જેવા છો તેવાજ રહો કારણ કે ઓરીજનલની કિંમત ઝેરોક્ષ કરતા વધારે હોઈ છે...
ૐ
જેવા છો તેવાજ રહો કારણ કે ઓરીજનલની કિંમત ઝેરોક્ષ કરતા વધારે હોઈ છે...
આપણને કોઈ પૂછે કે આ તમને કેવું લાગે છે તો આપણે હંમેશા આપણો અભિપ્રાય દેવા તૈયાર જ હોઈ છે. જોકે માનવ સ્વાભાવ જ છે કે દરેક બાબતમાં આપણે બોલવું જ જોઈએ. ઘણાતો કોઈ માંગ્યો ના હોઈ તો પણ પોતાનો અભિપ્રાય દેતા રહેતા હોઈ છે. ઘણી વખત તો લોકો અભિપ્રાય આપી આપીને વ્યક્તિની ઓળખ જ સાવ બદલી નાખતા હોઈ છે.
આપણા બધા પાસે ઘણા મિત્રો, સગા સ્નેહીઓ અને પરિવારજનો હોઈ છે અને આપણી માટે અમુક બાબતોમાં તેમનો અભિપ્રાય લેવો જરૂરી જ છે. કોઈ પણ બાબતમાં અભિપ્રાય લેવો એમાં કંઈ ખોટું નથી પણ લીધા પછી વિચાર્યા વગર આંધળું અનુસરણ કરવું એ યોગ્ય નથી. ઘણી વખત નવા નવા લગ્ન થયા હોઈ ત્યારે પતિ પત્ની બંને એકબીજાને પોતાના ઋતબા મુજબ બનાવવાની કોશિશ કરતા રહેતા હોઈ છે. બંને એકબીજાની વાત માની એકબીજાની મરજી મુજબ બદલાઈ તો એમાં કંઈ જ વાંધો નથી પરંતુ જો એ બદલાવ પોતાની ઈચ્છા કે મરજી વગરનું હોઈ તો એ બદલાવ નહી પણ બોજો છે. અને માથા ઉપર બોજ લઈને માણસ લાંબું ચાલી ના શકે. જે તમને સાચો પ્રેમ કરતું હોઈને તો એ તમે જેવા છો એવા જ સ્વીકારશે. હા!! ઘણી એવી આદત આપણામાં હોઈ કે જે બીજાને સારી ના લાગતી હોઈ તો એકાદ બે બદલવામાં વાંધો નહી પણ તમે માણસને જ બદલવા જાવ તો એ તો એક અસ્તિત્વની હત્યા કર્યા પ્રમાણે ગણાય. મેં એવા બદલેયેલા માણસને જોયા છે.
સાચો પ્રેમ એ છે કે જે જેવું છે તેને તેવું જ સ્વીકાર કરવું. હા! કોઈ એની મરજીથી ઈચ્છાથી બદલાઈ તો વાત જુદી છે અને ક્યારેક આપણા જીવનસાથીની મરજી પ્રમાણે તૈયાર થવું કે તેમને ગમે તેવું કરવું પણ જોઈએ પણ ક્યારેય પોતાની મરજી કે પસંદ નાપસંદ થોપવી ના જોઈએ. પ્રકૃતિ ઓરીજનલ છે એટલે જ સુંદર છે.
સાચો પ્રેમ એકબીજાને આઝાદી આપે, એકબીજાની પસંદને સ્વીકારે, એક બીજા ઉપર વિશ્વાસ રાખે,જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરી એકબીજાને સાથ અને સહકાર આપે. એજ સાચો પ્રેમ છે પછી એ પતિ - પત્નીનો હોઈ કે મિત્રનો હોઈ કે માતા - પિતા કે સંતાનો વચ્ચેનો હોઈ.
આથી હંમેશા જે ઓરીજનલ છે એની કિંમત વધારે જ હોઈ છે પછી તમે ગમે તેટલા કિંમતી મશીનમાં તેની ઝેરોક્ષ કાઢોને તોયે તે ઓરીજનલને ના પહોંચે. એટલે જ આપણને ઓરીજનલ કલાકારોની ફિલ્મ જોવી ગમે છે અને તેને જોવા માટે આપણે પૈસા ખરચીએ છીએ નહી કે તેમના ડુપ્લીકેટને, સાચુંને મિત્રો!!!!! ઓરીજનલ હોઈ એ લાખોમાં પણ ઓળખાઈ જાય. હંમેશા ઓરીજનલ રહેજો બાકી કોપીઓ અને કોપી કરનારા તો ઘણાય છે.
બરોબરને મિત્રો!! આના વિશે તમારા વિચારો ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






Right 👍🏻
જવાબ આપોકાઢી નાખો