ઘણું યાદ રાખવા કરતા ઘણું ભૂલી જવામાં મજા છે....../It’s a lot more fun to forget than to remember a lot....

 🕉

ઘણું યાદ રાખવા કરતા ઘણું ભૂલી જવામાં મજા છે....../It’s a lot more fun to forget than to remember a lot....

મને લાગે છે કે યાદ રાખવાની શક્તિ ભગવાને દરેક જીવમાં આપી છે. પશુ, પંખી અને મનુષ્ય બધાને આથી ઘણી વખત પ્રાણીઓ પણ ઉપકાર અને અપકાર બંનેને સમજે છે અને સમય આવ્યે તેનું ઋણ પણ ચૂકવે છે અને ક્યારેક જોવામાં આવે છે કે બદલો પણ લ્યે છે. આવા ઘણા કિસ્સા સમાજમાં જોવામાં અને સાંભળવામાં આવે છે. આજ આ યાદશક્તિ વિશે જ વાત કરવાની છે.

યાદશક્તિની તાકાત ઘણી અદ્ભૂત અને અણમોલ છે. પરંતુ કુદરતના ક્રમ પ્રમાણે આપણને ખાલી આ જન્મનું જ બધું યાદ રહે છે. એની જરૂર નાના મોટા બધાને છે. જેની યાદશક્તિ સારી હોઈ તે તેજસ્વી ગણાય છે. બાળકોને આપણે બદામ ખવડાવીએ કે તેમની યાદશક્તિ વધે અને ભણવામાં હોશિયાર થાઈ. પ્રાણીઓ, કે જેને આપણે ઘરમાં પાળીએ છે, તે પણ ઘરના સભ્યોને યાદ રાખે છે.

આપણા જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો હોઈ છે કે જે આપણા જીવનનું અમૂલ્ય સંભારણું હોઈ છે. જેને આપણે હંમેશા યાદ કરીએ છીએ. યાદ કરવા ગમે છે અને ઘણા એવા બનાવો કે ઘટનાઓ હોઈ છે જેને આપણે ભૂલવા મથીએ છીએ પણ ઘણી વખત પડછાયાની જેમ સાથે ને સાથે જ રહે છે. પછી તે આપણા બાળપણની યાદો હોઈ, આપણા લગ્નજીવનની યાદો હોઈ, બાળકોના જન્મની યાદો, તેના બાળપણની યાદો હોઈ કે પછી મિત્રો સાથે વિતાવેલો એ હસી મજાકના એ સોનેરી દિવસો હોઈ. આ બધી સારી યાદો હોઈ છે જેને યાદ કરવાની આપણને મજા આવે છે. જયારે બાળકો મોટા થઈ જાય એમના જીવનમાં વ્યસ્ત થઈ જાય ત્યારે આપણને આપણું જીવન થોડું એકલું લાગે ત્યારે આ મીઠી યાદો જ આપણું જીવન બની રહે છે. તેને યાદોને યાદ કરવાની, તેને વાગોળવાની ખૂબ મજા આવે છે. જોકે આ યાદો ઘણાના જીવનમાં જીવવાનું કારણ હોઈ છે.

પરંતુ હંમેશા બધી જ યાદો સારી નથી હોતી. ઘણી યાદો એવી પણ હોઈ છે કે જે યાદ આવતા મન દુઃખથી પણ ભરાઈ આવે. ઘણી વખત પરિવારના ઝઘડા, એકબીજા વચ્ચેની ગેરસમજ, પરિવારના કોઈ સભ્યની લાંબાગાળાની બીમારનો સમય અને કોઈ પ્રિયજનની જીવનમાંથી હંમેશ માટેની વિદાઈ. આવી ઘણી દુઃખભરી યાદો પણ હોઈ છે જે આપણા મનને દુઃખથી અને નકારાત્મકતાથી ભરી દયે છે. પણ આ સારી ખરાબ યાદો પણ જીવનનું એક અમૂલ્ય અંગ છે. તમે સાંભળ્યું હશે કે મોટી ઉંમરે માણસોને ભૂલવાની એક બીમારી થાઈ છે. તેમાં એ વર્તમાનનું ભૂલી જાય છે અને ભૂતકાળ યાદ રહે છે.

જોકે આ ભૂલવાની અને યાદ કરવાની એક કળા છે. જેને એ આવળી જાઈને એ આ સંસારમાં સુખી થઈ જાય. આ કળાનો માલીક જે હોઈ તેને કોઈ દુઃખી ના કરી શકે. જીવનમાં સારી યાદો તો અમૂલ્ય સંભારણું છે પણ તે બધાના જીવનમાં ભરપૂર નથી હોતી.  આથી જો ખરાબ યાદો વધારે હોઈ તો હંમેશા આપણે તેને ભૂલીને જ જીવવું જોઈએ. એમાં જ આપણી, સામેની વ્યક્તિની અને બધાની ભલાઈ હોઈ છે. હંમેશા તમારી જાતને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખવી. વર્તમાનને ભરપૂર સકારાત્મકતાથી જીવવું કેમ કે આપણી આજ આવતી કાલે ગઈકાલ બની જશે અને એ યાદ બની જશે. પ્રયત્ન કરો કે હંમેશા આજ સુંદર વીતે.  આજ જે છે આવતીકાલે યાદ જ બની રહેશે. અત્યારની પળને ક્ષણને ખૂબ આનંદથી અને સકારાત્મકતાથી વિતાવો જેથી આવતીકાલ તેને યાદ કરતા મોઢા ઉપર એક સુંદર હાસ્ય આવી જાય. ખરાબ યાદોને ભૂલીને જીવવાથી મોજ પડી જાય છે. બરોબરને મિત્રો???

તમારું શું કહેવું છે  એ ચોક્કસ જણાવશો. તો ચાલો ફરી મળીએ ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday