આદતો બદલવી છે પણ કેવી રીતે?? / But how to change habits ??

 

આદતો બદલવી છે પણ કેવી રીતે?? / But how to change habits ??

આપણને બધાને એક સુંદર, તંદુરસ્ત, શિસ્તવાળું, સકારાત્મક જીવન જોઈએ છે. આપણને બધાને એમ થાઈ કે આપણે આપણને જોઈતું હોઈ એવું જીવન બનાવી શકીએ તો કેટલું સારુ કહેવાય. દર દિવાળીએ અને પહેલી જાન્યુઆરીએ આપણે નવા વર્ષમાટેના goals ધ્યેય નક્કી કરીએ જ છીએ પણ આપણે કેટલા સફળ રહીએ છે?? જોકે હું પણ બનવું છું પણ અડધે રસ્તે જ છુટ્ટી જાય છે. ચાલુ તો એક જોશભેર થાઈ છે પણ ધીમે ધીમે એ ઉત્સાહ ક્યાં વયો જાય છે કે ખબર જ નથી પડતી!!!

અત્યારે બધાનો મહત્વનો પ્રશ્ન હોઈ તો તંદુરસ્ત કેમ રહેવું અને મોટાપામાંથી મુક્તિ કેમ મેળવવી??? આ બધાનો બર્નિગ પ્રશ્ન એટલે કે સળગતો પ્રશ્ન છે.  જયારે જોશમાં હોઈ ત્યારે વજન ઓછું તો કરી લઈએ પણ લાંબો સમય ટકાવી નથી શકતા. જયારે કોઈ પણ સારી બાબત લાંબા સમય સુધી ટકાવી રાખવી હોઈ તો થોડા દિવસ માટે જ નહી પણ હંમેશ માટે સારી આદતો ટકાવવી પડે.

સવારે વહેલું ઉઠવું અને રાતે સમયસર સૂવું એ સારી આદત છે,  દરરોજ ધ્યાન કરવું, કસરત કરવી એ સારી આદત છે, લીલા શાકભાજી અને ફળ નિયમિત રીતે ખાવા એ સારી આદતની સાથે જરૂરિયાત પણ છે, આપણા દરેક કાર્ય પૂરી ઈમાનદારીથી અને ધ્યાનથી કરવા એ પણ સારી આદત છે. ઘરને કે ઓફિસને વ્યવસ્થિત અને ચોખ્ખું રાખવું આ બધું સારી આદતોમાં ગણાવી શકાઈ. આ બધું કરવું તો છે અને કરીએ પણ છીએ પણ હંમેશા માટે ટકાવી નથી શકતા. તો આવી જીવનને સુંદર બનાવનાર આદતો કેવી રીતે ટકાવવી રાખવી???

સારી આદતો રાતોરાત નથી પડી જતી. સારી આદતો અપનાવવા માટે અને ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડે અને ધીરજ રાખવી પડે છે. હંમેશા નવી વસ્તુની શરૂઆત નાના પગલાંથી કરવી . ચાલુ કરવા માટે જેટલો ઉત્સાહ જરૂરી છે તેટલુ જ એને નિયમિત રીતે કરવું જરૂરી છે. જો આપણે વહેલું ઉઠવાની ટેવ પાડવી હોઈ તો દરરોજ ઉઠતા હોઈ તેના કરતા દસ મિનિટ વહેલું ઉઠવાનું ચાલુ કરવું. દરરોજ એમ કરતા કરતા સમય વધરતું જવું. કસરતની બાબતમાં પણ એમ જ દરરોજ કસરત કરવી એ નિયમ બનાવવો પછી ભલે પાંચ મીનીટ કરીએ પણ દરરોજ કરવી જ. દરરોજ પાંચ લીલા શાકભાજી કે ફળ ખાવાના જ પણ ચાલુ એક કે બે ફળથી ચાલુ કરવું અને પછી ધીરે ધીરે વધરતું જવું. ઘરને કે ઓફિસને વ્યવસ્થિત રાખવા માટે દરરોજ પાંચ મીનીટ કે પંદર મીનીટ રાખવું કે કામ પુરુ કર્યા પછી પાંચથી પંદર મીનીટ સુધીમાં બધું વ્યવસ્થિત મૂકી દેવું. દરેક કાર્યને ધ્યાનથી કરવા માટે દર થોડા સમયના અંતરે પાંચ મીનીટનો બ્રેક લઈ પોતાને રિલેક્સ થવાનો સમય આપવો. આવી રીતે ધીમે ધીમે ધીરજ પૂર્વક પોતાની નવી કે જૂની આદતો ઉપર કાર્ય કરશો તો આ આદતો હંમેશ માટે રહેશે અને  દરેકે સારી ટેવ કે આદત જીવનને સુખમય અને શાંતિમય બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે અને જયારે જીવનમાં નિયમિતતા હોઈ ત્યારે એ ટકી રહે છે, કોશિશ હંમેશા કરતી રહેવી જોઈએ. બરોબરને મિત્રો!!!!!

આ વિશે ચોક્કસ તમારા વિચારો જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો  અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day