તું મને પ્રેમ કરે છે પણ શું હું તને કરું છું ???/you love me but do i love you???
ૐ
તું મને પ્રેમ કરે છે પણ શું હું તને કરું છું ???
આપણે હંમેશા એમ જ કહીએ છીએ કે હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ તું મને કેટલો પ્રેમ કરે છે?? આવું હંમેશા આપણે આપણા જીવનસાથી, બાળકો કે મિત્રને પૂછતાં હોઈએ છે અને ત્યાંથી ક્યારેક સાચો ક્યારેક ખોટો જવાબ મળતો હોઈ છે. કારણ કે આપણી પાસે સાચું બોલે છે કે ખોટું તેને માપવાનું યંત્ર નથી એટલે નહીંતર મનુષ્ય મોબાઈલ ફોનની જેમ એને પણ સાથે લઈને ફરત. બરોબર ને?? પણ જ્યાં વિશ્વાસ હોઈ ત્યાં એવું કંઈ માપવાની જરૂર રહેતી નથી અને જ્યાં શ્રદ્ધા હોઈ ત્યાં તો બંધ આંખે માની જ લેવાનું હોઈ.
હવે આ વિશ્વાસ અને શ્રદ્ધા એ પણ જાણવા જેવા છે. જયારે આપણે કોઈ ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે ત્યાં મનમાં થોડી શંકા માટે સ્થાન હોઈ છે. એટલે વિશ્વાસઘાત શબ્દ છે પરંતુ આપણને જ્યારે શ્રદ્ધા હોઈ ત્યાં વિશ્વાસઘાત કે શંકાને કોઈ સ્થાન જ નથી એટલે આપણે શ્રદ્ધાઘાત જેવો શબ્દ સાંભળ્યો જ નહી હોઈ.
પણ કોઈ પણ સંબંધની શરૂઆત શંકાથી થાઈ પછી આવે માનવું અને પછી વિશ્વાસ અને છેલ્લે આવે શ્રદ્ધા. આપણે એક ઉદાહરણ જોઈએ, જયારે આપણને કોઈ તકલીફ હોઈ તો આપણે ડૉક્ટર પાસે જઈએ એ આપણને દવા આપે એટલે આપણને સારુ થઈ જાય એટલે આપણે એને સારા ડોક્ટર માનતા થઈએ. એ પછી જયારે આપણને કોઈ મોટી તકલીફ થાઈ ત્યારે પણ એમની દવાથી સજા થઈ જઈએ ત્યારે આપણને પૂરો વિશ્વાસ થઈ જાય પછી બીજા બધાને પણ ત્યાંથી દવા લેવાથી સારુ થઈ જતું હોવાથી એ જોઈ આપણને એકદમ એ શ્રદ્ધા થઈ જાય કે આ ડૉક્ટર ખૂબ સારો છે અને હું ગમે તે થાઈ એની દવા લઈશ એટલે સાજો થઈ જ જઈશ.
આવું આપણે ભગવાનની સાથે નથી કરતા???? વિચારજો. મેં તો ચોક્કસ એવું જ કર્યુ પણ જયારે મારી શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ એ પછી મારાં જીવનમાં બનતી ઘટનાઓ માટે મેં કયારેય મારાં ઈશ્વર ઉપર શંકા નથી કરી.
આપણા જીવનમાં ઘટનારી એકેય ઘટના કારણ વગરની નહી હોઈ. એ વાત જુદી છે કે આપણે એનો એ સમયે સ્વીકાર ન કરતા હોઈ. ઘણી વખત સમય જતા આપણને સમજાઈ છે કે જે થયું તે આપણા માટે સારુ જ થયું. ઘણી વખત આપણે ઈશ્વર પાસે માંગ્યું હોઈ કંઈ ને મળે કંઈ ત્યારે આપણે ખૂબ ફરિયાદો કરીએ છીએ, રડીએ છીએ પરંતુ સમય જતા આપણને સમજાઈ છે કે જો એ સમયે એ થયું હોત તો આજ હું આ નાં હોત.
હંમેશા ફિલ્મોની જેમ જીવનમાં પણ અંત હંમેશા સારો જ હોઈ છે અને જો સારો ના હોઈ તો ફિલ્મનો બીજો ભાગ બને તેમ જીવનનો પણ બીજો ભાગ ચોક્કસ બનશે જ. આથી ઈશ્વરની એ શક્તિ માટે વિશ્વાસ રાખો અને એના નિર્ણયોનો સ્વીકાર કરો કારણ કે એ તો આપણને ખૂબ પ્રેમ કરે છે નહીંતર હવા, પાણી, ખોરાક મફત નાં આપત માટે ઈશ્વર તો હંમેશા આપણને કંઈ ને કંઈ આપીને એનો પ્રેમ જાહેર કરે જ છે આપણે તેને i love you હું પણ પ્રભુ તને પ્રેમ કરું છું એમ નથી કહેતા ત્યારે ઈશ્વર આવી કોરોના જેવી તકલીફો મોકલાવી આપણને આપણી અભિમાન ભરી નીંદરમાંથી જગાડતા હશે.
માટે મિત્રો ચોક્કસ વિચારજો કે ઈશ્વર હંમેશા આપણને પ્રેમ કરે છે પણ હવે આપણે આપણો પ્રેમ એને બતાવવાનો છે અને કહેવાનું છે કે, હે પ્રભુ હું પણ તને ખૂબ પ્રેમ કરું છું હું હૃદયની પૂરી ઈમાનદારીથી અને દિલથી મારાં કામ કરીશ પણ પછી તારો જે નિર્ણય હશે તેનો મને સ્વાકાર છે. આમ કહેશો એટલે હળવા થઈ જશો.
તો ચાલો મિત્રો આ એક નાનકડો વિચાર આવ્યો એટલે તમારી સાથે વાત કરી. કોરોનાના આ સમયને પણ ઈશ્વરની કંઈ ઉત્તમ યોજના હશે એમ ગણી સ્વીકાર કરો અને બનતી બધી સાવચેતી રાખો કેમ કે આ સમય પણ જવાનો જ છે એવો વિશ્વાસ નહી શ્રદ્ધા રાખો.
તો ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાંસુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો