જો તમે સ્વીકારો તો જ તમારું......./ Only yours if you accept ......
ૐ
જો તમે સ્વીકારો તો જ તમારું / Only yours if you accept
કોઈ પણ ક્રિયા થાઈ એ પછી જ એની પ્રતિક્રિયા થાઈ. ( action નું reaction હોઈ જ )આપણે હંમેશા ક્રિયાની પ્રતિક્રિયા આપવા તૈયાર જ હોઈએ છે. કોઈ આપણને કંઈ કહે એટલે આપણે તરત જ પ્રતિક્રિયા આપીએ છીએ. ઘણી વખત તો સમજ્યા વિચાર્યા વગર જ પ્રતિક્રિયા આપતા હોઈએ છે. ક્યારેક આપણી કંઈ લેવા દેવા ના હોઈ તો પણ આપણે પ્રતિક્રિયાઓ આપતાં જ હોઈ છે જેમ કે કોઈ news વાંચીને કે tvમાં જોઈને. આ પણ ગુરુત્વાકર્ષણના નિયમની જેમ છે પણ દરેક વખતે આવી રીતે કામ નથી કરતું.
હંમેશા આપણે વ્યવહાર દ્વિતરફી કરીએ છીએ અને એ જો બેય તરફથી સરખું હોઈ તો જ સંબંધ પણ જળવાય રહે છે. એક વ્યક્તિ ગમે તેટલી સારી હોઈ છતાં અમુક વર્ષો સુધી સંબંધ ખેંચી લેશે પણ પછી તો એ પણ કહી દેશે કે એને નથી પડી તો આપણે વળી ક્યાં નવરા છે. એટલે વ્યવહાર તો બંને તરફથી સ્વીકાર થવો જ જોઈએ.
પણ આપણે આજ સંસારી વ્યવહારની નહી પણ આપણા પોતાનો વ્યવહાર કેવો છે એના વિશે વાત કરવી છે. આપણે મનુષ્યો ખૂબ લાગણીશીલ છીએ આથી આપણને સુખ, દુઃખ, પ્રેમ, ગુસ્સો, માન, અપમાન બધું જ જણાય. મેં જેમ પહેલા કીધું એ પ્રમાણે હંમેશા action નું reaction આપીએ જ છીએ અને આ સારી બાબતમાં હોઈ તો તો વાંધો નહી પણ જો ગુસ્સામાં કે ઝગડામાં કે ગમેતેવી બોલાચાલીમાં હોઈ તો તો એ ખૂબ દૂર સુધી જાય છે અને ઘણી વખત તો એકબીજાની હત્યા સુધી વાત પહોંચી જાય છે. આવી બાબતમાં ઘણા સંબધો બગડતા જોયા છે. મારાં મમ્મી હંમેશા કહેતા કે જેવા સાથે તેવા ના થવાય અને કોઈના કીધે કાંઈ આપણને ના ચોંટી જાય. આ વાતમેં ઘણી ગંભીરતાથી લીધી હતીને એ જીવનમાં ખૂબ ઉપયોગી પણ થઈ. જયારે મેં ગીતા વાંચી ત્યારે એમાં પણ વાંચ્યું કે સમભાવ કેવી રીતે રખાય અને ત્યારે મને આ મારી માની શિખામણ યાદ આવી ગઈ.
મેં બુદ્ધના જીવનનો એક પ્રસંગ પણ વાંચેલો જે અહીંયા એકદમ બંધ બેસતો છે. આપણને જીવનમાં આપણા જન્મદિવસ ઉપર કે વર્ષગાંઠ ઉપર ઘણી બધી ભેટો આપણા પરિવારજનો મિત્રો બધા આપતાં હોઈ છે. કોઈની ખૂબ કિંમતી હોઈ છે, કોઈની સામાન્ય કે સસ્તી હોઈ છે. જેની જેવી સગવડ અને જેની જેવી લાગણી અને ભાવ હોઈ એ પ્રમાણે આપે. અને આપણે એનો સ્વીકાર કરીએ. એવી જ રીતે ઘણી વખત આપણે પરિવારમાં, સંબધોમાં બોલાચાલી કે ઝગડા થતા હોઈ છે અને સામસામે એક બીજા ઉપર દોષના ને આરોપોના ટોપલા ઠાલવતા હોઈએ છે. આમાં ઘણી વખત અંત જ નથી આવતો એને ખૂબ લાબું ચાલે છે. પણ આવી પરિસ્થિતિમાં બંને પક્ષમાં એક સમજદાર પક્ષ હોઈ જ છે પણ ઘણી વખત આ સમજદાર વ્યક્તિ પણ ખોટા ઝઘડામાં પ્રતિક્રિયા આપી વાત ખેંચે છે. પણ કોઈ પણ ખરાબ ક્રિયાની પ્રતિક્રિયા આપીયા પહેલા અચૂક વિચારી લેવું કે એ જે અપશબ્દોની ભેટ આપે છે એ મને ચોંટી જવાના નથી, અને જો હું એનો જવાબ આપીશ તો એણે જે પણ મને કહ્યું છે તેનો હું સ્વીકાર કરી રહ્યો છું અને પ્રતિક્રિયા આપી રહ્યો છું. જયારે આપણેને કોઈ કાંઈ કહે અને આપણે એનો વળતો જવાબ આપીએ તો આપણે એ સારુ કે ખરાબ જે હોઈ તેનો સ્વીકાર કરી લીધો એમ કહેવાઈ. પણ જેમ પ્રેઝન્ટનો સ્વીકાર ના કરીએ તો એ દેવા વાળાની પાસે જ રહે છે તેવી જ રીતે આપણા વિશે અપશબ્દો બોલવા વાળાને આપણે પ્રતિક્રિયા ના આપીએ તો એના શબ્દો એની પાસે જ રહે છે. આ જે સમભાવનું વલણ છે તે જીવનમાં અપનાવવા જેવું છે. આપણને ઘણી તકલીફોથી બચાવી લ્યે છે. સાચુંને મિત્રો!!!!
તમે આ વિશે શું વિચારો છો એ ચોક્કસ જણાવશો. તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને આ કોરોના કાળમાં પોતાની જવાબદારી લેશો તો બચશો એટલે પ્રભુ બધાને એ સદબુદ્ધિ આપે આવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





Absolutely true
જવાબ આપોકાઢી નાખો