ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ સમાજ જીવનના મજબૂત પાયા /Dharma, Artha, Kama, and Moksha are the strong foundations of social life
ૐ
ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ સમાજ જીવનના મજબૂત પાયા /Dharma, Artha, Kama, and Moksha are the strong foundations of social लाइफ
હિંદુ શાસ્ત્ર પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ આ સમાજ રચનાના મુખ્ય પાયા છે. માનવજીવનના ચાર પુરુષાર્થ છે જે બધાએ કરવાનાં જ હોઈ છે.
હિંદુ ધર્મમાં દરેક બાબતને મહત્વ આપવામાં આવ્યું છે. એમાં કોઈ જાતની બંધણી કે આનાકાની નથી. ખૂબ ઉદારતાની ભાવના જોડાયેલી છે. જે હિંસા કરતો નથી અને દયા ધર્મમાં માને છે તે હિંદુ છે. જો અહિંસામાં માને અને જીવમાત્ર પ્રત્યે દયાભાવ રાખે છે તે જ હિંદુ સાચો છે. એટલે કે માનવતાનો ધર્મ એજ સૌવથી મોટો ધર્મ છે. આમતો અત્યારે દુનિયામાં ઘણા ધર્મ છે અને દરેકના રસ્તા જુદા જુદા છે પણ આખરે તો બધા જ રસ્તા ઈશ્વરના દરબારમાં જ પહોંચે છે. પણ તેમ છતાં કેવું ઘટે કે હિંદુ અને જૈન ધર્મમાં અહિંસાનું મહત્વ વધારે છે. સાચો ધર્મ માનવતાનો છે. જેમાં દરેક જીવ પ્રત્યે દયા, સેવા, કરુણા અને માનવતાની મદદ, આ બધા સદગુણોનો સમાવેશ થાઈ. આ સદગુણો બાળકોને નાનપણથી જ જીવન ઘડતર માટે આપવા જોઈએ. આજ સાચો ધર્મ છે જે શીખવાડવો ખૂબ જરૂરી છે.
બીજો પાયો છે અર્થ. અર્થ એટલે કે ધન, પૈસા. આ પણ જીવનમાં મેળવવું ખૂબ જરૂરી છે. પણ અર્થ એટલે કે પૈસા કમાતા પહેલા જીવનમાં સાચો ધર્મ એટલે કે માનવતાનો ધર્મ હોવો જ જોઈએ. જો એ જીવનમાં હશે તો આપણે જે ધન, પૈસા કમાયે તે નીતિથી અને ઈમાનદારીથી કમાશું અને એનો ઉપયોગ સ્વકલ્યાણની સાથે જનકલ્યાણમાં કરશું. ધર્મ સાથે હોવાથી નીતિનું અને હકનું ખાવાની આદત પડશે. આ વાત ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહી જ છે.
ત્રીજો પાયો પણ આ સમાજ વ્યવસ્થા જાળવવા માટે અને સમાજને આગળ વધારવા માટે ખૂબ જરૂરી છે અને પહેલા બેની જેમ જ મહત્વનો છે. એટલે જ લગ્ન નામની સમાજ વ્યવસ્થા બની હશે. આજ ઝમાનો ખૂબ જ બદલાય ગયો છે. આજ આ લગ્નપ્રથમાં ઘણા દુષણો પ્રવેશી ગયા છે. પ્રેમ લગ્ન સુધી તો બરોબર હતું પરંતુ અત્યારે લિવઈન રિલેશન, સમલેંગિક લગ્ન અને કદાચ બીજા પણ ઘણા પરંતુ આ લગ્નપ્રથા સમાજમાં ફેલાતા ઘણા દુષણો રોકે છે. લગ્નવિધિ પછી સ્ત્રી પુરુષ તેમનો ગૃહસ્થાશ્રમ ચાલુ કરે છે જેમાં પ્રેમ, વિશ્વાસ, ત્યાગ, ધૈર્ય, સમર્પણ જેવા સદગુણો ખીલે છે. એક બાળક માટે પણ અતિ મહત્વની જીવનના પાઠ શીખવાની પાઠશાળા છે. જો આ કામ (લગ્નજીવન ) ની શરૂઆતમાં જ ધર્મ અને અર્થ હોઈ તો ગૃહસ્થાશ્રમ ખૂબ જ સુખ પૂર્ણ પસાર થાઈ છે. દરેક ફરજો, કર્તવ્યો, પરોપકારના સત્કાર્યો વગેરે શાંતિથી અને સંતોષપૂર્વક પુરા થાઈ છે. અને જયારે મનુષ્ય પોતાનો ગૃહસ્થાશ્રમના કાર્યો પૂર્ણ કરી લ્યે એ પછી ઈશ્વરભક્તિ, પ્રભુ નામસ્મરણ સાથે મોક્ષ તરફ આગળ વધી શકે છે.
જી હા!! મોક્ષ, છેલ્લો અને અતિ મહત્વનો પાયો છે. જીવન ખૂબ સરળ છે. જેટલું ઈમાનદારીથી અને સત્યતાની સાથે જીવીએને એટલું જ એ વધુ સરળ બને છે. જયારે આગળના બધા જ પાયા ધર્મ, અર્થ અને કામને પૂરી ઈમાનદારીથી, નીતિથી અને સચ્ચાઈથી પસાર કર્યા હશેને તો તેટલી જ સરળતાથી આ મોક્ષનો રસ્તો સરળ અને સંતોષપૂર્વકનો હશે. આ અવસ્થામાં ત્યારે જ જવાનું થાય છે જયારે આપણે આગળના ત્રણ સરખી રીતે પસાર કર્યા હશે. જયારે એ ત્રણેય સંતોષપૂર્વક વીત્યા હશે ત્યારે આ મોક્ષના રસ્તામાં કોઈ વિઘ્ન નહી આવે. આપમેળે જ ઈશ્વરભક્તિમાં મન પરોવાશે અને એ રસ્તા ઉપર પણ બધી જવાબદારીઓનો ભાર હળવો કરીને ચાલશું તો ઈશ્વર તો બાથમાં લેવા તૈયાર જ છે. આખરે જીવનના કર્મોના આધારે તો આત્માના આગળના સફરની શરૂઆત થાઈ છે ને. જો દરેક પાયાના સમયગાળામાં માનવી પૂરી સંસ્કારિતા, સચ્ચાઈ, નીતિ, ઈમાનદારી લઈને ચાલ્યો હશેને તો આગળ પણ બધું જ શુભ શુભ ને શુભ જ હશે.
આખરે આપણે બધા જ એ પરમપિતા ના દિવ્ય સંતાનો છે અને આ મોક્ષની શોધમાં જ જીવાત્મા જન્મ મારણના ફેરા કરતો રહે છે. પરંતુ જો પહેલાથી જ આપણને આ જ્ઞાન હોઈ તો આત્મનો ઘણો વિકાસ કરી શકાઈ છે.
આ વિશે ચોક્કસ વિચારજો મિત્રો અને તમારાં વિચારો કમેન્ટ દ્વારા ચોક્કસ મને જણાવશો. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો