અવિરત દોડતો માણસ થાકી જાય છે..../ The man who runs incessantly gets tired....
ૐ
અવિરત દોડતો માણસ થાકી જાય છે..../ The man who runs incessantly gets tired....
તમે ક્યારેય પ્રાણીઓને શિકાર કરતા કે ખાતા પીતા જોયા છે???? ના જોયા હોઈ તો હવે નિરીક્ષણ કરજો. શિકાર કર્યા પછી કેટલી નિરાંતે અને શાંતિથી ખાતા હોઈ છે. અરે ગાય, ભેંસ જેવા પ્રાણીઓ પણ કેટલા આરામથી વાગોળતા ખાતા હોઈ છે. આપણે મનુષ્ય શું કરીએ છીએ?? આપણે ખાવા કરતા કમાવા પાછળ વધારે સમય પસાર કરીએ છે.
મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેને પોતાનું પેટ ભરવા કમાવવા જવું પડે છે. આખી જીંદગી એ જ ચિંતા કેવી રીતે કમાવું?? ક્યાંથી કમાવું?? કેટલું જોઈએ છે અને કેટલું કમાવું એનો તો કોઈ જવાબ જ નથી. કોઈક જ એવો સંતોષી જીવ હશે કે જેને બે સમયનું ભોજન મળી જાય તો બસ પણ આવા મનુષ્ય બહુ ઓછા જોવા મળે. આખી જીંદગી મનુષ્ય એ તો શીખે છે કે કેમ કમાવવું પણ ફક્ત પૈસા કમાતા શીખે છે અને એ કમાવવામાં એટલા તો વ્યસ્ત થઈ જાય કે એમને ખબર જ નથી પડતી ક્યારેય જુવાનીમાંથી ઘડપણ આવી ગ્યું......
પહેલાના ઝમાનામાં ઘરમાં એક વ્યક્તિ કમાતું અને આખુ ઘર નભી જાતું. બધા હળીમળીને ખાતાપિતા અને ખુશી ખુશી રહેતા. અત્યારે ઘરમાં હોઈ એટલા બધા જ કમાતા હોઈ પણ સાથે બેસીને જમવાનો સમય પણ નથી હોતો. આજ માણસને એમ થાઈ કે બધી સુખસગવડતા ઘરમાં હોઈ મોટું ઘર, મોટું ટીવી, મોંઘા આરામદાયક સોફા, એરકન્ડિશન, મોટી ગાડી, મોંઘા મોબાઇલ અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ. આ બધું મેળવવા પાછળ દિવસ રાત એક કરીને મહેનત કરે છે. અટક્યા વગર અવિરત કામ કરે છે. બધું મેળવ્યા પછી આનંદ કરવાની એને માણવાની ઈચ્છા પૂરી થાઈ કે નહી એ પણ ખબર નથી કારણ કે અટક્યા વગર અવિરત કામ કર્યે રાખવાથી જયારે ભેગું કરી લ્યે ત્યાં તો શરીર જવાબ આપી દયે છે. નાની મોટી બીમારીઓ ઘર કરી જ ગઈ હોઈ છે. મન પણ સતત કામ કરવાથી થાકી જાય છે. આવા કિસ્સા જોયેલા છે આથી ઘણું દુઃખ થાઈ છે.
જીવનમાં બધું જરૂરી છે. આપણે વિકાસશીલ પ્રાણી છે આથી બઘી સુખસગવડતા પણ જોઈએ પરંતુ રોજનું રોજ જીવવાનું પણ ભૂલવું ના જોઈએ. લાંબો રસ્તો કાપવો હોઈ તો ઝડપથી નહી દોડવાનું. ઝડપથી દોડવાથી અડધે રસ્તે પહોંચ્યા પહેલા જ થાકી જવાઈ છે. મંઝિલ સુધી પહોંચવા માટે એકસરખી મેરેથોન દોડની જેમ ચાલવું જોઈએ જેથી હાર્યા વગર, થાક્યા વગર રેસ પણ જીત્યે અને થાક પણ ના લાગે અને રસ્તાની અને રેસની મજા પણ માણી શકીએ. આથી અવિરત દોડવા કરતા અવિરત ચાલવું અને રસ્તાની અને આપણી સાથે ચાલતા લોકોની સાથે આનંદથી મોજથી ચાલવું અને થાક ઉતારતા જવું. પોતે પણ આનંદથી અને ખુશીથી રહેવું અને આપણી સાથે રહેતા લોકોને પણ ખૂબ પ્રેમથી અને આનંદથી રાખવા. પછી ભલે તે સ્ત્રી હોઈ કે પુરુષ. પોતાની રીતે તો બધા જીવે છે પણ મજા અને આનંદ તો પોતાના જો સાથે હોઈ તો જ આવે છે. સાચું ને મિત્રો!!!
આ વિશે ચોક્કસ વિચારજો મિત્રો!!! આપણે કે આપણી આજુબાજુ આપણા મિત્રગણમાં તો આવું અવિરત દોડવાવાળી વ્યક્તિ તો નથીને, જો હોયતો એમની મદદ કરજો. આર્થિક મદદ તો થોડા દિવસો માટે હશે પણ સાચી સમજાણની મદદ કરશો તો તેમનું જીવન સુધરી જશે.
ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો