કામ હીરો જેવું પણ રહેવાનું ઝીરો જેવું / Work is like a hero, but living is like zero

 🕉

કામ હીરો જેવું પણ રહેવાનું ઝીરો જેવું / Work is like a hero, but living is like zero

આજ એક યૂટ્યૂબ વિડિઓ જોતીતી તેમાં એક વાક્ય સાંભળવામાં આવ્યું, કે " કામ હીરો જેવું કરવું પણ રહેવાનું ઝીરો જેવું ". મારાં દિલમાં તીરની જેમ લાગી ગયું.

"કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમુલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર   દર્શનમ."

આપણે દરરોજ સવારે આ મંત્ર બોલતાં જ હોઈએ છે પણ શું આપણા કર્મો એ પ્રમાણે હોઈ છે? આપણે સવારે ઉઠીએ ત્યારે તો આપણે આપણા હાથમાં ઈશ્વરના દર્શન કરીએ છે પણ આખો દિવસ યાદ નથી રાખી શકતા અને આ હાથથી ઘણા એવા કામો કરી લઈએ છે જે પ્રભુને નથી ગમતા. આ કામ હાથ જ ખાલી નથી કરતા પણ મનથી,  વાણીથી પણ થતા રહે છે.

આપણે આ હાથોથી બીજાને ઉભા કરવાનાં છે નકે ધકો મારવો. ઘણી વખત નોકરી ધંધામાં આપણા થોડા ફાયદા માટે બેઈમાની કરી બેસતા હોઈએ છે પણ એ કર્મનું કર્મફળ તો ગમે ત્યારે ભોગવવું જ રહ્યું. ઘણી વખત આપણે કરેલા કર્યો આપણે ખાલી યશ, કીર્તિ કે માનસમ્માન પ્રાપ્ત કરવા માટે કરતા હોઈ છે અને તે માટે નાનકડી મદદ કરી હોઈ તો પણ આખા વિશ્વમાં તેનો એટલો દેખાડો કરતા હોઈ છે કે મદદ લેવા વાળું શરમમાં મુકાઈ જાય. ઘણી વખત અભિમાનથી કરતા હોઈએ છે અને બીજાને નીચા પણ દેખાડતા હોઈ. કોઈ આપણી પાસે મદદ માંગવા આવે તો આપણે એની મદદ તો કરીએ છીએ પણ ઉપકાર પણ જતાવીએ છીએ. અને ચારે બાજુ આપણા વખાણ થાઈ એવુ પણ ઇચ્છતા હોઈએ છે.

આ બધું એક ખોટો દંભ  છે. જ્યારે આપણી પાસે કોઈ મદદ માંગે અથવા કોઈની તકલીફ જોઈએ તો એની મદદ કરવાનો અવસર મળે તો ચોક્કસ એમની મદદ કરવી અને આ પુણ્યકામ કરવાનો પ્રભુએ અવસર આપ્યો એ માટે એ વ્યક્તિનો અને ઈશ્વરનો આભાર માનવો કે તમને એની મદદ કરવાને લાયક બનાવ્યા. અભિમાન સાથે નહી પણ વિનમ્રતાથી મદદ કરવી. અને મારું માનવું છે કે દાન પુણ્યના કર્યો એ રીતે કરવા કે ડાબો હાથ કામ કરે તો જમણાં હાથનેય ખબર ના પડે. જેવી રીતે વૃક્ષમાં ફળો આવે એટલે નમી જાય છે તેવી રીતે સદગુણો અને સદબુદ્ધિ વધવાથી મનુષ્યએ પણ વિનમ્ર થવું જોઈએ.સારા કર્મોની સુવાસ અગરબત્તી જેવી હોઈ છે જે ફેલાયા વગર રહેતી નથી. કોઈ આપણા કાર્યો જોતું હોઈ કે ના જોતું હોઈ પણ કુદરત તો જોવે જ છે. આથી હંમેશા કર્મોમાં અને વિચારોમાં ઊંચાઈ રાખવી પણ સ્વભાવમાં અને વ્યવહારમાં સાદગી રાખવી. એવું મારું માનવું છે. તમારું શું કહેવું છે? ચોક્કસ જણાવશો.

તો સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો ફરી મળ્યે ત્યાં સુધી શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday