જો આપણને ના ગમે તેં કોઈને ના ગમે / If we don't like it, nobody likes it
ૐ
જો આપણને ના ગમે તેં કોઈને ના ગમે / If we don't like it, nobody likes it
હંમેશા દરેક વ્યક્તિની પસંદ નાપસંદ હોઈ છે. બધાને સુંદરતા જ ગમતી હોઈ છે. દરેક વ્યક્તિ પાસે પોતાની પસંદ નાપસંદ વિશે પોતાના સપના હોઈ છે. દરેક માણસ ઈચ્છતો હોઈ કે એના જીવનમાં બધું એની પસંદનું મળે. નાના હોઈ ત્યારે રમકડાં, મોટા થાઈ ત્યારે પોતાની પસંદની નોકરી ધંધો, લગ્ન સમયે પોતાની પસંદની છોકરી, પોતાનું કેવું કરવા વાળા બાળકોને બધું જ...... પોતાની પસંદનું જોઈએ. આ વાત ત્યાં જ નથી અટકતી પણ માણસ એ પણ ઈચ્છતો હોઈ કે બધાનું વર્તન પણ પોતાને ગમે એવું જ હોઈ. સાચુંને!!! આપણે બધા એમ જ ઈચ્છીએ છીએને. પણ શું થાઈ છે એવું??? શું મળે છે બધું પસંદનું???
એનો જવાબ હા પણ થાઈ અને ના પણ થાઈ. આપણે ચોક્કસ આપણી પસંદ પ્રમાણે મેળવવાની કોશિશ કરીએ છીએ અને પસંદ પ્રમાણે ના મળે તોયે એની નજીકનું હોઈ તેવું તો મેળવવાનો પ્રયત્ન તો કરીએ જ છીએ. બાહ્ય સુંદરતાને અને ખોટા દેખાડાને આપણે કેટલું બધું મહત્વ આપીએ છીએ. ઘણી વખત આપણે પણ આપણે હોઈ એના કરતા સવાયું મેળવવાની કોશિશ કરીએ છીએ. આપણે બીજા પાસે તો ઘણી અપેક્ષાઓ રાખીએ છીએ કે લોકો મારું માન જાળવે, હું કવ એમ કરે, ઝગડા થયાં હોઈ તો એ પહેલા માફી માંગે, એ મને પહેલા વાત કરે, બધા હું કવ એમ કરે, બધા મારું સમ્માન કરે, માન જાળવે અને બીજું પણ ઘણું બધું.........
પણ ક્યારેય આપણે વિચાર્યું છે કે મને જે બધું ગમે છે એ બધું અને હું જેની આશા બીજા પાસે રાખું છું એ બધું જ હું શું આપું છું બીજાને???? ત્યારે જો તમે તમારી જાત સાથે પ્રામાણિક હશો તો તમને એનો જવાબ ચોક્કસ મળશે અને જયારે એ જવાબ મળશે ત્યારે સ્વાભાવિક જ તમારું વર્તન બીજા પ્રત્યે એકદમ બદલાઈ જશે. ત્યારે તમે બીજા સાથે એવું વર્તન કરશો જેની આશા તમે એમની પાસે રાખી છે. જો આપણે ખોટું બોલતા હોઈએ, બીજાનું અપમાન કરતા હોઈએ, સતત બીજા સામે બોલતા હોઈએ, હંમેશા તેં વ્યક્તિનો ઉપયોગ આપણે આપણા સ્વાર્થ માટે કરતા હોઈએ, તો આપણે પણ સામેની વ્યક્તિ પાસેથી આવા જ વ્યવહારની અપેક્ષા રાખવી. કારણકે જો આંબો વાવીએ તોજ કેરી ખાવા મળે. બાવળ વાવો તો કયાંથી કેરી મળે??? સાચું ને, મિત્રો!!!
આથી ચોક્કસ મિત્રો, બીજાના વ્યવહાર અને વર્તન ઉપર આંગળી ચિંધતા પહેલા પોતાના વ્યવહાર અને વર્તનનું નિરીક્ષણ કરી લેજો. હંમેશા યાદ રાખજો જે આપશો તેં વ્યાજ સહીત પાછુ મળશે. પછી તેં પ્રેમ હોઈ, ગુસ્સો હોઈ, સમ્માન હોઈ કે પછી બીજું ગમે તેં. એટલે બીજાના વર્તનને બદલવા કરતા પોતાના વર્તન ઉપર કામ કરશો તો જલ્દી ફાયદો થશે. બરોબરને મિત્રો!!!
આથી હંમેશા આપણને જે ગમતું હોઈ તેં જ બીજાને આપવું. કેમકે જેમ આપણને ના ગમે તેં બીજાને પણ ના જ ગમે. આથી મકરંદ દવેના કાવ્ય પ્રમાણે હંમેશા ગમતાનો કરીએ ગુલાલ.
તમારું શું કહેવું છે કમેન્ટ કરી ચોક્કસ જણાવશો. તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏






ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો