તારી મરજી, મારી મરજી / Your will my will
ૐ
તારી મરજી, મારી મરજી / Your will my will
જયારે મારાં લગ્ન નક્કી થવાના હતાને એ પહેલા ત્યારે મને મમ્મીએ પૂછેલું કે દીકરા તારી શું મરજી છે? તને ગમે છે ને? તું કે તો જ વાત આગળ વધારીએ. મા, આ વાત ત્યારે એટલે કે બાવીસ પચીસ વર્ષ પહેલા પૂછતી. પિતા સાથે તો આવી બાબતમાં વાત કરવાની શરમ રહેતી પણ મમ્મી સાથે, બેન સાથે, ભાભી સાથે આવી વાતો આપણે ખુલ્લા મનથી કરીએ. વડીલો આપણને બધી વાત કરેને પછી આપણી ઉપર છોડી દયે કે શું કરવું? જોકે આપણી મરજી થોડી હોઈ પણ ઘરનાની મરજી સો ટકા હોવાથી અને તેમનો વિશ્વાસ જોઈને આપણે હા જ પાડી દઈએ. લગ્નમાં બધા એવા જોરદાર નાગિન નૃત્ય કરીને આપણને એવા લપેટે કે પછી આખી જિંદગી નાગિન નૃત્ય કરવાનું રહ્યું.
અહીંથી ચાલુ થાઈ આપણી મરજીની આત્મહત્યા. ખાસ કરીને સ્ત્રીઓની મરજીની વધારે. પુરુષોને પણ ઘણી મરજીઓ જતી કરવી પડે છે. છોકરી હોઈ તો પતી કહે એ પ્રમાણે કપડાં પહેરવા, એ પ્રમાણે વાળની સ્ટાઇલ રાખવી, એને ગમે એ પ્રમાણે બોલવું, ચાલવું, એને ગમે ત્યાં ફરવા જવું, એમને ગમે તે સગાસંબંધીને ત્યાં જ જવું, તે કહે તેમ જ કરવું વગેરે વગેરે.... છોકરો પણ પોતાની પત્ની કહે એ પ્રમાણે કપડાં પહેરવા, થોડી ઘણી સ્ટાઈલને બદલાવે પણ છોકરી તો લગભગ પોતાની આખી ઓળખ જ નામથી માંડીને રહેણીકેણી બધું બદલી જાઈ છે. ઘણી વખત આ બદલાવનું કારણ પ્રેમ હોઈ છે અને ઘણી વખત પતિની જીદ કે એનું સ્ટેટ્સ હોઈ છે. જયારે પ્રેમ હોઈ ત્યારે તો વાંધો નથી આવતો પરંતુ સ્ટેટ્સ કે જીદ હોઈ ત્યારે થોડો સમય બધું બરોબર ચાલે છે પણ પછી એક બંધન લાગવા લાગે છે અને તે બંધન ક્યારે ઝગડાનું રૂપ ધારણ કરી લ્યે છે તેની ખબર જ નથી રહેતી.
આ બાબતમાં હું નસીબદાર રહી. જોકે મેં કદી ક્યારેય એમને બદલવાની કોશિશ જ ના કરી પરંતુ થોડા વર્ષોથી એજ એમની મેળે મને ગમે તેમ બદલાઈ ગયા. આ એકબીજા વચ્ચેની સમજણ હતી કે પ્રેમ હતો એ હજુ સમજાયું નથી પરંતુ એ કહેતા કે લગ્નના પંદર વર્ષ પછી હું તને તારા કરતા વધુ પ્રેમ કરીશ અને હું એ દિવ્ય પ્રેમનો અનુભવ કરું છું. મેં હંમેશા એની મરજી પ્રમાણે કર્યુ, એમણે કહ્યું કે તને ઠીક લાગે તે રીતે તું કર કેમ કે મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે અને તેમણે હંમેશા એની મરજી પ્રમાણે કર્યુ કારણ કે મને એમની દરેક વસ્તુ, વ્યવહાર ગમતા આથી મેં તેમને ના બદલ્યા. આજ પ્રેમ હતો કે અમે એકબીજાને જેવા હતા એવા જ સ્વીકાર કરી લીધા હતા એથી આજ જુદા થઈને પણ એક જ છીએ.
તો મિત્રો મને લાગે છે કે લગ્નજીવનમાં એક બીજાને જેવા છે તેવાજ સ્વીકારી લેવા જોઈએ કારણ કે એકબીજાના અસ્તિત્વને મારવા કરતા એમનો સ્વાકાર કરી, એકબીજામાં વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધવામાં સાથ આપવો એજ સાચી લગ્નજીવનની સફળતા છે.
તમને શું લાગે છે ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





Right che
જવાબ આપોકાઢી નાખો