આપણો સ્વભાવ જ આપણું ભવિષ્ય છે!!!ખૂબ નાની વાત છે પણ બહુ જ સાચી વાત છે/Our nature is our future !!! It is a very small thing but it is very true.
ૐ
સ્વભાવ જ આપણું ભવિષ્ય છે!!!ખૂબ નાની વાત છે પણ બહુ જ સાચી વાત છે/Our nature is our future !!! It is a very small thing but it is very true.
આપણે જીવનમાં જન્મયે તે છેક મરીએ ત્યાં સુધીમાં આપણે હજારો માણસોને મળીએ છે અને એમાંથી અમુક લોકો જ દિલમાં વસી જાય છે. એવા તો વસે છે કે આપણે ક્યારેય એમને ભૂલી શકતા નથી. એવું શું હોઈ છે કે આપણને એ વ્યક્તિ હંમેશ માટે યાદ રહી જાય છે?????
તમે વિચારતા હશો કે એની સુંદરતા?? એના તૈયાર થવાની છટ્ટા??? બોલવાની રીતભાત??? કે પછી એનો સ્વભાવ???? જી હા!! એમનો સ્વભાવ. સ્વ એટલે પોતે અને ભાવ એટલે લાગણી, પોતાની લાગણીઓ એ જ આપણો સ્વાભાવ. જે બધાની પાસે હોઈ છે અને બધા પોત પોતાના સ્વાભાવ મુજબ વર્તન કરે છે.
આ આપણો સ્વભાવ જન્મજાત હોઈ છે પરંતુ આપણે જેમ જેમ મોટા થતા જઈએ એમ એમાં વિકાસ પણ કરીએ છીએ. કોઈનો સ્વભાવ ગુસ્સા વાળો હોઈ છે, કોઈનો દયાળુ સ્વભાવ હોઈ છે, કોઈનો પ્રેમાળ તો કોઈનો પરોપકારી હોઈ છે, ઘણાનો સ્વભાવ ઈર્ષાળુ પણ હોઈ છે. આમ દરેક માનવીમાં સદગુણો અને દુર્ગુણો બંને સ્વાભાવમાં હોઈ છે પરંતુ જે ગુણ મોટો હોઈ તે એનો સ્વભાવ ગણાય જેમકે ઘણા પ્રેમાળ હોઈ, દયાળુ હોઈ પણ ગુસ્સો વાતે વાતે કરતા હોઈ તો આપણે તેનો સ્વભાવ ક્રોધી કહેશું. ઘણા ઉપરથી મીઠું મીઠું બોલતા હોઈ પણ અંદરથી અદેખાઈ કરતા હોઈ તો એનો સ્વાભાવ ઈર્ષાળુ કહેશું. આવી રીતે જે ગુણ બીજા ગુણો ઉપર વધારે હાવી હોઈ, તે એનો સ્વભાવ ગણાય છે. ઘણાનો સ્વાભાવ ઝઘડાળું હોઈ છે બધા સાથે વાતે વાતે ઝઘડો કરે તો એને આપણે ઝઘડાળું સ્વભાવની વ્યક્તિ કહેશું. ઘણાને વાતે વાતે ટકટક કરવાની ટેવ હોઈ છે, જો તે એમાં સુધારો ના કારે તો એ એનો સ્વભાવ બની જાય છે જેને ટકટકીયો સ્વભાવ કહેવાય જે કોઈને નથી ગમતો. આપણા વડીલો પાસેથી સાંભળ્યું પણ હશે કે સ્વભાવના કોઈ ઓશળ નાહોઇ એટલે કે એને ( સ્વભાવ )બદલવાની કોઈ દવા નથી હોતી.
જેનો સ્વભાવ સારો હોઈને એના મિત્ર થવું બધાને ગમે. સ્વભાવ સારો એટલે કેવો???? કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતી. આપણા બધામાં કોઈ ને કોઈ ખામી હોઈ જ છે. જે માણસમાં વિનમ્રતા છે, જેનામાં ખોટું અભિમાન નથી, જેની વાણી મીઠી છે, જે સાચો અને પ્રામાણિક છે, જેને ખોટું અને અસત્ય જોઈને ગુસ્સો આવે છે પણ સયંમથી કામ લ્યે છે, જે દયાળુ અને પરોપકારી છે અને જેનામાં ધીરજ અને સમજદારી છે તેવો માણસ સારા સ્વાભાવનો કહેવાય.
આટલા બધા ગુણોમાંથી લગભગ બધા જ ગુણો આપણામાં હશે પણ એક જ નકારાત્મક ગુણ આપણને ખરાબ સ્વભાવ વાળાની લાઈનમાં ઉભો કરી દયે છે. બસ આ એક જે નકારાત્મક ગુણ છે તેને સુધારવા પાછળ કામ કરવું એ સ્વાભાવ સુધારવાનું કાર્ય છે. આ એક કે બે જે ખરાબ દોષ કહો કે દુર્ગુણ તેને વહેલી તકે ઓળખી સુધારી લેવા જોઈએ નહીંતર ઘડપણમાં ખૂબ અઘરું થઈ જાય છે. આપણે સાચા હોઈએ પણ આપણે ક્રોધથી કે ગુસ્સાથી બીજાનું અપમાન કરીને પણ સાચી વાત કહી શકીએ અને એજ વાત આપણે પ્રેમથી પાસે બેસી મીઠાસથી સમજાવી શકીએ. આપણે આખા ગામમાં જાહેરાત કરીને પણ પરોપકાર કરી શકીએ અને આપણે ગુપ્ત રીતે અને કોઈને ખબર ના પડે એ રીતે પણ પરોપકાર કરી શકીએ છીએ. જે વ્યક્તિ બીજાને દેખાડવા નહી પણ પોતાના કર્યો માટે પોતાને અને સર્વવ્યાપક ઈશ્વરને સાક્ષી રાખી બીજા સાથે જે વર્તન કરે છે તેનો સ્વભાવ હંમેશા સારો જ હોઈ છે. બરોબરને મિત્રો????
જેનો સારો સ્વભાવ છે તે તો ધૂપસળીની અને ફૂલોની સુગંધ જેવો છે જે ફેલાયા વગર નથી રહેતો. આપણે બીજાને બતાવવા આપણો સ્વભાવ બગાડવાનો કે સુધારવાનો નથી. આપણે હંમેશા આપણી જાતને સુખી કરવા આપણો સ્વભાવ બનાવવાનો છે કારણ કે આપણે આપણા જ સ્વભાવથી દુઃખી અને સુખી થઈએ છીએ. આ વિશે ચોક્કસ વિચાર કરજો મિત્રો!!!
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏








Very true
જવાબ આપોકાઢી નાખો