કોઈને બિચારા નહિ પણ બહાદુર બનાવો /Make someone brave, not poor

 

કોઈને બિચારા નહિ પણ બહાદુર બનાવો /Make someone brave, not poor

આપણે બધા બીજાને આશ્વાસન આપવા માટે અને સલાહ સૂચન આપવા માટે હંમેશા તૈયાર હોઈ છે. કોઈ આપણી પાસે સલાહ માંગે, તો તો ઠીક છે પણ ક્યારેક વણમાંગી સલાહ પણ આપીએ છીએ. જો કે વણમાંગી સલાહ આપણે બીજાનું ભલું થાઈ એ વિચારથી આપતાં હોઈએ છે. આ સલાહ અને આશ્વાસન ઘણી વખત દવાનું કામ કરે છે પણ ઘણી વખત એ કંટાળો પણ આપે છે.

જયારે કોઈ સ્વજન મર્ત્યું પામે ત્યારે આશ્વાસન આપવાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. કોઈ વડીલ પરલોક પામ્યું હોઈ તો તો ઠીક છે પણ કોઈ નાની ઉંમરનું હોઈ કે કોઈનો પતિ કે કોઈની પત્ની સ્વર્ગલોક પામ્યા હોઈ તો  તો શું કહેવું!!!!! સલાહ, આશ્વાસન અને એના નસીબની ખોદણી ચાલુ થઈ જાય. એને સતત એ વાતનો અહેસાસ કરાવતા રહે કે હવે તમે એકલા થઈ ગ્યા, જિંદગી ખૂબ લાંબી છે, બિચારા શું કરશે? બિચારાના નસીબ જ ખરાબ કે આવું બની ગયું, કેવી રીતે છોકરા મોટા થશે? બિચારા પુરુષ માટે તો અઘરું છે એકલા હાથે છોકરા મોટા કરવા વગેરે વગેરે વગેરે.............

લગભગ આવા જ આશ્વાસન મળતા હોઈ છે. લોકો આવે ભેગા થાઈ થોડીવાર સ્વર્ગ પામેલ વ્યક્તિને યાદ કરે પછી થોડીવારમાં ભૂલીને બીજી વાતો ચાલુ થાઈ. કદાચ આ રિવાજ એટલે ચાલુ થયો હશે કે મૃત્યુ પામેલાના પરિવારને આ કઠણાઈ ના દિવસો પસાર થઈ જાય તો દુઃખ થોડું ઓછું થઈ જાય. કદાચ હા!!! દુનિયાની સામે, પણ એકલા હોઈ ત્યારે ફરી એ સ્વજનની યાદ આપણને ઘેરી વળે છે. એટલું સહેલું પણ નથી જલ્દી ભૂલી જવું કે એમને યાંદ ના કરવું. ઘણી વખત કોઈ સલાહ કે આશ્વાસન કામ નથી કરતું. બધા જીવોમાં ભગવાને લાગણી અને પ્રેમ નામનું તત્વ મૂકેલું છે એ બધાને એકબીજા સાથે જોડી રાખે છે અને આપણે તો મનુષ્યો છીએ એટલે અઘરું તો છે જ.

આપણે જયારે બીજાના સ્વજન માટે આશ્વાસન આપતાં હોઈ ત્યારે અને આપણું અંગત કોઈ ગ્યું હોઈ ત્યારે જે આપણી મનોદશા હોઈ તેમાં પણ ખૂબ  ફેર હોઈ છે. આ સમયમાં કેવી રીતે વર્તવું??? એમાં પણ ઘણી સલાહ મળે કે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, ગીતાનો પાઠ વાંચવો જોઈએને, ભજન કીર્તન કરવા જોઈએ ને દાનપુણ્ય કરવા જોઈએને વગેરે વગેરે વગેરે...........

કાંઈ બધાની મનોદશા આ બધું કરવાની, વાંચવાની અને સાંભળવાની ના હોઈ શકે. આવું હોઈ ત્યારે તેને સમજો, એને સમય આપો. એ સમયે જવા વાળું નિરમોહી થઈ ચાલ્યું જાય છે પણ જે પાછળ હોઈ તેમની માટે યુદ્ધ જ યુદ્વ રહે છે. વિચારોનું યુદ્વ, જીવન જીવવાનું યુદ્વ, સંસારમાં આગળ રસ્તો બનાવવાનું યુદ્વ વગેરે વગેરે......

આ સમયે એમને બિચારા બિચારા નહી પણ બહાદુર બનાવો પછી ભલે તમે એમના સાચા મિત્ર હોવ, સાચા સગા હોવ કે એમના સ્નેહાળ સંતાન હોવ. એમને આ સંજોગો સામે લડવાની હિંમત આપો, એમને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરો, એમને એ વાતનો અહેસાસ ના કરવો કે એમણે કઈંક ગુમાવ્યું છે. એમણે જે ગુમાવ્યું છે તેં ક્યારેય નથી મળવાનું એ એનેય ખબર જ છે પણ હવે આગળ એમના મિત્ર તરીકે સાચા સગા તરીકે સાચા સાથી તરીકે સાચા સંતાન તરીકે એકબીજાને સંભાળી દિવંગતની સુખદ યાદોને યાદ કરી જીવનમાં આગળ વધો. મિત્રો,,,, જો બની શકો તો કોઈની શક્તિ બનજો એમની હિંમત બનજો બાકી દુનિયામાં આંશુ દેવાવાળાએ ઘણા છે અને ખોટા લુછવા વાળાએ ઘણા છે.

જીવન કોઈ માટે અટક્યું નથી આથી જેમણે આ કપરા કાળમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ બધા માટે મારી પ્રાર્થના કે પ્રભુ બધાને ખૂબ હિંમત આપે, ખૂબ શક્તિ આપે. ક્યારેય કોઈ ગયુને કંઈ અટક્યું છે???? જ્યાં અટક્યા એ મૃત્યુ છે અને જ્યાં ચાલ્યા ત્યાં જીવન છે. આ સમયમાં બધા એકબીજાની હિંમત બનીએ, એકબીજાની મદદ બનીએ ( એ બધા કે જેઓ આ સમયમાં હોઈ એના કરતા બમણો ભાવ લઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ વહેંચે છે તેઓ ખાસ ધ્યાન રાખે કે આજ નો નફો કાલની મોટી ખોટ બનશે માટે ચોક્કસ માનવતાના ધર્મને યાદ રાખશો )અને આ માનવતાને મહેકવીએ બાકી આજ મારો વારો છે તો કાલ તારો ને પછી બીજાનો. બરોબર ને મિત્રો!!!!તમારા વિચાર ચોક્કસ જણાવશો.

ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday