તમે જેને શોધો છો એ પણ તમને શોધે છે / What you find also finds you

 🕉

તમે જેને શોધો છો એ પણ તમને શોધે છે / What you find also finds you

લગભગ તમે બધાએ આકર્ષણના નિયમ વિશે સાંભળ્યું હશે, જોયું હશે કે વાંચ્યું હશે. આ શું જીવનમાં ખરેખર કામ કરે છે??? અત્યારે તમે સોસીયલ મીડિયા જુઓ તો તમને ઘણી બધી એના વિશે માહિતી મળી જશે અને એને માનવા વાળાની સંખ્યા પણ ઘણી મોટી છે.

તો શું આ સાચે જ કામ કરે છે???

આની ઉપર ઘણા પુસ્તકો લખાયા છે અને જે અત્યારે ખૂબ લોકપ્રિય હોઈ તો એ છે " The Secret " અને તેના લેખક છે Rhonda Byrne. આ પુસ્તક મેં વાંચ્યું નથી પણ તેની ઉપર એક ડોક્યુમેન્ટ્રી અને ફિલ્મ બની છે અને મેં તે જોઈ છે. ઘણી સરસ છે અને આપણને એક વખત વિચાર કરવા અને એક વખત આ આકર્ષણના નિયમને આજમાવવા માટે ચોક્કસ મજબુર કરે છે.

જોકે આ નિયમ આજ કાલનો નથી પરંતુ ભગવત ગીતાના ઝમાનાનો છે અત્યારે વધુ ઉજાસમાં આવ્યો છે. આ આકર્ષણના નિયમ મુજબ "તમે જે દિલથી વિચારો છો તેને તમે તમારી જિંદગીમાં લઈ આવો છો ". પછી તે સકારાત્મક હોઈ કે નકારાત્મક. બધું તમે શું વિચાર કરો છો અને એ વિચારતી વખતે તમારા હૃદયના શું ભાવ, લાગણી છે તેની ઉપર આધાર રહે છે. ઉદાહરણ તરીકે, ક્યારેક આપણે કોઈ વિશે વિચારતા હોઈએને તેમનો ફોન આવી જાય, અથવા આપણે કોઈ વસ્તુ માટે ખૂબ વિચારતા હોઈએને એ વસ્તુની અચાનક જ કોઈ આપણને ભેટ આપે કે દુકાનમાં મળી જાય. આવા ઘણા અનુભવો આપણને થયાં જ હશે. પરંતુ આપણે ત્યારે આ આકર્ષણનો નિયમ લાગુ કરીને નહી જોયું હોઈ.


સાદી ભાષામાં કવ તો માનતા માનવી. આ તો આપણે બધાએ જીવનમાં એકાદ વખત તો કરી જ હશે. પરીક્ષામાં સારા માર્ક્સ માટે, મનગમતી નોકરી માટે, મનગમતા જીવનસાથી માટે કે પછી બાળકો માટે.  આમાં આપણે માતાજી કે આપણા ઇષ્ટદેવ હોઈ તેની પાસે માંગીએ છીએ કે માનતા કરીએ છીએ. ત્યાં પણ એવુજ છે કે તમે ખરા દિલથી માંગો એટલે ઈશ્વર આપણી ઈચ્છા પૂરી કરે જ છે. પણ અહીંયા આપણી જોઈતી વસ્તુ, વ્યક્તિ કે માંગો પૂરતી માર્યાદિત રહે છે. આમાં આપણા વિચારો નથી બદલતા.

આકર્ષણના નિયમ અપનાવવાથી આપણી આખી વિચારવાની પદ્ધતિ જ બદલાઈ જાય છે. આપણો એક એક વિચાર એક શક્તિ છે અને તે આ બ્રહ્માંડમાં ફરે છે, પછી તે સકારાત્મક હોઈ તો સકારાત્મકતા આકર્ષે છે અને નકારાત્મક હોઈ તો નકારાત્મકતા ને આકર્ષે છે. આથી આપણો દરેક વિચાર ખૂબ જ મહત્વનો છે. આપણે હંમેશા શું વિચારીએ છે? કેવું વિચારીએ છે? એ બધું જ મહત્વનું છે કારણ કે આ જ વિચારો આપણું જીવન બનાવે છે.

આથી આપણે સકારાત્મકતા શોધશુ તો સકારાત્મકતા પણ આપણને શોધે છે અને બધામાં નકારાત્મક શોધશું તો નકારાત્મકતા પણ આપણને શોધતી આપણી પાસે આવશે.આથી આપણે વિચારવાની રીત બદલવાની છે અને આ સુખી થવા માટેની ખૂબ સરળ રીત મને લાગે છે. મારી આજમાંવેલી છે.

તો મિત્રો તમારું આ વિશે શું કહેવું છે, તે કમેન્ટ કરી ચોક્કસ જણાવશો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં  રહો ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday