ગમે છે આથી હંમેશા આપણી બચત હોઈ તેની માટે આપણે સારી જગ્યાએ રોકાણ કરવાનું વિચારતા જ રહેતા હોઈ છે. કોઈ શેર ભંડોળમાં કે સોનુ ખરીદવામાં કે જમીન મકાન કે પ્લોટ વગેરે ખરીદવામાં આપણી બચત ઈન્વેસ્ટ કરતા હોઈએ છે. બધું આપણે ભવિષ્ય સુરક્ષિત કરવા કરતા હોઈ છે. પણ આજ હું જે રોકાણની ( investment ) વાત કરવાની છું તે પૈસાની નહી પણ પૈસાથી પણ કિંમતી જે છે, એ સમય વિશે વાત કરવાની છું.
બધાને ખબર છે કે કરોડો રૂપિયા દેતા પણ વીતેલો સમય ક્યારેય ખરીદી શકાતો નથી અને છતાએ આપણે સમય બરબાદ કરવામાં ખૂબ હોંશિયાર છે અને એ કરીએ પણ છીએ. થોડી ક્ષણની મજા કરવામાં આપણે કલાકો વિતાવી દઈએ છે અને ગજબની વાત એ કે આપણે અફસોસ પણ નથી થતો. કદાચ ગુમાવેલા પૈસા, સંપત્તિ, ધન બધું જ પાછુ મળશે પણ વીતી ગયેલો સમય કયારેય નહી. આપણે મોબાઈલ લઈને ખાલી મેસેજ જોવા બેસીએ પણ તેમાં કલાકો ક્યાં વઇ જાય છે ખબર પણ નથી પડતી. અત્યારે સૌવથી વધુ સમય બરબાદ આ મોબાઈલમાં જ થાઈ છે. મોબાઈલની નશાની જેમ એક જાતની લત જ લાગી જાય છે. પણ જો બુદ્ધિ પૂર્વક ઉપયોગ કરે તો જાદુઈ ચિરાગનું કામ કરે છે.
અત્યારે યુવાનોએ સમયનો સદુપયોગ કરવો જોઈએ. હું તો કવ યુવાનોએ જ નહી પણ દરેક મનુષ્યોએ સમયનો સદુપયોગ કરવો જ જઈએ. બધા પૈસા ને બેગણા કરવા માટે તો વિચારીને રોકાણ કરે છે પણ દરેકે પોતાના ખાલી પડેલ સમયનું રોકાણ કરવાનું છે. તમારી પાસે કામ હોઈ એટલે કે નોકરી કરતા હોઈ કે કંઈ ધંધો કરતા હોઈ તો કદાચ તમારી પાસે એટલો સમય ના હોઈ પણ જેટલો હોઈ તેનો સદુપયોગ કરવાનો. તમારા ધંધાને આગળ લઈ જવા જે કંઈ હોઈ તે શીખવામાં સમય રોકો. નોકરી કરતા હોઈ તો તેમાં આગળ વધવા માટે જે ટ્રેનિંગ લેવાની હોઈ કે કંઈ બીજું શીખવાનું હોઈ તો તેમાં સમય રોકવો. જિંદગીમાં તમે જે કંઈ શીખો તે તમને ક્યારેક તો કામ લાગે જ આથી કોઈ દિવસ એમ નહી વિચારવાનું કે એ શીખીને શું કરશું.? આથી જ્યાંથી જે નવું શીખવાનું મળે તે તકને ઝડપી જ લેવી.
હવે વાત એ લોકોની જે કંઈ જ નથી. હું દરેક એ વ્યક્તિ કે જેઓ માનસિક રીતે કંઈ નવું શીખવા સક્ષમ છે પછી ભલે તે યુવાન હોઈ કે વૃદ્ધ શારીરિક રીતે શક્ત હોઈ કે અપંગ, તે બધાને કહીશ કે તમારા અમૂલ્ય સમયને કંઈ નવું શીખવામાં, નવી કોઈ તાલીમ લેવામાં, સારા પુસ્તકો વાંચવામાં, બીજાને મદદ કરવામાં રોકો invest કરો.
કંઈ ના હોઈ તો એવી જગ્યાએ જાવ અને ફ્રીમાં મફતમાં (volunteer work) સેવા આપો અને જાણો કે એ કામ કઈ રીતે થાઈ છે, શીખો, જાણો, આ બધાને સમયનો સદુપયોગ કર્યો કહેવાય, સમયનું રોકાણ કર્યુ કહેવાય. મેં જેમ પહેલા કીધું એ પ્રમાણે શીખેલું કોઈ દિવસ vest જતું નથી. તમને ક્યારેક તો એ કામ લાગે લાગે ને લાગે જ. આ મારો જાત અનુભવ છે. તો જેણે સમયને vest નહી પણ invest કર્યો હશે તે ભવિષ્યમાં એના મીઠાં ફળો ચોક્કસ ચાખશે નહી ખાશે જ.
તો મિત્રો રજા લવ. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો