ચિરંજીવી કેવી રીતે બનાઈ?

 

ચિરંજીવી કેવી રીતે બનાઈ?

આપણે બધાએ આ " ચિરંજીવી " શબ્દ સાંભળ્યો જ હશે. જેનો અર્થ થાઈ કે હંમેશા જીવો. જેને પત્રમાં આપણાથી નાના હોઈ તેની માટે વાપરીએ છીએ પણ એનું ટૂંકું રૂપ ખાલી "ચિ    ........ " લખીએ છે. જોકે આજના મોબાઈલના ઝમાનામાં પત્ર તો ઓછા લખાઈ છે પણ ગમે તે પૌરાણિક ટીવી સિરિયલોમાં આ શબ્દ સાંભળીએ છે.

દરેક મનુષ્યના જીવનમાં ઘણા કર્તવ્ય હોઈ છે અને તેને નિષ્ઠાથી નિભાવવા જોઈએ. પોતાના પરિવાર, મિત્રો, સગાસંબંધીઓ, પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિ, બધા પ્રત્યે આપણું કર્તવ્ય છે અને તે નિભાવવું જ જોઈએ. એમ કહીએ કે ઋણ હોઈ છે જેને સમય આવીયે ચૂકવવું જોઈએ. જે મનુષ્ય પોતાના કર્તવ્યો પૂરી ઈમાનદારીથી નિભાવે છે તે કાર્યો દ્વારા અમર થઈ જાય છે.

કર્તવ્યો પુરા કરવા માટે આપણામાં એક ઉત્સાહ જોઈએ. જેની પાસે ગમે તે કાર્ય કરવાનો ઉત્સાહ છે ને તે વૃદ્ધ હોવા છતાં યુવાન છે. ઉત્સાહ વગર કંઈ પણ કરવું એ એવું છે જાણે ધરાર કોઈને ઢસરડીને લઈ જવું. ઉત્સાહ સાથે કરેલું દરેક કાર્ય ઉત્સવ બની જાય છે. આથી ઉત્સાહ ખાલી યુવાનોએ જ નહી નાના મોટા બધાએ રાખવો જોઈએ. કોઈને આપણો ઉત્સાહ જોઈને જ આપણી સાથે કામ કરવાની મજા આવવી જોઈએ.

જ્યારે પણ આપણે દિલથી, ઉત્સાહથી, પ્રેમથી અને પુરી નિષ્ઠાથી આપણા કર્તવ્ય નિભાવીએ છીએ ત્યારે હંમેશા ઈશ્વરને સાથે રાખવા. જો કે હૃદયના ભાવથી શુદ્ધ કર્મ થતા હોઈ ત્યારે તે ઈશ્વરની પૂજા અને પ્રાર્થના સમાન જ ગણાય છે. ઈશ્વરનો વાસ કણ કણમાં હોઈ છે આથી હંમેશા આપણા કર્યો એ ઈશ્વરને ખુશ કરવા માટે કરવા. પ્રાર્થના સાથે કર્મ કરવાથી હંમેશા આપણું મન, હૃદય અને આત્મા પ્રફુલ્લિત રહે છે.

જયારે પણ ક્યાંય આવી રીતે ઉત્સાહથી, પ્રેમથી, ઈશ્વરને પોતાના કર્મ / કર્તવ્યોના સાક્ષી માનીને કોઈપણ કર્મ કરવામાં આવે છે ત્યારે એ માણસ અને તેનું કર્મ અમર બની જાય છે. પરંતુ જ્યારે એ કર્મ પરોપકારના હોઈ, બીજાની ભલાઈ માટે કરવામાં આવતા હોઈ પોતાના કર્તવ્યો સમજીને કરવામાં આવતા હોઈ ત્યારે તે વ્યક્તિ કે મનુષ્ય હંમેશને માટે ચિરંજીવી બની જાય છે. પછી તેનો વંશ હોઈકે નાહોઇ પણ તેને લોકો હંમેશા તેના કાર્યો દ્વારા યાદ કરતા જ રહે છે. એમ હું માનું છું. જીવન ખૂબ સરળ છે પણ જયારે અઘરું લાગે ત્યારે ચોક્કસ આપણા કર્તવ્યોને તપાસજો.......

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday