મિત્રોનું મહત્વ જીવનમાં / The importance of friends in life

 

મિત્રોનું મહત્વ જીવનમાં / The importance of friends in life

આજ મારે મારાં પ્રિય મિત્રો વિશે વાત કરવી છે. મારી પાસે ઘણા બધા સુંદર, સમજુ, સંસ્કારી, જ્ઞાની અને મારાં સુખદુઃખમાં ભાગ લેવાવાળા ઘણા મિત્રો છે. ઘણાની મિત્રતા બાળપણની છે એટલે કે નિશાળના વખતની. તે બધા મિત્રો હજારો માઈલો દૂર છે પણ આંગળીના ટેરવે જ છે. લગભગ બધા જ મારાં ફોનમાં છે. બધા જ પોતપોતાના સંસારમાં વ્યસ્ત પણ છે.  બીજા ઘણા મિત્રો મેં અહીંયા પણ બનાવ્યા છે અને મને અભિમાન છે કે મારી પાસે એવા સાચા મિત્રો છે કે મારાં સુખમાં યાદ કરું તો નહી આવે પણ જો મારાં દુઃખની જરાએ ભણક આવી જશે તો તરત હાજર થશે. આવા મિત્રો જીવનમાં આપ્યા એ માટે હંમેશા મારાં ઈશ્વરની હું આભારી છું.

અહીંયાના બાવીસ વર્ષમાં એવો પણ સમય હતો કે સગાવહાલા તો ઘણા હતા પણ મિત્ર કોઈ નોહતું. સગા સગા હોઈ છે મિત્ર મિત્ર હોઈ છે. મને મારાં મિત્રો પણ મારી માતૃભાષાના કારણે જ મળ્યા છે, ને એવા મળ્યા છે કે હું કદાચ તેઓની ખબર ના પણ પૂછું તોયે એ મારી ચિંતા કરતા હોઈ. એનું નામ જ તો સાચી મિત્રતા છે.

જીવનમાં કોને મિત્રો વગર ચાલે છે?? કોઈને નહી. ભગવાનને પણ સુદામા, અર્જુન અને દ્રૌપદી જેવાં મિત્રો હતા. અરે! દુર્યોધન પાસે પણ કર્ણ જેવા વફાદાર મિત્ર હતો. ભગવાન રામ પાસે પણ હનુમાનજી જેવા પરમ મિત્ર અને ભક્ત હતા. મિત્રો વગરની તો જીંદગી કલ્પી જ ના શકાઈ. એકલા એકલા મજા કરાય પણ આનંદ તો મિત્રો અને પરિવાર સાથે જ કરાઈ.

આ મિત્રો જીવનમાં હોવા ખૂબ જરૂરી છે. અત્યારે આ ટેક્નોલોજીના ઝમાનામાં તો આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. ગમે તેટલા દૂર હોઈ કે, દુનિયાના બીજા ખૂણે કેમ ના હોઈ સરળતાથી તેમને શોધી શકાઈ છે. આજ એકલતા પ્રશ્ન નથી સારા મિત્રો માણસના જીવનમાં નથી એ પ્રશ્ન છે. આજ ઘણી વખત આપણે આપણા કામકાજમાં કે નોકરી ધંધામાં ખૂબ વ્યસ્ત થઈ જઈએ છે આથી એકબીજા સાથે વાતચીત કરવાનો સમય નથી મળતો પણ હું કહું છું એ સમય જરૂરથી કાઢો અને પોતાના મિત્રો સાથે વાત કરો, આનંદ કરો. ફક્ત કામની પાછળ દોડશું તો એક દિવસ એવો આવશે કે પૈસા તો હશે જલસા કરવા પણ મોજ અને આનંદ કરવા મિત્રો કે પરિવાર નહી હોઈ.

આજ પણ બાળપણના મિત્રો સાથે વિતાવેલ દિવસો યાદ કરીએ તો ચહેરા ઉપર સુંદર સ્મિત આવ્યા વગર નથી રહેતું. અહીંયા પણ મિત્રો સાથે હોઈ ત્યારે કલાકો ક્યાં નીકળી જાય ખબર પણ નથી પડતી. બસ આજ સુંદર દિવસોની યાદ એવો અમૂલ્ય ખજાનો છે કે મિત્રો વગર નથી મેળવી શકતો. બરોબર ને મિત્રો??? આજ મારાં જીવનના બધા મિત્રોને મારે કહેવું છે કે,

" પગથી માથા સુધી સળંગ હતો., તોયે મારાં મિત્રો તમારા વગર હું અપંગ હતો "

મારાં બધા મિત્રોનો ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર નથી માનવો કારણ કે હજી થોડું ઋણ બાકી રાખવું છે. ફરી ધરતી પર આવવાનું થાઈ તો ફરી પાછા મળી શકીએ એટલે.

તો ચાલો મિત્રો આજની સાંજ બધાના મિત્રોને નામ.

ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!