બુદ્ધ પૂર્ણિમા / Buddha Purnima
ૐ
બુદ્ધ પૂર્ણિમા / Buddha પૂર્ણિમા
ગઈકાલ બુદ્ધ પૂર્ણિમા હતી. વિષ્ણુના દશાવતરમાનો એક અવતાર એટલે કે નવમો અવતાર તે ભગવાન બુદ્ધનો કહેવાય છે. જેમણે આ જગતને નિર્વાણ, ધ્યાન, સમાધિ અને મોક્ષની એક જુદી જ રાહ બતાવી. આજ એ બૌદ્ધિક ધર્મ તરીકે જાણીતો છે અને દુનિયાનો ચોથા નંબરનો સૌવથી મોટો ધર્મ છે.
ભગવાન બુદ્ધ તો તેઓ જ્ઞાન પ્રાપ્તિ પછી કહેવાયા પરંતુ તે પહેલા તેમનું નામ સિદ્ધાર્થ ગૌતમ હતું. તે રાજકુમાર હતા. આજથી લગભગ અઢી હાજર વર્ષ પહેલા કપિલવસ્તુ નામના રાજ્યમાં રાજા સુદોધન અને માયાદેવી ને ત્યાં જન્મ થયો હતો. જે અત્યારે નેપાળમાં છે. ખૂબ સુખી સંપન્ન રાજપરિવારમાં જન્મેલા આ રાજકુમાર વિશે જ્યોતિષો દ્વારા ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું કે આ રાજકુમાર કાંતો મોટો ચકર્વતી રાજા બનશે કે કાં પછી તે મોટો ધર્મ ગુરુ જે દુનિયાને નવો રસ્તો બતાવશે. આ સંભાળી રાજા સુદોધને સિદ્ધાર્થ માટે બધી જ વ્યવસ્થા રાજમહેલમાં જ કરી. બહારની દુનિયાનું કોઈ દુઃખ એને ના બતાવ્યું કે ના કોઈ દિવસ કંઈ વાત કરી.
તેમના લગ્ન પણ સોળ વર્ષની ઉંમરમાં યશોધરા નામની રાજકુમારી સાથે થઈ ગયા અને તેમને ત્યાં સુંદર રાહુલ નામનો પુત્ર પણ જન્મ્યો. પણ કહેવાય છે ને કે વિધિના લેખ કોઈ દિવસ ખોટા નથી પડતા. એક દિવસ બહાર ફરવા જવાનું મન થઈ આવ્યું અને પોતાના વિશ્વાસુ સાર્થીની સાથે રથમાં ફરવા નીકળ્યા. રસ્તામાં એક ઝાડ નીચે બીમાર વૃદ્ધને જોયા ત્યારે સાર્થીને પૂછ્યું ત્યારે જવાબ મળ્યો તે વૃદ્ધ હોવાથી બીમારી છે અને મૃત્યુ નજીક હોવાથી તેમની કાયા પણ સાવ નિર્બળ અને કરચલી વાળી થઈ ગઈ છે. ત્યારે ફરી સિદ્ધાર્થે પૂછ્યું કે મૃત્યુ એટલે શું અને એમાં શું થાઈ?? ત્યારે સાર્થીએ કહ્યું કે રાજકુમાર આ પૃથ્વી ઉપર જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી છે જ. જયારે આગળ જતા રસ્તામાં મૃત્યુ પામેલાને દાહ દેતા જોઈને અને તે વિશે સાંભળી રાજકુમાર સિદ્ધાર્થનું હૃદય બેચેન અને અતિ વ્યાકુળ બની ગયું અને એટલું બધું વ્યાકુળ બની ગયું કે આખરે જન્મ - મૃત્યુના સત્યની શોધ માટે પત્ની, સંતાન અને રાજપાટ છોડી જંગલમાં ચાલી નીકળ્યા. ફક્ત ઓગણત્રીસ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો.
એ કેવો વૈરાગ્ય હશે કે બધું જ સુખ છોડતાં જરાય વાર ના લાગી???? એ સત્યને જાણવાની કેવી જિજ્ઞાસા હશે કે સુંદર પત્ની અને એ વહાલો દીકરો પણ આડે ના આવ્યા???? ખરેખર!!! આવી તાલાવેલી ને જીજ્ઞાસા જાગેને ત્યારે જ બુદ્ધ જેવા વીરલાઓ જન્મે. પાંત્રીસ વર્ષની ઉંમરે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને તે પછી તે બુદ્ધ તરીકે ઓળખાયા. ત્યારે પછીનું તેમનું જીવન સત્ય અને જ્ઞાનના પ્રચાર કરવામાં પસાર થયું અને આ દરમિયાન ઘણા તેના શિષ્યો પણ બન્યા. આજ વિશ્વમાં બૌદ્ધ ધર્મને માનનારાઓની મોટી સંખ્યા છે.
મૂર્તિ પૂજામાં નહી પણ આત્મા જ્ઞાનને મહત્વ આપે છે. ધ્યાનનો મહિમા અને પ્રચાર બૌદ્ધ ધર્મ દ્વારા વધારે થયો છે. આનાપનસતી ધ્યાન પણ બૌદ્ધધર્મની દેન છે. અહિંસા, શાકાહારી, બંધુત્વ, શાંતિ અને સત્યની શોધ, પોતાના આત્માની શોધ કરી પરમ નિર્વાણ પ્રાપ્ત કરવું એ જ આ જીવનનો ઉદેશ છે.
આજ દુનિયામાં ધ્યાનનો ખૂબ પ્રચાર અને પ્રસાર થયો છે અને અનેક લોકોએ એ દિવ્ય ધ્યાન દ્વારા સત્યની શોધ પણ કરી છે. ધ્યાનના માધ્યમથી દરેક મનુષ્ય જ્ઞાન મેળવીને બુદ્ધ બની શકે છે પરંતુ શરત માત્ર એટલી કે સત્ય ને શોધવાની તીવ્ર જિજ્ઞાસા હોઈ અને લોકકલ્યાણની ભાવના દિલમાં હોઈ.
ઈશ્વરે લીધેલા દરેક અવતારો પાછળ કંઈ ને કંઈ ઉદેશ અને ધ્યેય હોઈ જ છે . તે હંમેશા પોતાના જીવન દ્વારા આ વિશ્વને કોઈને કોઈ મહત્વનો સંદેશ આપતાં જ હોઈ છે. ફક્ત પાંચ મિનિટ નું ધ્યાન આપણા મનને દિવસભરની મનની શાંતિ આપતું હોઈ તો વિચારો, એ ધ્યાન શું ના કરી શકે. તો ચોક્કસ પાંચ મિનિટ ધ્યાન કરવું જ જોઈએ.
ચાલો મિત્રો આજ રજા લવ હવે. બધાને પ્રભુ ખૂબ સ્વસ્થ, મસ્ત, આનંદમય અને શાંતિમય જીવન આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો