તણાવ ક્યારે આવે છે જીવનમાં??/ When does stress come into life?

 ૐ

તણાવ ક્યારે આવે છે જીવનમાં??

છેલ્લા થોડાક વર્ષોમાં આ "તણાવ " ( stress ) શબ્દ ખૂબ જાણીતો થયો છે. જેને જોયે તે આ શબ્દનો ઉપયોગ વાતે વાતે કરે છે. અરે!! નાના બાળકો પણ આ શબ્દનો ઉપયોગ કરતા થઈ ગ્યા છે. ઘણા નાની એવી મુશ્કેલી આવે તેમાં પણ સાવ આંઘાવાંઘા થઈ જાય. પરિસ્થિતિ એટલી ખરાબ પણ ના હોઈ પણ એટલી ચિંતા કરે કે પોતેતો ઠીક પણ આજુબાજુ સાથે હોઈ તેને પણ સ્ટ્રેસ આપે. મારી વાત કરું તો જયારે ભણતા ત્યારે આર્ટસમાં મનોવિજ્ઞાન એક વિષય આવતો જોકે હું કોમર્સની વિદ્યાર્થી રહી છું પણ મને એટલી જ ખબર કે મનોવિજ્ઞાન એટલે મનનું વિજ્ઞાન. આ મનના ડોક્ટર હોઈ ( psychologist) એની તો મને બહુ મોડી ખબર પડી. આજે તો એમની બોલબાલા છે કારણ કે માનસિક દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધી છે.

અત્યારે દુનિયામાં ગરીબ દેશો કરતા પૈસા વાળા દેશોમાં માનસિક બીમારોની સંખ્યા વધારે છે. આજ માનવીએ ભૌતિક જગતમાં ખૂબ પ્રગતિ કરી છે. દરેક કામ માટે મશીન બનાવ્યા છે પણ મનને તણાવ મુક્ત કેમ રાખવું એ હજુ બહુ ઓછાને ખબર છે. આજ માણસ પોતાની પ્રગતિ કરવામાં એટલો તલ્લીન છે કે તે બહાર દુનિયામાં શું ચાલે છે, એની બધી જ ખબર રાખે છે પરંતુ પોતાની અંદર શું ચાલી રહ્યું છે તેને જોવાની દરકાર પણ નથી કરતો અને જયારે શરીર નાની બીમારી દ્વારા સાવચેતી આપે તો પણ એને જતી કરે છે ને જયારે એ નાની બીમારી મોટા જીવલેણ રોગનું રૂપ ધારણ કરી લ્યે ત્યારે બધું ભેગું થાઈ ને પછી કાં તો બીમારી ભોગવવાની, પીડા સહન કરવાની અને જયારે જીવનનો અંત આવે ત્યારે બીમારીનો અંત થાઈ.

અહીંયા uk માં તો દરેક કાર્યસ્થળે wellbing team હોઈ જે તેમના સ્ટાફ હોઈ તેમને કોઈ માનસિક સમસ્યા હોઈ તો તેમની મદદ કરે. આપણી પાસે જેટલી સગવડતાઓ વધી છે એટલી સમસ્યાઓ પણ વધી છે અને જયારે જયારે આ સમસ્યાનો ઉકેલ ના આવે ત્યારે ત્યારે માણસને તણાવ કે stress નામના રાક્ષસે ઘેર્યો છે. આપણે શરીરને મજબૂત બનાવવા જીમમાંને બધે જઈએ છે પણ આ મનનું શું?? જે હાલતા ચાલતા તણાવની બીમારી લઈ લ્યે છે??? આ ચોક્કસ વિચારવા જેવું છે......

આજ વધુમાં વધુ પૈસા કમાવવાની જાણે હરીફાઈ લાગી છે. આજ માણસને બધું જલ્દી જલ્દી મેળવી લેવું છે અને એ એમ વિચારે છે કે હું જયારે બધું મેળવી લઈશ પછી આરામથી જીવીશ. પછી આ આરામ વાળો સમય આવે છે કે નઈ એ તો સમય જ જાણે. જિંદગીમાં બધું મેળવવું જોઈએ એમાં કંઈ ખોટું નથી  પણ આપણે શું મેળવવું છે તેની પ્રાથમિકતા નક્કી કરી શકતા નથી અને નક્કી કરી પણ લઈએ તો એ મેળવવા માટે આપણે તૈયારીઓ સરખી કરતા નથી અને જયારે એવું બને ત્યારે આવે સમસ્યા, ઉપાધિ, તણાવ, ચિંતા અને પછી નિષ્ફળતા. જેમાં હિંમતથી કામ લ્યે અને નિષ્ફળતામાથી બોધપાઠ શીખે તો તો ફરી સફળતા મેળવી લ્યે છે અને  જો પરિસ્થિતિ આગળ હિંમત હારી જાય તો એને કોઈ બચાવી શકતું નથી.  આથી પહેલા જે જોઈએ છે એની પ્રાથમિકતા નક્કી કરવી પછી એને મેળવવા માટે જેની જરૂર હોઈ તેની પૂરી તૈયારી કરી લેવી અને પછી એ કામ કરો, તમે ક્યારેય પાછા નહી પડો.

હું મારા જીવનનું જ એક નાનકડું ઉદાહરણ આપું. આજથી લગભગ સત્તર વર્ષ પહેલા ગાડી ચલાવવાનું એટલે કે હું મારું ડ્રાંઇવિંગ લાઇસન્સ પાસ થઈ. તમે કહેશો કે એમાં શું મોટી વાત છે. પણ અહીંયા uk માં થોડું અઘરું છે જો કે ગાડી ચલાવવી સરળ છે પણ લાઇસન્સ મેળવવું અઘરું છે. એમાં આપણે ભારતમાં ગાડી ચલાવી હોઈ અને ત્યાંથી આવ્યા હોઈ એટલે આપણું અંગ્રેજી પણ સચોટ ના હોઈ ઉપરથી દેશ બીજો એટલે ઘણી સમસ્યા આવે.

મેં લગભગ દસ ટેસ્ટ આપીયા પછી અગિયારમાં ટેસ્ટમાં પાસ થઈ. દરેક ટેસ્ટમાં એક જુદી જ ભૂલ હોઈ જ્યાં એ ભૂલ શીખી લવ તો બીજી વખત નવી ભૂલ, એમ કરતા જયારે અગિયારમો ટેસ્ટ આવ્યો ત્યાં સુધીમાં મેં મારી પૂરી તૈયારી કરી લીધી હતી અને જરાય હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખ્યા, મારી દરેક નિષ્ફળતામાથી શીખ લીધી અને મેં સફળતા મેળવી લીધી.

એવી જ રીતે તમે પણ મિત્રો જીવનમાં જે જોઈએ તે નક્કી કર્યા પછી એની માટેની તૈયારી સરખી કરજો પછી ભલે તમે એક વિદ્યાર્થી હોવ તો પરીક્ષાની તૈયારી પહેલાથી જ સરખી હશે તો સ્ટ્રેસ નહી આવે, તમે નોકરી કરતા હોવ કે ધંધો કરતા હોવ તમારા હાથમાં જે પ્રોજેક્ટ હોઈ એની તૈયારીઓ સરખી રીતે કરી હશે તો આત્મવિશ્વાસ વધશે અને જ્યાં આત્મબળ મજબૂત હોઈ ત્યાં તણાવ કે સ્ટ્રેસ ની માટે કોઈ સ્થાન જ નથી. નસીબને દોષ દેતા પહેલા અને તણાવના શિકાર થતા પહેલા આ વિશે ચોક્કસ વિચાર કરી લેજો. બરોબરને મિત્રો!!!! સંબંધોમાં આવતા તણાવમાં  અને મોતના આવતા વિચારોમા પણ આજ સમીકરણ લાગુ પડશે. બધે શું જોઈએ છે એ ને પછી આપણી સો ટકાની તૈયારી, ખરુંને!!!!!

તમારું શું કહેવું છે એ ચોક્કસ જણાવશો. આ બ્લોગ થોડો વધુ લાંબો થઈ ગયો છે તો માફી માંગુ છું. તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday