બધું ફાવશે પણ કાનના કાચા નહી ફાવે.....
ૐ
બધું ફાવશે પણ કાનના કાચા નહી ફાવે.....
ભગવાને આપણને ખૂબ સરસ બનાવ્યા છે. આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે જેના વડે આપણે આ જગતને જોઈએ છે, જાણીએ છે અને પરખીએ છે. બધી જ ખૂબ જરૂરી અને ખૂબ કિંમતી. કોઈ કહે કે હું તમને સાત કરોડ આપું મને તમારી આંખો આપી દયો તો શું કોઈ આપે???? એજ જગ્યાએ જીભ કે નાક માંગે તો શું એ આપીએ???? ચોક્કસ જવાબ હશે ના. કોઈ ગરીબમાં ગરીબ હશેને તો એ કદાચ શરીરની અંદરના કોઈ અંગ કે બે હોઈ ને એક વડે ચાલતું હોઈ તો કદાચ આપે પરંતુ કોઈ હાથ નહી આપે, પગ નહી આપે બરોબર ને!!!!!!!
આપણે આપણા કાન વડે આ દુનિયાને જાણીએ છીએ, સમજીએ છીએ. આપણે જે જોઈએ છે તેને આંખ વડે જોઈએ છે અને કાન વડે જાણીએ છે. જો આ બે પ્રક્રિયા થાઈ તો જ આપણને સાચી હકીકત સમજાઈ, બાકી તેમાં કઈંક અધૂરું રહી જાય છે અને અર્થના અનર્થ થઈ જાય. એટલે જ કહે છે કે " જો તમે આંખે જોયું અને કાને સાંભળ્યું હોઈ તો જ વિશ્વાસ કરવો ". એટલે કે કોઈની વાતો સાંભળીને ક્યારેય કોઈ નિર્ણય ના લેવો.
જી હા!!! આપણા કાન, જે આખો દિવસ દુનિયાભરની વાતો સાંભળે છે. એ કાન માણસના જીવનમાં સુખી અને દુઃખી થવા માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ આપણી નબળાઈ કહો કે ગમે તે બીજું પણ એ હકીકત છે. અત્યારે દુનિયામાં ઘણા પ્રકારના લોકો છે, જેમાં સાચી સલાહ આપવા વાળા આપણે આંગળીના ટેરવે ગણી શકીએ અને ઉપદેશ આપનારા અને કાન ભંભેરણી કરનારા ઘણાય. એમાંથી આપણે શું ગ્રહણ કરવું એ આપણી બુદ્ધિ, સંસ્કાર અને સમજણ ઉપર આધાર રાખે છે. આજ કાલ લોકોને પોતાની જિંદગી કરતા બીજાના જીવન માં શું ચાલી રહ્યું છે એ જાણવાણની ખૂબ જિજ્ઞાસા છે. પછી તે સારી ભાવનાથી હોઈ કે પછી ઈર્ષા કે અદેખાઈથી હોઈ કે પછી ઘણા તો ખાલી સમય પસાર કરવા માટે બીજાના જીવનમાં દખલગિરી કરતા હોઈ છે.
બીજાનું સુખ જોઈને ખુશ થવું અને આપણા જીવનને પણ સુખી બનાવવું એ આપણો સદગુણ છે. પણ આજ લોકો બીજાના દુઃખને જોઈને સુખી થાઈ છે અને જો એ સુખી પરિવાર હોઈ તો એમાં કોઈ તો એવું કાનનું કાચું હોઈ જ છે કે જેના કાન ભરીને પરિવારમાં કલેશ પેદા કરી શકાઈ. બધાનું સાંભણીને, પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જે માણસ વર્તે તો એ કાનનું કાચું કહેવાય.
લોકો આપણા વિશે બે વાત સાચી કરીને પછી આપણા જ પરિવાર વિરુદ્ધ આપણા કાન ભરે અને આપણે મૂર્ખ એના ખરાબ ઈરાદાઓ સમજ્યા વગર આપણા જ ઘરમાં ઝઘડાઓ ઉભા કરીએ છીએ. જે વ્યક્તિ બીજાનું સાંભળી પોતાની વિવેક બુદ્ધિ વાપર્યા વગર કાર્ય કરે છે તે પોતાની જ હાથે પોતાની બરબાદીના મૂળ રોપે છે. પછી ભલે તે પરિવારમાં હોઈ, પતિ - પત્નીમાં હોઈ, પોતાના બાળકો અને મિત્રોમાં હોઈ પરંતુ કાન ભંભેરણી દ્વારા જે શંકાના બીજ મનમાં રોપાય છે તે એક દિવસ ઝઘડાઓનું મોટું વટ વૃક્ષ બને છે જેની છત્ર છાયામાં બધું જ નાશ પામે છે. ઘણા પરિવારોને આ કાનના કાચા સભ્યો દ્વારા વિખારતા જોયા છે.
ચારે બાજુ ઘણુંબધું છે, લોકો પણ તેમની મરજી પ્રમાણે બોલે કે કહે અથવા સમજાવે પણ એમાંથી આપણે આપણા હિતમાં શું સ્વીકારવું એ આપણી બુદ્ધિ અને સમજણ ઉપર છે. આથી સાવચેત થઈ જાવ જો આવા કાનમાં ઝેર રેડવા વાળા લોકોથી અને જો આપણે જ એ કોઈના કાન ભરવનું કામ કરતા હોઈએને તો સચેત થઈ જાવ કારણ કે કોઈના મોઢા કાળા કરીએ એ પહેલા આપણા હાથમાં જ મેશ લાગી જાઈ છે અને આપણા જ હાથ કાળા થઈ જાય છે.
માટે જ કહું છું કે બધું ફાવશે પણ કાનનો કાચો મિત્ર પણ નહી અને પરિવારનો સભ્ય પણ નહી ફાવે. સાચુંને મિત્રો!!! આવા કાન ભરવાવાળાથી સાવધાન થઈ જજો. આ વિશે તમારા વિચારો ચોક્કસ જણાવશો.
તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏









Sachi vat che
જવાબ આપોકાઢી નાખો