સુંદર સ્મિતની અસર / The effect of a beautiful smile

 

સુંદર સ્મિતની અસર / The effect of a beautiful smile

દુનિયામાં આપણને મફતનું કંઈ પણ મળે તો મજા આવી જાય અને મફતમાં દેવું પડે તો થોડી ખચકાટ થાઈ. કુદરતે આપણને ઘણું બધું મફત આપ્યું છે. હવા, પાણી, પ્રકૃતિ, દેશી ઔષધિઓ, અનાજ, ફળ અને બીજું  પણ અગળ્ય આપ્યું છે. કિંમત મનુષ્યોએ લગાવી છે. પશુ પંખીઓ તો આટલા હજારો વર્ષોથી મફતમાં જ બધું મેળવે છે. પણ આપણે તો મફતમાં દેવાથી ફાયદો જ થાઈ એ આપવામાં પણ આપણે લોકો કંજુસાઈ કરીએ છીએ.

જી હા!!! હું હાસ્યની,  મધુર સ્મિતની વાત કરું છું. કેટલું સસ્તું પણ કેટલું કિંમતી હોઈ છે. એક મધુર સ્મિતમાં ખૂબ તાકાત હોઈ છે જે પારકાને પણ પોતાના બનાવી લ્યે છે.  હાસ્ય, સ્મિત, કુદરતે મનુષ્યને આપેલું એક એવું ઘરેણું છે કે જેને પહેરવાથી કોઈ આપણને લૂંટી નથી શકતું પણ સામેની વ્યક્તિ લૂંટાઈ જાય છે. પછી તેં નાનકડું બાળક હોઈ કે કોઈ જુવાન વ્યક્તિ હોઈ કે પછી કોઈ દાંત વગરનું વડીલ હોઈ. આ સ્મિતનું ઘરેણું નાના મોટા બધા ઉંમરના ભેદભાવ વગર બધા પહેરી શકે છે અને બધાને ખૂબ સુંદર લાગે છે. પાછુ સાવ મફત એકદમ free. બરોબરને મિત્રો!!!

આપણે જયારે ઘરની બહાર નીકળ્યે એટલે આ ઘરેણું પહેરી જ લેવું. ઘરમાં પણ પહેરી રાખવું જોકે ઘરમાં તો આપણે પોતાના વ્યક્તિઓ વચ્ચે રહીએ છીએ પણ તેમની વચ્ચે હસી બોલીને રહેવાથી ઘરનું વાતાવરણ આનંદીત રહે છે અને આપણું મન પણ પ્રફુલ્લિત રહે છે. ઘરની બારે આપણે હંમેશા સ્મિત સાથે જ નીકળવું. સામે મળનારી કોઈ પણ વ્યક્તિને એક મધુર  સ્મિત સાથે જ અભિવાદન કરવું પછી તેં નમસ્તે હોઈ કે good morning. સવારના પહોરમાં બધાને હસ્તા ચહેરા જ જોવા ગમે છે અને હસતું મોઢું રાખવામાં કોઈ જાતનો ખર્ચ થતો નથી.  ઉલ્ટાનું આપણું મૂડ સારુ રહે છે ને જેનું હસીને અભિવાદન કર્યુ છે તેં વ્યક્તિનો દિવસ પણ સુંદર ચહેરો જોવાથી સુંદર બની જાય છે. જી હા!!! જે ચહેરા ઉપર હાસ્ય છે, એક મધુર સ્મિત છે તેં ચહેરો હંમેશા સુંદર જ લાગે છે. બરોબરને મિત્રો !!!

જીવનમાં બધાને કોઈને કોઈ તકલીફ કે  સમસ્યા હોઈ જ છે પણ જે તેના મુશ્કિલ સમયમાં હસી શકે છે તેના જીવનમાં ક્યારેય નિરાશા નથી આવતી અને તેવી વ્યક્તિને મુશ્કેલ સમય પણ હસતા હસ્તા પસાર કરી દયે છે. તો મિત્રો આજથી અત્યારથી જ નક્કી કરી લ્યો કે ઘરમાં અને ઘરની બહાર બધે જ આ હાસ્યનું આભૂષણ પહેરશો અને બીજાને પણ આપશો એ પણ એકદમ મફત. પ્રયત્ન કરી જોજો જીવનમાં બધે જ વસંત ઋતુ ના દેખાય તો કેજો.

તો ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા બધા ખૂબ હસ્તા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday