કઈ વ્યક્તિ તમને સૌવથી વધારે દુઃખ આપે??/ Which person hurts you the most ??
ૐ
કઈ વ્યક્તિ તમને સૌવથી વધારે દુઃખ આપે??/ Which person hurts you the most ??
આપણા જીવનની ઘણી જરૂરિયાતો છે. હવા, પાણી, ખોરાક, કપડાં અને રહેઠાણ. આ બધી જરૂરિયાતો આપણી ભૌતિક જરૂરિયાતો છે પણ આ શરીરને જીવતું રાખે છે તે આત્મા, બુદ્ધિ અને મન છે જેની જરૂરિયાત લાગણી છે અને તે આપણે આપણા સંબંધોમાં શોધીએ છે.
આ લાગણીઓ જેમકે અપેક્ષા, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા વગેરે, ક્યાંય બજારમાં કે દુકાનમાં વહેંચાતી નથી મળતી. તે આપણા હૃદયમાં જન્મે છે. અને દરેક વ્યક્તિ આની શોધમાં બહાર ભટકે છે. આપણે આ બધી લાગણીઓને પણ આપણે દુકાનમાં વહેંચાતી વસ્તુની જેમ જ બીજાને આપીએ છીએ. ઘણી વખત તેનો વેપાર કરીએ છીએ અને ઘણી વખત સોદો. જયારે તમે કોઈ પણ અપેક્ષા વગર આપો ત્યારે એ સાચી લાગણી કહેવાય પરંતુ જયારે સામે વાળા પાસે બદલામાં કંઈ મેળવવાની ઈચ્છા રાખો એ સોદો કહેવાઈ.
![]() |
હવે આપણે આ લાગણીઓની આપ લે ક્યાં કરીએ છીએ?? ચોક્કસ!! આપણા પરિવાર, સગા સંબધીઓ, મિત્રો એ બધા પાસે બરોબર ને!! નજીકમાં જોઈએ તો સૌવથી પહેલા આવે માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, પ્રેમી / પ્રેમિકા / પતિ / પત્ની અને પછી બાળકો અને તે પછી બીજા બધા સગા સંબધીઓ. બરોબર ને!!! દુનિયામાં સૌવથી વધારે નિઃસ્વાર્થ સંબંધ હોઈ તો માતાપિતાનો જે હંમેશા પોતાના બાળકો માટે તનથી મનથી ધનથી અવિરત કાર્ય કરે છે. પછી ભાઈ બહેન કે મિત્રો, આ બધા જરૂર પડે ત્યારે ચોક્કસ મદદ કરે છે પણ બદલામાં આપણી પાસે પણ થોડી મદદની અપેક્ષા રાખે છે. બીજા સગા સંબધીઓ સાથે તો આપણે વ્યવહારિક સંબધો હોઈ છે કે એ જેવું રાખે તેવું આપણે રાખીએ, હિસાબ એકદમ બરાબર.
માતા પિતા પછી પણ સૌવથી નજીકનો કોઈ સંબંધ છે તો એ જીવનસાથી એટલે કે પતિ / પત્નીનો છે જેની સાથે આપણે જિંદગીનો સૌવથી વધારે સમય વિતાવ્યે છે. આપણા બધા બીજા સંબંધો સારા હશે અને આ ખૂબ મહત્વના સંબંધમાં એકબીજા પ્રત્યે લાગણીઓ નહી હોઈ તો એ ઘર ધરતી ઉપરનું નર્ક હશે એમ હું માનું છું. આ પતિ પત્નીના સંબંધમાં કોઈએ વધારે કે કોઈએ ઓછું નથી કરવાનું કે નથી રાખવાનું કારણ કે બંને સમાન છે. જયારે બંને એકબીજાની ફરજો પૂરી ઈમાનદારીથી નિભાવે છે એ પછી જ એકબીજા પ્રત્યે સાચો પ્રેમ જન્મે છે નહીંતર એ પહેલા તો ખાલી બે વ્યક્તિ સાથે છે એમ કહેવાય. બંનેએ સમજવુ રહ્યું કે બંનેની બંનેના માતા પિતા પ્રત્યે, પરિવારો પ્રત્યે પૂરી ફરજ છે. એક પક્ષીવલણ હંમેશા દુઃખનું મોટું કારણ છે. જયારે કોઈ તમને પુરા હૃદયથી સાચો પ્રેમ કરતું હોઈ તો એ તમારા માટે બધું જ કરશે અને તમારી પાસે કોઈ જ અપેક્ષા નહી રાખે.
માતા પિતાના બાળકોના ઉછેરમાં જયારે એ ભાવના રાખે કે આ બાળકો મોટા થઈ આપણા ઘડપણમાં સેવા કરશે તો એ પણ સોદો છે. બેશક એ પોતાના સંતાનોની પરવરીશ ખૂબ સરસ કરશે. પણ આ ઘડપણની દેખભાળ વાળી અપેક્ષા દુઃખી કરશે. સંબંધોમાં જયારે બંને તરફથી અપેક્ષાઓ હોઈ તો ખુલ્લા મને વાત કરી લેવી અને સમજણ સાથે સ્વીકારી લેવી. જયારે કોઈની મદદ નિઃસ્વાર્થ ભાવથી કરતા હોઈ તો તો દુઃખી થવાની જરૂર જ નથી કારણ કે ત્યાં કોઈ અપેક્ષા જ નથી. અને જો આમાંથી છૂટી ના શકતા હોઈ તો એ વ્યક્તિને જીવનમાં લઈ આવવી જે તમને ચાહે છે, તમને પ્રેમ કરે છે એ વ્યક્તિ નહી કે જેને તમે પ્રેમ કરો છો.
કારણ કે આપણે જયારે કોઈને સાચો પ્રેમ કરતા હોઈએને ત્યારે એની માટે બધું જ કરી છૂટીએ છીએ પછી ભલે તે ગમે તે સંબંધ હોઈ. અને જયારે પ્રેમ ના હોઈ તો એ સંબંધમાં કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કામ કરવું તમે ક્યારેય દુઃખી નહી થાવ એ મારી ખાત્રી છે તમને. અપેક્ષા નામની લાગણી હંમેશા આપણને દુઃખી કરે છે નકે કોઈ વ્યક્તિ.
મિત્રો તમારું શું કહેવું છે ચોક્કસ જણાવશો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






Sachi vat che
જવાબ આપોકાઢી નાખો