જીંદગીને બદલવી હોઈ તો સંઘર્ષ કરવો પડે અને જો સરળ બનાવવી હોઈ તો સમજવું પડે..../If you want to change your life, you have to struggle and if you want to make it easy, you have to understand ....
ૐ
જીંદગીને બદલવી હોઈ તો સંઘર્ષ કરવો પડે અને જો સરળ બનાવવી હોઈ તો સમજવું પડે..../If you want to change your life, you have to struggle and if you want to make it easy, you have to understand ....
આપણે બધા જ પોતપોતાનું જીવન જીવીએ છીએ. આપણામાંથી ઘણા એવા હશે કે જેનું જીવન ખૂબ સુંદર હશે, ઘણાને એનું જીવન બીજાના જેવું બનાવવું હશે, પરંતુ શું આપણું જીવન બદલવું એટલે ફક્ત સુખી થવું?? જેની પાસે બધા એશોઆરામ હોઈ એને સુખી કહેવાય?? કે જેની પાસે સામાન્ય જીવન જરૂરિયાતની જ વસ્તુ હોઈ પણ સંતોષથી જીવન જીવતો હોઈ તો એ સુખી કહેવાય ??? તમે કહેશો કે બંને સુખી કહેવાય કારણ કે સુખ દુઃખ એ આપણી મનોસ્થિતિ છે. પણ શું આવી મનોસ્થિતિ બધાની હોઈ છે??? તમારે આવી મનોસ્થિતિ બનાવવી હોઈ કે તમારે ખૂબ એશોઆરામ મેળવવા હોઈ તો શું કરવું??
આ બદલાવ છે અને હંમેશા કોઈ પણ બદલાવ જીવનમાં સરળ નથી હોતા. પછી તે જીવનશૈલી બદલવાની વાત હોઈ, વિચારો બદલવાની વાત હોઈ કે પછી બીજી કંઈ પણ..... બદલાવ સાથે હંમેશા સંઘર્ષ હોઈ છે. ક્યારેય પણ સંઘર્ષ વગર બદલાવ સંભવ જ નથી. અરે!! કુદરત પણ ધરતીને ફળદ્રુપ બનાવવા કેટલા વરસાદ, પાણીના પૂર ને વગેરે કરે છે. એક પતંગિયું પણ સરસ મજાની સુંદરતા મેળવવા કેટલો સંઘર્ષ કરે છે. આપણા જીવનમાં પણ બદલાવ લાવવો હોઈ તો સંઘર્ષ તો કરવો જ પડશે. પરીક્ષામાં સારા ગુણો મેળવવા હોઈ તો મહેનત કરવી પડશે, નાની નોકરી માંથી મોટા પદ ઉપર જવું હોઈ તો મહેનત કર્યા વગર નહી ચાલે, ગરીબમાંથી અમીર બનવું હોઈ તો અથાક કામનો સંઘર્ષ વગેરે વગેરે........ જેવી રીતે અથાક સમુદ્રમંથન પછી અમૃત અને અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયાં હતા એની જેમ જ આ દુનિયામાં બહેતર જીવન જીવવા માટે કે જીવનમાં કોઈ પણ બદલાવ લાવવા માટે ખૂબ મહેનત અને સંઘર્ષ તો કરવો જ પડશે. ફક્ત વિચારોથી કે વાંચનથી જીવન નહી બદલાઈ. એ વિચારો કે સુવાંચનને જીવનમાં જીવવા પડશે, ઘણી મુશ્કેલીઓ પણ આવશે પણ હિંમત પૂર્વક આગળ વધવું પડશે ત્યારે જ બદલાવ થશે. અરે! આપણે ખાલી એક શરીરનું વજન ઉતારવું હોઈ તો પણ કેટલો સંઘર્ષ કરવો પડે છે તો આ તો જીંદગી છે દરરોજ નવું. એટલે ક્યારેય સંઘર્ષથી ગભરાવું નહી એનો હિંમતથી સામનો કરવો. એક સિંહને પણ શિકાર કરવા સંઘર્ષ કરવો જ પડે છે. આથી જીવનમાં બદલાવ જોતો હોઈ તો સંઘર્ષ કરવો તો અનિવાર્ય છે.
જયારે જીવનમાં કંઈ પણ મેળવવા માટે સંઘર્ષ કરતા હોઈએ ત્યારે જો એને સરળ બનાવવો હોઈ તો સમજણ હોવી ખૂબ જરૂરી છે. દરેક બાબતમાં સંઘર્ષ છે એતો આપણને ખબર છે. પ્રેમ લગ્ન કરવા હોઈ, પરિવાર માનતો ના હોઈ, એક માને તો બીજું રિસાઈ જતું હોઈ અને આવે સમયે સમજદાર યુવાનોને પરિવારને મનાવવાતા ઘણા વર્ષ લાગે પરંતુ બંને સામસામે સમજદારી દાખવે તો બધું સરળ બની જાય છે.
જીદગી શું છે? એક સંઘર્ષ છે જે બાળક જન્મતાની સાથે જ ચાલુ થાઈ છે તે છેક મૃત્યુ પર્યન્ત રહે છે. ક્યારેક ધ્યાનથી પોતાની જીંદગી વિશે વિચારજો
જીવનના દરેક બદલાવ ઘણા લાંબા સંઘર્ષ પછી જ થયાં હશે. પરંતુ જ્યાં જ્યાં તમે તમારી સમજદારી બતાવી હશે ત્યાં ત્યાં એ સમય અને બદલાવ ઓછા સંઘર્ષમાં અને સરળતાથી થયાં હશે.આપણા સાંબધોને ટકાવવા માટે પણ ઘણી
વખત ખૂબ જહેમત કરવી પડતી હોઈ છે. ત્યાં પણ આ સમજદારી જ કામ લાગે છે. જો તમારામાં સમજદારી હશે સારી સમજ હશે તો ગમે તેવો સમય હોઈ, સંઘર્ષથી ભરેલો હશે તો પણ તમારી સમજ એ સમય સરળ બનાવી દેશે. આથી મિત્રો, ચોક્કસ યાદ રાખજો કે સંઘર્ષ વગર કોઈ બદલાવ સંભવ નથી, અને સમજણ વગર કંઈ પણ સરળ નથી. પછી તે સમય હોઈ, સંજોગો હોઈ, સંબધો હોઈ, અરે આપણી ખોટી આદતો હોઈ કે પછી આ વિશાળ જીંદગી હોઈ.......... આથી જીવનમાં સંઘર્ષ કરવા હંમેશા તૈયાર રહો અને એને સરળ બનાવવા સમજનું શસ્ત્ર હંમેશા ધારદાર રાખો. જીંદગીમાં બધું ખૂબ જ સરળ બની જશે. પ્રયત્ન કરી જોજો.
ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરાનાથી બચીને રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏








ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો