અભિનય / acting
ૐ
અભિનય / acting
અંગ્રેજી લેખક શેક્સપિયરના નાટક "As you like it" નો એક સંવાદ છે કે, " આ દુનીયા એક રંગમંચ છે અને દરેક સ્ત્રી અને પુરુષ એ રંગમંચના કલાકારો છે, દરેકને રંગમંચ ઉપર આવવાનો અને જવાનો સમય છે અને દરેક જણ એના એ સમયમાં ઘણા જુદા જુદા ભાગ ભજવે છે ". આ નાટક તેમણે 1599 માં લગભગ લખેલુ છે. આજથી લગભગ 422 વર્ષ પહેલા પણ કેટલો સચોટ અને ઊંડો એનો અર્થ નીકળે છે. ખૂબ સમજવા જેવો છે. આપણા બધાની જીંદગી સાથે જોડી શકાઈ છે.
આપણે બધા પણ એ ઉપરવાળાના (ઈશ્વરના) નાટકના જ કલાકારો છે અને આ દુનીયા એક મોટું સ્ટેજ એટલે કે રંગમંચ છે. આ દુનિયાના રંગમંચ ઉપર આપણે બધાને સ્ત્રી - પુરુષ રૂપે એક એક મુખ્ય પાત્ર ( role ) આપેલું છે અને પછી શેક્સપિયારના નાટકના સંવાદની જેમ બધાએ બીજા પણ ઘણાં રોલ ( પાત્ર ) ભજવવાના રહે છે. જેમકે સ્ત્રી હોઈ તો પુત્રી, પત્ની, મા, ભાભી, નણંદ, જેઠાણી, દેરાણી, સાસુ, મિત્ર વગેરે વગેરે અને જો પુરુષ હોઈ તો તેને પણ દીકરો, પતિ, બાપ, ભાઈ, પતિ, જેઠ, દિયર, સસરા, મિત્ર વગેરે વગેરે. બરોબરને!!!!
આપણા જન્મની સાથે આપણો રોલ ચાલુ થાઈ છે ને આપણા મૃત્યુએ આપણો રોલ પૂરો થાઈ છે. જીવનના પુરા સમયગાળામાં દરેક પાત્ર ભજવવા માટેનો સમય હોઈ છે અને તે જ સમયમાં તે પાત્રની એન્ટ્રી થાઈ છે. પછી જેમ જેમ એનું પાત્ર ભજવાતું જાય તેમ તેમ તે પાત્ર આગળ વધતું જાય અને એક દિવસ એ સમય પણ આવી જાય કે જયારે આ રંગમંચને અલવિદા કહેવું પડે છે. આ અલવિદા કહેવાનો સમય પણ આ રંગમંચના નિર્દેશકે ( director ) જ નક્કી કરેલો હોઈ છે. આપણે તો બસ એટલું જ ધ્યાન રાખવાનું કે ઈશ્વરે (director/નિર્દેશક) જે પ્રમાણે નક્કી કરેલું આપણું પાત્ર ( role ) હોઈ તેને પૂરી ઈમાનદારીથી ભજવીએ.
જયારે આપણે આપણું પાત્ર ભજવવા રંગમંચ ઉપર આવીએ તે પહેલા ઈશ્વર રૂપી નિર્દેશક આપણને આપણું પાત્ર કેવી રીતે ભજવવું તે સરખી રીતે સમજાવીને જ મોકલ્યા હોઈ છે પણ આપણે જ ઘણી વખત રંગમંચ ઉપર આવી આપણા ડાઈલોગ્સ ભૂલી જઈએ છે અને પછી પૂરું નાટક જ બગાડી નાખીએ છીએ. આપણી આ ભૂલવાની આદત જ આપણને આપણા સાચા જીવનમૂલ્યો ભુલાવીને આપણી મંઝિલથી દૂર લઈ જાય છે. પ્રેમ, દયા, કરુણા, સકારાત્મકતા, દિવ્યતા, શાંત, સ્થિર, સત્યતા, વિનમ્રતા આ બધા ગુણો અને હાવભાવ રાખવાના હોઈ છે અને આ જ બધા સદગુણો દિલમાં રાખીને દરેક પાત્ર ભજવવાનું હોઈ છે. જો ડાઇરેક્ટરે કીધેલા આ સદગુણો દિલમાં રાખીને આપણું પાત્ર ભજવીએ તો દરેક રોલ ખૂબ જ સુંદર રીતે ભજવાઈ અને જયારે આપણો રોલ પૂરો થઈ જાય ત્યારે ડાયરેક્ટર જ આપણને બેસ્ટ કલાકારનો એવોર્ડ આપશે. બરોબરને!!!!
આપણે અત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે ગમે તે રોલ ભજવતા હોઈએ, પણ દરેક રોલ પૂરી ઈમાનદારીથી, દિલથી, સચ્ચાઈથી અને પ્રેમથી નિભાવવો. પછી તે સ્ત્રીનું પાત્ર ભજવતા હોઈએ કે પુરૂષનું. એ પાત્રમાં ખૂબ ઊંડું ઉતારી જવું પણ હંમેશા યાદ રાખવું કે દરેક પાત્રને ભજવવાનો સમય પૂરો થશે એટલે બીજું પાત્ર પણ ભજવવાનું છે અને સમય આવ્યે સ્ટેજ એટલે કે રંગમંચ ઉપરથી ઉતરી જવાનો સમય પણ ચોક્કસ આવશે જ. ધ્યાન બસ એટલું જ રાખવાનું કે આપણો અભિનય ખૂબ જ સરસ આપણા ડાઇરેક્ટરને એટલે કે ઈશ્વરને ગમે એવો હોઈ. હંમેશા યાદ રાખજો કે આપણો રોલ પૂરો થશે એટલે આ દુનિયારૂપી રંગમંચને અલવિદા કહેવું પડશે. બધાએ સારામાં સારો અભિનય ( acting ) કરવાનો છે કે જયારે આ દુનિયાનું રંગમંચ આપણે છોડીએ ત્યારે આપણી ગેરહાજરી બધાને જણાય.
તો મિત્રો, અત્યારે બધા જીવનના રંગમંચ ઉપર જે પણ પાત્ર ભજવતા હોઈ તેના વિશે વિચાર કરજો કે મારાં ઈશ્વરને (મારાં ડાઇરેક્ટરને ) ગમે તેવું ઈમાનદારીથી અને સચ્ચાઈથી જ પાત્ર ભજવું છુંને?????? તમારા વિચારો ચોક્કસ જણાવશો.
ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ, મસ્ત અને આનંદમાં રહો અને પોતાનું પાત્ર બધાને સુંદર રીતે ભજવવાની શક્તિ ઈશ્વર બધાને આપે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
Hi i read your blogs everyday and i love them so much. You're amazing at writing please continue to write them, they make my day. Thanks
જવાબ આપોકાઢી નાખો