ભાગીદારી કોની કરવી?? Who to partner with ??

🕉

ભાગીદારી કોની કરવી? Who to partner with ?

આપણે જીવન ચલાવવા માટે જીવનમાં ઘણા બધા કામ કરીએ છીએ. નોકરી અને ધંધો પૈસા કમાવવા માટે ઘરને ચલાવવા માટે, પરિવાર જનોની જરૂરિયાતો પૂરી કરવા માટે અને આરામદાયક જિંદગી જીવવા માટે કામ કરીએ છીએ. બધાએ જીવન ચલાવવા કામ કરવું જ પડે છે. પોતાના ભાગે આવતું કામ દરેકને કરવું જોઈએ અને કરવું પડે પણ છે પછી તમને ગમે કે નાં ગમે. ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે કોઈ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. તનથી, મનથી, વાણીથી આપણે સતત કર્મ કરતા રહીયે છે. પરંતુ જ્યારે આપણે કર્મ ફળની આશા રાખ્યા વગર કર્મ કરીએ છીએ ત્યારે તે સાચું કર્મ કહેવાય.

જેવી રીતે આપણા સુખના ભાગીદાર થવા બધા તૈયાર તેમ દુઃખના ભાગીદાર કોઈક અને આપણા પાપકર્મનાં ભાગીદાર કોઈ જ નહી. પછી ભલે તે કર્મ આપણા પોતાના પરિવાર માટે જ કેમ ના હોઈ. એનું જ ઉદાહરણ વાલિયો લૂંટારો છે જેને આપણે વાલ્મિકી ઋષિનાં નામે ઓળખીએ છીએ, જેને આપણને વાલ્મિકી રામાયણ આપી. વાલિયો લૂંટારો આજ્ઞાનમાં પાપ કર્મ કરતો, લોકોને જંગલમાં લૂંટતો, તેમને મારી નાખી તેમની પાસેથી ધન લૂંટી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો પરંતુ જયારે એક દિવસ નારદજી મળ્યા અને પૂછ્યું કે તું આ લૂંટફાટ અને લોકોને શા માટે હેરાન કરે છે ત્યારે વાલિયો લૂંટારો કહે છે કે મારાં પરિવાર નું ભરણ પોષણ કરવા ત્યારે નારદજીએ કહ્યું કે આ તો પાપ કર્મ છે શું આ તારા પાપમાં ભાગીદાર તારો પરિવાર થશે??

ત્યારે વાલિયો કહે છે કે ચોક્કસ થશે આખરે આ પાપકર્મ પણ હું એમની માટે જ કરું છું ને. ત્યારે નારદજી કહે છે કે તું પૂછી આવ પહેલા. જયારે વાલિયો પોતાની પત્ની, બાળકો અને તેના માબાપને પોતાના પાપના ભાગીદાર થવા કહે છે ત્યારે બધા નાં પડે છે ને કહે છે કે તું પાપ કરે છે તો એ ભોગવવાનું પણ તારે, પરિવારનું પાલનપોષણ કરવાની ફરજ તારી છે પણ અમે તારા પાપના ભાગીદાર નથી. આ સાંભળી વાલિયા લૂંટારેને સમજાય ગયું કે આપણા કર્મોના કર્તા અને ભોગતા બંને આપણે આથી હંમેશા સત્કાર્ય જ કરવા અને આપણા કર્મો એજ આપણા સાથી. તેમનું હૃદયપરિવર્તન થઈ ગયું ને આપણને એના સદ્કાર્યનાં ફળ રૂપે અમૂલ્ય રામાયણનો ગ્રંથ મળ્યો.

આથી જીવનમાં ભાગીદાર ભગવાનને બનાવવા અને કર્મો પણ એને આપણી સાથે રાખી એમને પૂછીને સલાહ લઈને જ કરવા. તમે કહેશો એ કેવી રીતે જવાબ આપે??? પણ હું કહું છું એક વાર ઈશ્વરને તમારી કમાણીના 5 ટકાના ભાગીદાર બનાવીને તો જુઓ તમને બધી સલાહ તો આપશે જ પણ સાથે સાથે તમારું તમારા કાર્યોનું ધ્યાન પણ રાખશે, માર્ગદર્શન પણ આપશે અને તમને નફા ખોટ બંનેમાં સંભાળી પણ લેશે. માનતા નો હોઈ તો અખતરો કરી જોજો. કેમકે કર્મોના ભાગીદાર પણ ઈશ્વર ને આપણે જ છે તો એને ગમે એ રીતે અને આપણને ફાયદો થાય એ રીતે જ ધંધો કે નોકરી કરવાને જેથી કરીને આ ભાવનું જ નહી પણ વાલ્મિકીની જેમ સત્કર્મનું ભવ ભવનું ભાથું બાંધીએ. જે હંમેશા મર્ત્યું પછી સાથેય આવે છે અને સત્કર્મની સુવાસ રૂપે જગતમાં પણ રહે છે બરોબર ને મિત્રો!!!

 તમે શું કહો છો આ વિશે ચોક્કસ જણાવશો. દરરોજ મારાં બ્લોગ્સને વાંચવાની ભાગીદારી કરવા માટે તમારો અને મારાં ઈશ્વરનો ખૂબ ખૂબ ખૂબ આભાર. ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday