આપ બળે જ જંગ જીતાઈ

 

આપ બળે જ જંગ જીતાઈ

લડાઈ, જંગ, યુદ્ધ એ બધું હંમેશા અઘરું, દુઃખદાયક અને વિનાશકારી જ હોઈ છે. પછી તે લડાઈ, જંગ, કે યુદ્ધ બહાર હોઈ કે આપણા અંતરમનમાં હોઈ. હંમેશા અંધકારમય હોઈ છે. બહારના યુદ્ધમાં તો ઘણા યોદ્ધા હોઈ છે પણ આપણા અંતરમનના યુદ્ધમાં તો આપણે જ એકલા. આપણે આ દુનિયામાં કોઈને કોઈ સબક શીખવા આવીએ છીએ. કુદરત આપણી આજુબાજુ આવી પરિસ્થિતિઓ અને સંજોગો ઉભા કરતું જ રહેતું હોઈ છે. ઘણી વખત ખૂબ સુખદ સંજોગો બને છે ઘણી વખત આપણી કસોટીના સંજોગો બને છે. સુખના દિવસો જલ્દી પસાર થઈ જાય છે જયારે દુઃખના થોડા વધારે લાંબા લાગે છે.

આપણે હંમેશા ઈશ્વર પાસે દુઃખમાં ફરિયાદ કરીએ છીએ કે આ દુઃખ મને જ કેમ??? પરંતુ સુખમાં ક્યારેય ફરિયાદ નથી કરતા કે આ સુખ મને કેમ? કે આભાર પણ નથી માનતા. સુખ હોઈ કે દુઃખ હોઈ બંનેને માંણવાનું પણ આપણે જ છે. સુખ - દુઃખ આ જીવનના અનિવાર્ય ભાગ છે જે વારા ફરતા આવતા જતા રહે છે અને સુખ માણીએ એવી રીતે જ દુઃખને પણ માણી લેવાનું. કુદરતે સમયને વહેતો રાખ્યો છે એ ખૂબ મોટો ઉપકાર છે આપણી ઉપર. એટલે હંમેશા એમ જ માનીને ચાલવું કે જે અત્યારે છે એ પણ વહેતા સમયની સાથે જ પસાર થઈ જશે. પછી ભલે તે સુખ હોઈ કે દુઃખ. આવું વિચારવાથી આપણામાં અભિમાન પણ નહી આવે અને વર્તમાન સમયને આપણે સાક્ષી ભાવે માણી શકશું.

જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોઈ કે સમસ્યા હોઈ તેમાંથી બહાર આવવા આપણે જ કોશિશ કરવી પડશે. આપણા નોકરી ધંધાની કોઈ સમસ્યા હોઈ તો આપણે જ ઉકેલવાની હોઈ તેની માટે આપણે બીજાને નોકરી ઉપર નથી રાખતા. અને જો મોટા ધંધાદારીઓ હોઈ તો તેઓની મોટી સમસ્યાઓ હોઈ તો તેની માટે તેમની પાસે તેમની લીગલ ટીમ કામ કરે પણ સર્વોપરી દેખરેખ તો માલિકે જ રાખવાનો હોઈ. તેવી રીતે આપણી સમસ્યાનો ઉકેલ આપણે જ શોધવાનો હોઈ છે.

જયારે આપણે બીજા ઉપર આધાર રાખીએ ત્યારે આપણે પરવશ અને લાચાર બની જઈએ છે અને ઘણી વખત આપણને નિરાશાનો પણ સામનો કરવો પડે છે,જેને હું ખરાબ ગણું છું. એટલે આપણામાં કહેવત પણ છે કે "પારકી આશ સદા નિરાશ ". જીંદગીની જંગ હોઈ કે લડાઈના મેદાનની જંગ હોઈ હંમેશા આપબાળે જ જીતી શકાઈ, પોતાનામાં તાકાત અને હિંમત પહેલા હોવી જોઈએ ત્યાં બીજાની હોશિયારી કામ નથી લાગતી. આપણે જેમ સુખમાં ફરિયાદ નથી કરતા એની જેમ દુઃખ આવે ત્યારે ફરિયાદ ના કરતા તેના કારણ સુધી પહોંચી તેમાંથી બહાર આવવાનો ઉપાય શોધવો જોઈએ અને તે ઉપાય બીજા નહી શોધી આપે. આપણે જ શોધવો જોઈએ. સુખના વહેણ હોઈ કે દુઃખના  વહેણ હોઈ તેમાં વહેતા જવાથી પણ વધતું જાય છે ક્યારેક કાંઠે આવીને જોવું પણ ખરું કે આ ક્યાં જાય છે અને ક્યાં અને કેવી રીતે અટકશે. પછી તે દુઃખ હોઈ કે સુખ.

મેં ક્યાંક વાંચ્યું તું કે, બીજાના સહારે તો માત્ર અર્થી નીકળે છે જયારે પોતાનામાં તાકાત હોઈ તો જ આખી જીંદગી નીકળે, માણસો તો દુનિયામાં જોઈએ તેટલા મળે છે, પણ આપણે જેવા જોઈએ તેવા તો ભાગ્યે જ મળે છે. તો મિત્રો, પોતાની સમસ્યા કે દુઃખનો ઉકેલ બહાર દુનિયામાં ક્યાંય નથી આપણી અંદર જ છે માટે આત્મમંથન કરો ઉકેલ અને ઉપયના રત્નો ચોક્કસ મળશે જ. હંમેશા યાદ રાખજો તમે જેના વિશે વિચારશો તે વધશે. માટે સમસ્યા, બીમારી કે કોરોના વિશે વિચારવાનું બંધ અને ઉકેલ, ઉપાય વિશે વિચારવાનું ચાલુ સાથે એ દિશામાં કાર્ય પણ કરવું. તમારા વિચારો કમેન્ટ કરી ચોક્કસ જણાવશો.

તો ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો આવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday